SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯, ૧૨૦ ક્ષમાપના સદ્ગુરુનો ઉપદેશ હોય તો તેને સાચો વિવેક આવે. હવે સદ્ગુરુ જ સાચા મળ્યા નથી તો સાચો વિવેક પણ તેને ક્યાંથી આવે ? ઓધસંજ્ઞાએ આવે, પોતાની કલ્પનાના આધારે આવે, પોતાના ક્ષયોપશમના આધારે આવે, શાસ્ત્રો વાંચીને આવે; પણ આત્મજ્ઞાની ગુરુનો બોધ તો એને ક્યાંથી મળે ? સાક્ષાત્ પ્રત્યક્ષ જોઈએ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા અધિકારી થવા માટે છે, કાર્ય થવા માટે પ્રત્યક્ષ ગુરુની આજ્ઞા જરૂરી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. — શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે, પણ એવો વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી અત્યારે, કેમ કે મેં સદ્ગુરુને પકડ્યા નથી અને એમની આજ્ઞા સ્વીકારી નથી, ત્યાં સુધી આ શક્તિ મારામાં આવવાની નથી. વિવેક આવે તો અજ્ઞાન ટાળે એવો એ બળવાન છે. વિવેક એટલે સ્વ અને પરનો યથાર્થ નિર્ણય થવો. પ૨ને પોતાનું માનવું એ અવિવેક છે, દેહને પોતાનો માનવો એ પણ અવિવેક છે. ભેદજ્ઞાન થઈ અને આત્મજ્ઞાન થાય એનું નામ વિવેક છે. એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. — શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૬૭ હેય, જ્ઞેય અને ઉપાદેયનો વિવેક થવો જોઈએ. હેય એટલે ત્યાગવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય અને ઉપાદેય એટલે આરાધવા યોગ્ય. વિવેકનું કામ જુદું કરવાનું છે. સ્વ-પરને જુદું પાડવાનું છે, હિત-અહિત, દેહ અને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy