SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના પાંચે અંગની પ્રસાદી આપી, ઘણાં પ્રસન્ન થઇ, એ સ્ત્રીની ઘણી પ્રશંસા કરી. તે સમયે તેજપાળે બોલેલા શ્લોકનો અર્થ : પ્રિય વાણી સહિત દાન અને ગર્વ રહિત જ્ઞાન અને ક્ષમા સહિત શૂરવીરપણું તથા દાન સહિત ધન, એ પ્રકારના સંયોગવાળા ચા૨ પદાર્થો મળવા ઘણા દુર્લભ છે. આ પ્રકારે અનુપમા, સમગ્ર દાનેશ્વરીમાં મુખ્ય ગણાતી હતી. વળી જૈનાચાર્યો પણ એને આ પ્રકારે વખાણતા હતા. તે શ્લોકનો અર્થ : અનુપમા એવું નામ યથાર્થ છે. કેમ જે લક્ષ્મી ચંચળ છે માટે તેની ઉપમા પણ અનુપમાને સંભવતી નથી. વળી પાર્વતી, ચંડિકા (ક્રોધવાળી) કહેવાય છે. માટે તેની પણ ઉપમા ન દેવાય તથા ઇંદ્રાણીને ઘણી શોક્યો રૂપી દૂષણ છે માટે એની પણ ઉપમા સંભવતી નથી તથા ગંગા પણ નીચા માર્ગમાં ચાલનારી છે માટે એની પણ ઉપમા સંભવતી નથી માટે એનામાં જ એવો અર્થ રહેલો છે કે જેને ઉપમા આપી શકાતી નથી. એક દિવસ પાંચ ગામ સંબંધી લડાઇમાં તૈયાર થયેલા વીરધવળ તથા લવણપ્રસાદને જોઇ વીરધવળની સ્ત્રી જયતલદેવી નામે રાણી સંધિ કરાવવા માટે પોતાનો પિતા જે શોભનદેવ નામે હતો, તેને ઘેર ગઇ. ત્યારે તે બોલ્યો કે તું વિધવા થવાના ભયથી સંધિ કરવા અહીં આવી છો? આ પ્રકારનું તેનું વચન સાંભળી શૂરવીર મધ્યે ચૂડામણી સમાન પોતાનો પતિ વીરધવળ છે, એમ ઉન્નતપણે જણાવતી બોલી કે પિતાના કુળનો નાશ થશે એવી શંકાથી આ પ્રકારે વારંવાર કહું છું, નહીં તો જે વખતે વીરધવળ ઘોડા ઉપર બેસી સંગ્રામમાં નીકળશે તે વખતે કોની મગદુર છે કે એના સામો આવી ઉભો રહે ! એમ કહી ક્રોધ સહિત પાછી પોતાના ઘેર આવી. પછી મુક૨૨ કરેલા દિવસે સંગ્રામ લડતા લડતા ઘણા પ્રહારની પીડાથી વ્યાકુળ થયેલો વીરધવળરાજા પૃથ્વી ઉપર પડ્યો તે ઉપર એક શ્લોક છે. તેનો અર્થ : પાંચ ગામની તકરાર માટે થયેલી લડાઇમાં મહાપરાક્રમી વીરધવળ ઘણા ઘા વાગવાથી ઘોડા પરથી પડ્યો તો પણ અહંકાર રૂપી ઘોડા ઉપરથી પડ્યો નથી, આ પ્રકારનો બનાવ જોઇ કેટલાક સુભટો પાછા હટી ગયા. તેની પાસે આવી, લવણપ્રસાદ આ પ્રકારે બોલી ઉશ્કેરણી આપતો હતો કે આપણે આટલા બધા મહા શૂરવીર સ્વારો છીએ. તેમાંથી એક સ્વાર પડ્યો તેથી તમો શું પાછા હટો છો. એમ કહી પોતાના લશ્કરને ઉત્સાહ પમાડી એક ક્ષણ માત્રમાં સમસ્ત શત્રુઓને મૂળમાંથી ખોદી નાખ્યા, એટલે તેમને જીતી લીધા. આ પ્રકારે એકવીશ વાર લડાઇ કરી, પોતાના મહાબળથી શોભતો સંગ્રામનો રસિક લવણપ્રસાદ છે માટે રણક્ષેત્રમાં પિતાની આગળ પ્રાણ રહિત થઇ પડ્યો. તેજપાળે આખો જન્મારો તીર્થ યાત્રા કરી અનેક પ્રકારનું પુણ્ય પેદા કર્યું હતું. તે સઘળું વીરધવળના મરણ સમયે તેની પાસે આવી અર્પણ કર્યું. એક ગણું દાન ને સહસ્ર ગણું પુણ્ય એવી કહેવત છે માટે. ત્યાર પછી વીરધવળની જોડે ચિત્તામાં એકસોને વીશ, તેના પ્રિય સેવકો બળી મર્યા. ૧૮૮ .. ** Tor હોકા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy