________________
૩૪૮
માપના
મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - “અંતિમ સંદેશ' આત્માનું હિત છોડીને કોઈપણ કાર્યમાં લાગી જવું એ બધો પ્રપંચ છે. ટૂંકમાં, આત્માનું હિત ચૂકી અને સંસારના કોઈપણ કર્તવ્યમાં લાગી જવું એ બધોય પ્રપંચ છે. આદ્રા બેસવાને દસ દિવસની વાર હોય ને ઠાંસીઠાંસીને કેરી ખાઈએ એ પણ પ્રપંચ છે, એ જિહ્વા ઈન્દ્રિયની ગુલામી છે. ખાય એનો વાંધો નથી, પણ હવે એ બંધ થવાની છે એટલે ડબલ ખાઈ લઉં, ઠાંસીને ખાઈ લઉં, બીજું ઓછું ખાઈશ પણ રસ વધારે ખાઈશ એ પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરે પાંચેય ઈન્દ્રિયના વિષયમાં જીવ ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઈન્દ્રિયોનો સંયમ જોઈએ. જો ઈન્દ્રિયો ઉન્મત્ત હશે તો મનને ઉન્મત્ત કરી અધોગતિમાં નાંખી દેશે. ઈન્દ્રિયસંયમ, પ્રાણીસંયમ, મનોસંયમ, કાયસંયમ અને આત્મસંયમ. એ બધા સંયમ હોય તો જ બધા યોગને મોક્ષમાર્ગની અંદર પ્રવર્તાવી શકો, નહીં તો નહીં. જેમ લગામ વગરનો ઘોડો હોય તો અસવારને ગમે ત્યાં ફેંકી દે, તેમ અસંયમી જીવનું પતન ગમે ત્યારે થઈ જાય છે. ગમે તેટલો ધર્મ કરતો હોય, પણ મનનો સંયમ જોઈએ. આપણે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરીએ છીએ. તેના પર જ્ઞાનની લગામ હોવી જોઈએ. એ સંકલ્પ-વિકલ્પને અટકાવવા માટે જ્ઞાનીઓના બતાવેલા કોઈપણ સાધનોમાં ઉપયોગ રાખવો, આ મનોસંયમ છે. કહેવત છે કે નવરો બેઠો નખ્ખોદ વાળે. નવરું મન અનેક પ્રકારના ઝાંપા મારવાનું. તો, ઈન્દ્રિયનો સંયમ જોઈએ, પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું
જમવા બેઠો હોય તો ટી.વી. દેખાય તેવી રીતે બેસે. એટલે એક તો જિહ્વા ઈન્દ્રિયનો વિષય, બીજો નેત્ર ઈન્દ્રિયનો વિષય, ત્રીજો કાન ઈન્દ્રિયનો વિષય -એમ પાંચેય ઈન્દ્રિય આવી જાય. આ વિષયોની ગુલામી છે. અજ્ઞાનથી, વિપરીત બુદ્ધિથી એટલે કે મિથ્યાત્વના કારણે આ વિષયોને સારા માન્યા છે, એ બધી પ્રવૃત્તિને સારી માની છે. જે આત્માનું હિતકારી છે તેને અહિતકારી માન્યું અને જે આત્માનું અહિતકારી છે તેને હિતકારી માન્યું. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, તેથી છૂટી શકે નહીં. પાંચ ઈન્દ્રિયોના વિષયો, અસદૈવ-ગુરુ-ધર્મ આ બધું છોડવાનું છે. અમદેવ-ગુરુ-ધર્મથી હિત થાય કે પાંચ ઈન્દ્રિયોના વિષયોથી હિત થાય કે અસંયમથી હિત થાય એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં પ્રભુ ! ભ્રાંતિના કારણે તેને હિત માને છે, અને જયાં સુધી હિતકારી માનશે ત્યાં સુધી તે છૂટશે નહીં. દારૂડિયો જયાં સુધી દારૂને હિતકારી