SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તે છતાં હે પૃથ્વીપતે ! તને જળ પીવાની આવડી અભિલાષા કેમ થાય છે ? વળી એક સમયે વિક્રમે કંઇ કારણસર પોતાનું સૈન્ય દેશાન્તરમાં ફ૨વા મોકલ્યું હતું તેવામાં કોઇ રાજા વિક્રમના ઉ૫૨ ઘણા સૈન્ય સંગાથે ચઢી આવ્યો. પોતાની પાસે પૂરતી સેના નહીં હોવાથી, વિક્રમના મનમાં ગભરાટ પેદા થયો. તેથી તેણે સિદ્ધસેનને પ્રાર્થના કરી. સિદ્ધસેને કહ્યું તમારી આપત્તિ નિવારણ થશે. પછી તેમણે પોતાના પ્રભાવથી વિક્રમનું સૈન્ય થોડું છતાં તેને લબ્ધિથી વિસ્તારવાળું કર્યું. લબ્ધિના પ્રતાપથી શત્રુએ વિક્રમનું અસંખ્ય સૈન્ય દીઠું. પ્રતિપક્ષી રાજા ડરી ગયો કે વિક્રમની સાથે યુદ્ધ કરતાં મારો પરાભવ થશે, એમ ધારી તે પાછો ગયો. દિવાકરનું આટલું બધું પરાક્રમ જોઇ વિક્રમે તેના નામની સાથે સિદ્ધસેન એવું બિરૂદ આપ્યું. જેથી તેમને લોકો સિદ્ધસેનદિવાકર એ નામે નમવા લાગ્યા. સિદ્ધસેનદિવાકરની વિદાયગીરીને દિવસે રાત્રિએ વિક્રમ નગરચર્યા માટે બહાર નીકળ્યો હતો તેવામાં મધ્યરાત્રિએ તે ફરતો ફરતો ઘાંચી લોકોના મહોલ્લા આગળ આવી ચડ્યો. ત્યાં કોઇ ઘાંચી ઘાણી ફે૨વતો વારે વારે એક દોહરો રાગ કાઢી બોલતો, બળદીયાના પુંછડા ઉપર હાથ મુકી તેને ચલાવતો હતો. રાજાને તે સાંભળવાનો ૨સ લાગ્યો. વારે વારે દોહરાનો પૂર્વાર્ધ તે સાંભળવા લાગ્યો. ઉત્તરાર્ધ્વ સાંભળવાની તેને ઘણી અપેક્ષા હતી. પણ તે તેણે કહ્યો નહી. છેવટે પ્રાતઃકાળ સુધી તેણે વાટ જોઇ. પછી ઘાંચીના ઘરની નિશાની રાખી સવારે તેણે કચેરીમાં બોલાવી, રાતે બોલેલા દોહરાને ફરી સંપૂર્ણ બોલવાને કહ્યું. ત્યારે તે નીચેના અર્થનો દોહરો બોલ્યો. ‘બળદ ચાલ, બાપ ચાલ, તું સંસારરૂપી સમુદ્રના તારક એવા કૃષ્ણની પાસે જા કેમકે સર્વ લોક માત્રના સમસ્ત દુઃખને ખેંચીને લેનાર તે છે, માટે તેનું કૃષ્ણ એવું નામ છે. તેને કહે કે તારક એવું વિશેષણ તમારા નામને વળગ્યું છે અને કૃષ્ણ એવું તમારું નામ છે તેમ છતાં આ બધું જગત દારિદ્રરૂપી સમુદ્રમાં કેમ ડુક્યું છે ? વળી જેણે સઘળું દાન કર્યું એવો ઉદાર બળી રાજા પાતાળમાં કેદખાનામાં સડે છે. તેને હજુ કેમ છોડાવતા નથી ? માટે તેને આ અમારો સંદેશો સત્વર કહે ચાલ બાપ ચાલ.' એમ તે ઘાંચીનો અભિપ્રાય સાંભળી, સિદ્ધસેનદિવાકરે પૂર્વે કરેલો ઉપદેશ Repeat થતો હોય એમ વિચારી વિક્રમ પોતાની પ્રજાને ઋણ મુક્ત કરવાને તત્પર થયો. તેણે વિચાર્યું કે મારા રાજ્યમાં કોઇ દુઃખી ન જોઇએ. એક વખતે વિક્રમે સિદ્ધસેનદિવાકરને પુછ્યું કે મારા જેવો જૈન રાજા આગળ કોઇ થશે ? ત્યારે દિવાકરે કહ્યું કે હે વિક્રમ રાજન ! સંવત ૧૧૯૯ની સાલમાં કુમારપાળ નામે રાજા તારા જેવો થશે. એ રીતે પોતાના ગુરુની આજ્ઞાથી દિવાકર બાર વર્ષનું પારાંચિત વ્રત પુરુ કરી પુનઃ ગુરુને મળી દ્વાદશાવર્ત વંદન કર્યું ને સઘળી હકીકત તેમને નિવેદન કરી. તેથી ગુરુએ પ્રસન્ન થઇ તેને આચાર્યની પદવી આપી. સિદ્ધસેનદિવાકર એવા ઇન્દ્રિયજયી હતા કે જેને માટે કોઇ પંડિતે નીચે પ્રમાણે કહ્યું છે. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ****** ૨૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy