________________
રાત્રી સત્સંગવર્ગના પરિવારની હાર્દિક ભાવનાનું કિરણ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
રાત્રીના સત્સંગ સ્વાધ્યાય પરિવારમાં ભાઈ-બહેનો દસ વર્ષથી સત્સંગ કરે છે. તેમાં શાંત સુધારસ, પ્રશમરતિ, જ્ઞાનસાર, આઠદૃષ્ટિની સજઝાય આત્મઉત્થાનનો પાયો, ધ્યાન અને કાયોત્સર્ગ, અધ્યાત્મ ઉપનિષદ જેવા શાસ્ત્રોના સ્વાધ્યાય સૌ ભાવથી કરીએ છીએ.
આ શાસ્ત્રોના તત્ત્વ રહસ્યને સરળતાથી સમજવા નાના દૃષ્ટાંતો, કથાનકોનો આધાર લેવામાં આવતો જેથી શ્રવણ સરળ અને રસપ્રદ લાગતું.
એકવાર મનાલી અને જ્યોતિ કહે આવા રૂપકો, પ્રસંગો બહુ પ્રેરણા આપે છે. તમે તેને લખીને આપો તો તેનું પુસ્તક તૈયાર કરીએ. અગાઉ લેખકે સીત્તેર જેવા પુસ્તકો લખ્યા છે. કેટલાકનું પુનઃમુદ્રણ પણ થયું છે. આમ નિમિત્ત મળતા લખવાનો લોભ થઈ ગયો અને લેખન શરૂ થયું. ૯૦ જેટલા પ્રસંગો લખ્યા અને પરાગભાઈ શાહ કહે ૯૭ એ પહોંચી જાવ અને સહેજે તેમ થયું છે. મિત્રો ૯૭નો મેળ જાણે છે.
ખાસ કરીને સૌને એક વિનંતિ છે કે પ્રસંગો માટે તે સમયે કોઈ પુસ્તકોનો આધાર લીધો નથી. કારણકે તે તે પુસ્તકો મેળવવા તેમાંથી તારવણી ક૨વી તે વયોવૃદ્ધતાને કારણે મારી શક્તિ ન હતી. તેથી સવિશેષ આચાર્ય શ્રી યશોવિજ્યસૂરિના ગ્રંથોમાં આવતા પ્રસંગો, વ્યાખ્યાનોમાં શ્રવણ થયેલા, ભૂતકાળમાં વાંચેલાનું સ્મરણમાં સંગ્રહાયેલું તે લખતી ગઈ અને સ્મરણમાં છૂપાયેલું પ્રગટ થઈ લેખનમાં ઉતર્યું છે. તેમાં નામ સ્થળ કાળના સંદર્ભમાં ક્ષતિ થઈ હોય તો સૌ ક્ષમા કરજો અને સુધારીને વાંચવા વિનંતિ.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩