SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ગાદેવીનો સ્વર સાંભળ્યો. તે સ્વરના શુકનનો જાણ કોઇ વૃદ્ધ પુરુષ ઉભો હતો; તેની સાથે વસ્તુપાળે તે શુકનનો વિચાર કર્યો કે હે મરુવૃદ્ધ (વૃદ્ધ મારવાડી) આ શુકન ભારે થયા, એમ કહી શુકનથી શબ્દ બળવાન છે એમ વિચારી નગરથી બારણે કરેલા નિવાસમાં દેવાલયનું સ્થાપન કરી પેલા વૃદ્ધ મારવાડીને અવળા શુકન થયા કે શું, એમ વાત પૂછી ત્યારે તે બોલ્યો, કે જ્યાં માર્ગ સંબંધી વિષમપણુ આવે એટલે કયે માર્ગે જવું એમ સંશય પડે તેવી જગ્યાએ અવળા શુકન છે તેને પણ સવળા જાણવા. એમ જ રાજ્યભ્રષ્ટ થયા હોય તેને પણ જેમ માર્ગનું વિષમપણું છે, તેમ તીર્થ માર્ગનું પણ વિષમપણુ જાણવું. માટે જે જગ્યાએ, એ દુર્ગાદેવી (એક જાતની ચકલી) દીઠામાં આવી, તે સ્થળે કોઇ ડાહ્યા માણસને મોકલી તે પ્રદેશની તજવીજ કરો, કે એ કેટલે છેટે બોલી પછી તે પ્રકારે કરવાથી માલુમ પડ્યું કે, સાડાતેર અછોડાવા છેટે બેઠેલી દુર્ગાદેવી હતી. આ વાતનો નિશ્ચય થયા પછી, એનું ફળ મારવાડીએ કહ્યું કે, સાડાતેર તીર્થયાત્રા તમારે થશે ? એમ એ દેવી બોલી, ત્યારે તેજપાળે પૂછ્યું ? કે છેલ્લી અડધી થશે એનું શું કારણ ? ત્યારે તે બોલ્યો કે, તે વાત આ મોટા માંગલિક અવસરમાં કહેવી એ ઠીક નથી, અવસરે નિવેદન કરીશ. એમ કહ્યા પછી સઘળો સંઘ લઇ તે મંત્રીએ પ્રયાણ કર્યું. તે સંઘમાં સાડાપાંચ હજાર સારાં વાહન હતાં તથા એકવીશસો શ્વેતાંબર સાધુ હતા તથા સંઘની રક્ષા કરનાર એક હજાર સ્વારો હતા તથા સાતસે ઊંટડીઓ સંઘના કામમાં સામેલ હતી. સંઘની રક્ષા કરનાર ચાર મોટા સામંતો હતા, આ પ્રકારની મોટી સામગ્રી લઇ ચાલતાં પાલીતાણા પહોંચ્યા. ત્યાં પોતે કરાવેલા, મહાવીરસ્વામીના દેવાલયથી શોભતા લલિતા નામના સરોવરની આસપાસ મુકામ કર્યો. ત્યાં વિધિ સહિત તીર્થની આરાધના કરી મૂળ પ્રાસાદમાં સુવર્ણ કલશ સ્થાપ્યો તથા શ્રી મોઢે૨પુ૨ નામે અવતારની ઉપર શ્રી ઋષભદેવનું તથા પાર્શ્વનાથનું સ્થાપન કર્યું તથા શ્રી મહાવીર નામે દેવાલય કરાવી સન્મુખ પોતાની આરાધક મૂર્તિ સ્થાપન કરી. વળી દેવકુલિકા નામે મંડપશ્રેણીના બે પાસે, ચોકીની બે પગથીઓ સ્થાપન કરી. વળી શકુનિકા નામે વિહાર સ્થાનમાં તેમજ સત્યપુર નામના મંદિર ઉપર, દહેરાસરની આગળ, રૂપાનું તોરણ બંધાવ્યું તથા સંઘને ઉતરવા યોગ્ય કેટલીક ધર્મશાળાઓ બંધાવી તથા સત્યક નામે ધાર્મિક પુરુષનું દેવાલય તથા નંદીશ્વર પ્રાસાદ તથા ઇન્દ્રમંડપ એ સર્વે કરાવી ત્યાં પોતાની તથા પોતાની સાત પેઢીના પૂર્વજોની ઘોડા ઉપર બેઠેલી પ્રતિમાઓ સ્થાપન કરી તથા હાથી પર બેઠેલા શ્રી લવણપ્રસાદની તથા વીરધવળની મૂર્તિ ક૨ાવી તથા ગુરુની મૂર્તિ કરાવી. તેમની આગળ પોતાની આરાધક મૂર્તિ કરાવી, તેની પાસે ચોકી ઉપર પોતાના મોટા બે ભાઇઓ માળવદેવ અને લુણિગ એ બેની આરાધક મૂર્તિઓ સ્થાપન કરી ને પ્રતોલી (પોલી) નામનાં સ્થાનમાં અનોપમ નામનું સરોવર, કપયક્ષનો મંડપ, તોરણ સાથે બંધાવ્યો અને તે સિવાય જૈન ધર્મના અનેક ધર્મસ્થાનો બંધાવ્યા વળી એણે નંદીશ્વર નામનું ધર્મસ્થાન, કટેલીયા પાષાણના (પથ્થરની એક જાત) સોળ સ્થંભવાળું બંધાવ્યું. આ પથ્થરો તેણે દરિયા માર્ગે આણ્યા હતા અને સમુદ્ર કિનારે બંધાવ્યું હતું. એને માટે એમ કહેવાય ઇડર વિક્રમ - ર પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર 20 ૧૮૨
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy