SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તો પણ બીજા ઘણાં મરવા તૈયાર થયા ત્યારે તેજપાળે સ્મશાનમાં સેવકોને બેસાડી ઘણો સખ઼ હુકમ કરી લોકનો બળી મરવાનો આગ્રહ નિવારણ કર્યો તે સમયના વર્ણનનું કાવ્ય છે. તેનો અર્થ : એક ઋતુ આવે છે, ને એક ઋતુ જાય છે. એમ વારાફરતી ઋતુ જગતમાં આવ્યા કરે છે પરંતુ આ તો એક મોટુ આશ્ચર્ય થયુ કે બે ઋતુ સંગાથે આવી ? કેમકે વીરધવળનું મરણ થવાથી લોકના નેત્રમાંથી નીકળતાં ઘણાં આંસુ વડે વર્ષાઋતુ, જણાવા લાગી તથા અંતરમાં ઘણો પરિતાપ થવાથી, ગ્રીષ્મઋતુ જણાવા લાગી. પછી તેજપાળ મંત્રીએ વીરધવળના પુત્ર વીસળદેવને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડ્યો. એક દિવસ અનુપમા નામે તેજપાળની સ્ત્રી મરણ પામી, તેનો શોક તેજપાળના અંતરમાંથી કોઇ પ્રકારે પાછો હટતો નથી એવી વાત સાંભળી વિજયસેન નામે જૈનાચાર્ય તેજપાળ પાસે આવ્યા. તેને જોઇ તેજપાળ કાંઇક લાજ પામી, સચેતન થયો. પછી તે આચાર્ય બોલ્યા કે અમે તો આ અવસરમાં તમારું કપટ જોવા તમારી પાસે આવ્યા છીએ. ત્યારે વસ્તુપાળે પૂછ્યું કે હે મહારાજ ! તે કપટ કયું ? ત્યારે આચાર્ય બોલ્યા કે જ્યારે તેજપાળ નાના હતા તેને પરણાવવાને તમોએ ધરણિગ પાસેથી અનુપમા નામે કન્યા માગી; તેનો નિશ્ચય કર્યો. તે વાત એમના જાણ્યામાં આવી. પછી એમણે એ કન્યાનું કેવલ કુરુપપણું છે એમ નિશ્ચય કરી, એ સંબંધ ભાંગવા વાસ્તે ચંદ્રપ્રભ જિનના મંદિરમાં પ્રતિષ્ઠા પામેલા ક્ષેત્રપાળની માનતા માની. કે આ વિવાહ સંબંધ ભાંગશે તો હું આઠ દ્રમ્મ (બે રુપીઆ)નો ભોગ કરી નૈવેદ્ય કરીશ. વલી આજે તે સ્ત્રીના વિયોગથી આટલાં બધા ઉદાસ થયા છે. માટે એ બે વૃતાંતમાં શું સાચુ છે, તે જોવા આવ્યા છીએ. આ પ્રકારે તે આચાર્યના મૂલ સંકેત જ્ઞાનથી તેજપાળે પૂર્વની બધી વાત સંભારી પોતાનું હૃદય દઢ કર્યું. એક દિવસ વસ્તુપાળ મંત્રીએ પોતાનું મૃત્યુ આવી રહ્યું છે એમ નક્કી કરી શત્રુંજય જવાની ઇચ્છા કરી. તે વાત પુરોહિત (પોત) સોમેશ્વર દેવના જાણવામાં આવી, ત્યારે તે મંત્રીને મળવા આવ્યા તે વખતે સેવકોએ સારાં સારાં આસન નાખી આપ્યાં. તો પણ તે ઉપર ન બેઠા, ત્યારે કોઇએ તેમને ન બેસવાનું કારણ પૂછ્યું. ત્યારે એક શ્લોક બોલ્યા. તેનો અર્થ : અભયદાનથી, જલપાનથી તથા ધર્મસ્થાનથી આ સર્વ પૃથ્વીમંડળ તથા યશવડે સઘળું આકાશ મંડળ, વસ્તુપાળે રોકી રાખ્યું છે. માટે ખાલી સ્થાન વિના ક્યાં બેસીએ ? આ પ્રકારે તે કવિનું ઉચિત વચન સાંભળી, તેને યોગ્ય શીરપાવ આપી પ્રસન્ન કરી, તેની આજ્ઞા લઇ વસ્તુપાળે માર્ગ પ્રયાણ કર્યું. અંકેવાલીયા ગામમાં એક નાની ઓરડીમાં નિવાસ કર્યો હતો. ત્યાં ડાભના સંથારા ઉપર સર્વે આહારનો પરિત્યાગ કરી સંથારો (મરણ શય્યા) કર્યો. ગુરુ મહારાજે અંતકાળની આરાધના કરાવી, તેથી જેના સકળ પાપ નાશ પામ્યાં છે એવા વસ્તુપાળે આત્મનિંદા પૂર્વક સર્વ જીવને ખમાવ્યા (ક્ષમા માંગી) તે શ્લોકનો અર્થ : સત્પુરુષોને સંભારવા યોગ્ય એવું કોઇ અદ્ભુત સુકૃત (પુણ્ય) મારાથી થઇ ન શક્યું. મનો૨થમાં ને મનોરથમાં જ કેવળ સઘળું આયખુ ચાલ્યું ગયું. વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy