SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર આજથી સવાસો વર્ષ પહેલાં થયું. ભાષાંતરકાર શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથ ભાષાંતર પાછળ પુષ્કળ શ્રમ ઉઠાવ્યો હોવા છતાં તેમના ભાષાંતરમાં ભાષાની Grip જોવા મળતી નથી, પુષ્કળ વ્યાકરણ દોષો છે અને ઢગલાબંધ તળપદી શબ્દો પ્રયોજાયેલાં છે. આમ બનવું અઘટિત નથી કેમકે ભાષાંતરકાર વિદ્વાન પંડિતજીની માતૃભાષા ગુજરાતી તો હતી જ નહિ. વધુમાં તેમનું ભાષાંતર સવાસો વર્ષ પહેલાં થયેલું છે. સવાસો વર્ષનો સમય ગુજરાતી જેવી પ્રાન્તીય ભાષાઓ માટે તો ઘણો કહેવાય. પ્રાન્તીય ભાષાઓ આટલા સમયમાં પોતાનું ફ્લેવર ખાસ્સા પ્રમાણમાં બદલી નાંખતી હોય છે. - આમ, આ ભાષાંતરની જૂની ગુજરાતી ભાષા અને તેમાં પણ ભાષાના પ્રભુત્વની ઉણપ હોવાથી આજના ગુજરાતીભાષી વર્ગ માટે આ ભાષાંતર ઘણું દુર્ગમ બને તેમ હતું. આથી અમે આ ભાષાંતરમાં જરૂરી સુધારા-વધારા કર્યા છે, ભાષાકીય દોષો દૂર કર્યા છે, આવશ્યક સ્થળે તળપદી શબ્દો બદલીને પ્રચલિત શબ્દો મૂક્યા છે, ઘણાં સ્થળે વાક્યરચનાઓ બદલી છે અથવા ટૂંકાવી છે અને તેમ કરીને તેને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, થોડો સંક્ષેપ પણ કર્યો છે. આ રીતે પ્રસ્તુત ભાષાંતરને શક્ય બને તેટલું સરળ અને સુબોધ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એ પછી તેનું પુનઃ પ્રકાશન હાથ ધર્યું છે. ભાષાંતરમાં જ્યાં જ્યાં સંદેહ થયો ત્યાં મૂળ ગ્રંથ સાથે તેની સરખામણી કરી છે અને જરૂરી ફેરફાર કરી ભાષાંતરને મૂળ સાથે સુસંબદ્ધ કર્યું છે. જૂની આવૃત્તિમાં ભાષાંતરમાં અવતરિત થયેલાં શ્લોકો ઘણા સ્થાને અશુદ્ધ હતાં. અમે તે શ્લોકોના મૂળ આધારો ચકાસીને તેનું શુદ્ધિકરણ પણ કર્યું છે. આ કાર્ય કેટલું શ્રમસાધ્ય છે તે તો વિદ્વાનો જ સમજી શકે તેમ છે. ભાષાંતરના શુદ્ધીકરણના કાર્યમાં અમને પાલીતાણા નિવાસી સુવિખ્યાત પંડિતવર્ય શ્રી અમૃતભાઇ કુબડીયાનો પણ ઉત્તમ સહકાર મળ્યો છે. તેમને કેમ ભૂલી શકાય ? મૂળ ભાષાંતરમાં અમે કેટલાંક સ્થળે ટિપ્પણ પણ મૂકી છે અને જરૂરી સ્પષ્ટતા આપી છે. ઉદા. પેજ નં. ૬૮ | ખરેખર તો પ્રસ્તુત ગ્રંથનો નવેસરથી ભાવાનુવાદ કરવાની જરૂર છે. તેમ કરવાની મને અભિલાષા પણ થઇ પરંતુ કાર્યોની વ્યસ્તતાના કારણે
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy