SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેન તેના સામા આવી ત્રીજો શ્લોક બોલ્યા. જેમાં એટલી બધી ચાતુરી છે કે, એક તો વિરોધાભાસ અલંકાર જણાય છે જ તેની સાથે દ્વિઅર્થી છે, એટલે વિરોધનો શ્લેષથી પરિહાર થાય છે. હે રાજન ! આવી અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો ? કે જે દેખવામાં પણ આવી નથી, એટલું નહી પરન્તુ સાંભળી પણ નથી. જે ધનુર્વિદ્યાના બળથી માર્ગણીઘ (બાણનો સમૂહ) સામો ન જતાં પોતાના ભણી આવે છે, અને ખેંચવાની ગુણ (પણછ) તે સામી જાય છે. માટે તે વિદ્યા ઉલટી છે, પણ તેમ કહેવું નથી. તેનો ભાવ એવો છે કે, માર્ગણ જે (યાચકોનો સમૂહ) તે દાનની આશાએ તારા સામા આવે છે, અને તેથી કરી ગુણ છે (પ્રશંસા) તે દૂર દેશાવર ખાતે જાય છે, એવી પરોપકારરૂપી ધનુર્વિદ્યા તું ક્યાં શીખ્યો. આવો ભાવ સમજી આશ્ચર્ય પામેલો રાજા વળી બીજી દિશામાં મુખ કરી બેઠો. વળી સિદ્ધસેનદિવાકર રાજાના સન્મુખ આવી ચોથો શ્લોક બોલ્યા. જેમાં સહોકિત અલંકાર સમાયેલો છે. હે રાજન ! સૈન્ય સંગાથે ચાલવાને તું તત્પર થાય છે તે સમયે તારી નોબત પર જેવો ડંકો પડે છે તેવા જ શત્રુના હૃદય રૂપી ઘડા ફુટી જાય છે. વળી તે ઘડામાંથી જળનો પ્રવાહ નહીં ચાલતાં શત્રુઓની સ્ત્રીઓના નેત્રમાંથી જળની ધારાઓ વહે છે, એ શું ઓછું આશ્ચર્ય છે? અર્થાત ઘણું આશ્ચર્ય. ચારે શ્લોકથી ખુશ થઈ ચારે દિશાનું રાજ્ય સિદ્ધસેનને જેણે અર્પણ કર્યું છે એવો વિક્રમ રાજા હાથ જોડી લાંબો થઈ તેમના પગમાં પડ્યો. મતલબ કે હવે મારી પાસે કંઈ પણ પદાર્થ તમને આપવા સરખો રહ્યો નહી માટે આ દેહ પણ તમને અર્પણ કર્યો. તમારી ઇચ્છામાં આવે તેમ કરો. એ પ્રકારે સર્વસ્વ અર્પણ કરી રાજા સપરિવાર જૈનધર્મી થયો. સિદ્ધસેનદિવાકરસૂરીના ઉપદેશથી ઉજ્જયિનીના પ્રખ્યાત વિક્રમ રાજાએ શત્રુંજયનો સંઘ વગેરે જૈન માર્ગ સંબંધી ઉત્તમ અનુષ્ઠાનો ઠાઠથી કરાવેલાં છે. વળી એક વખત સિદ્ધસેનદિવાકરસૂરી અને વિક્રમ બન્ને બેઠેલા હતા, તેવામાં રાજાને તૃષા લાગી. તેણે સેવક પાસે જળ માગ્યું, તે વખતે શીઘ્ર કવિતામાં કુશળ એવા દિવાકર મહારાજ આ પ્રમાણે બોલ્યા. હે રાજનું તારા મુખકમળમાં સરસ્વતી રૂપી નદી વસેલી છે અને હમેશાં તારા હોઠના ભાગમાં શોણ (લાલાશ) નદ વહ્યા કરે છે, કાફ રાજાના પરાક્રમને સંભારી આપવામાં દક્ષ એવો તારો દક્ષિણ કરરૂપી દક્ષિણ સમુદ્ર તારા હાથમાં રહેલો છે. આ સઘળી સેનાઓરૂપી નદીઓ તને રોજ ક્ષણ પણ વેગળો મૂકતી નથી વળી સ્વચ્છ અન્તઃકરણરૂપી માનસ સરોવર તારા દેહમાં ભરેલું છે (૧) સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલો તે રાજા ઘણો બળવાન હતો. એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્રને રાક્ષસો સાથે ભારે યુદ્ધ થયું. તેમાં ઇન્દ્ર સહિત દેવતાની હાર થઈ. રાક્ષસો તેમને પીડા કરવા લાગ્યા ત્યારે ઇન્દ્ર પૃથ્વીમાં આવી તે સૂર્યવંશી પરાક્રમી રાજાની સહાય માગી. ત્યારે તેણે કહ્યું કે ઇન્દ્ર તું બળદ થાય અને હું તારા ઉપર બેસી રાક્ષસોની સાથે યુદ્ધ કરું એ વાત તારે અંગીકાર હોય તો હું તારી સહાય કરું. રાક્ષસોના ભયથી આ ગ્લાનિ ભરેલી વારતા ઈન્દ્ર કબૂલ કરી. ઇન્દ્ર બળદ થયો. તેના ઉપર બેસી તેણે સૈન્ય સહિત રાક્ષસોની સાથે યુદ્ધ કરી, તેઓને હરાવ્યા. ત્યારથી તેનું નામ કાફી કહેવાયું અને તેના વંશમાં જે રાજાઓ થયા, તે બધા કાફુ0 રાજાઓ કહેવાય છે. જે વંશમાં ઉત્પન્ન થયેલા રામચંદ્રજી કાફી કહેવાય છે. ૨૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy