SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેધ કરી પોતાનો વેપાર અર્પણ કર્યો. (પોતાના મુખ્ય પ્રધાનની જગ્યા આપી) તેમાં આ પ્રકારનો લેખ પત્ર કરી આપ્યો કે, જે આજે વર્તમાનકાળમાં તમારી પાસે ધન છે તે કદાપિ તમારા ઉપર કોપ કરું, તો પણ ન લેવું. એવો, પ્રતિજ્ઞાલેખ તમને અર્પણ કરું છું. એ પ્રકારે તામ્રપત્ર કરી આપી એવી પ્રધાન પદવી આપી કે જેમાં અવિનાશી સ્વતંત્ર પણાનો જ સંબંધ જણાયા કરે. પછી રાજાએ ઘણી પ્રસન્નતાથી પોતાનાં પંચાંગમાં ધારણ કરેલાં વસ્ત્ર આભુષણ સર્વે ઉતારી તેજપાળને આપ્યાં. તેજપાળે પણ થોડા કાળમાં યુક્તિથી એ રાજ્યની ઉન્નતિ ઘણી જ વધારી. તે ઉપર નીતિશાસ્ત્રનો શ્લોક છે. તેનો અર્થ : રૈયત ઉપર વેરો નાખ્યા વગર કોશ (દ્રવ્ય ભંડાર) વધારે, વધ કર્યા વિના દેશની રક્ષા કરે ને યુદ્ધ કર્યા વગર દેશ વધારે, તે બુદ્ધિમાન પ્રધાન જાણવો. ઇત્યાદિ સકળ નીતિશાસ્ત્રનો સાર જાણવાથી પરિપકવ બુદ્ધિવાળા તેજપાળે પોતાના સ્વામીની ઘણી વૃદ્ધિ કરી. નિત્ય સૂર્યોદય વખતે વિધિ સહિત તીર્થંકરની પૂજા કરી ગુરુવંદન પૂજન કરતો હતો. પછી ગુરુને દ્વાદશાવર્ત વંદન કરી પચ્ચક્ખાણ લેતો હતો. ને એકેક નવો નવો શ્લોક ગુરુ પાસેથી શીખતો હતો પછી રાજ્ય સંબંધી આવશ્યક કામકાજનો વિચાર કરી, તાજા ભોજન કરતો હતો. એક દિવસ ખાનગી ખરચ લખનાર મુંજાળ નામે મોટા શ્રાવકે અવસર જોઇ રાજાને પૂછ્યું કે સવારના પોરમાં આપ સરકાર ટાઢુ જમો છો કે તાજુ ? આ પ્રકારે બે-ત્રણ વખત પૂછ્યુ ત્યારે આ ગામડીઓ ડોબો છે માટે કાંઇ સમજતો નથી. એમ ધારી ક્રોધથી તિરસ્કાર કરી કહ્યું કે તું તો ગોવાળીઓ છે, એમ કહી ગાળ દીધી. ત્યારે તે ધીરજ રાખી બોલ્યો કે, આપણા બેમાંથી એક જણ હશે. આ પ્રકારનું તેના બોલવાનું ડહાપણ જોઇ ચમત્કાર પામી તેજપાળ બોલ્યા કે તમારા ઉપદેશનું રહસ્ય મારા સમજવામાં આવ્યું નહીં, માટે હે સુજ્ઞ ! યથાવસ્થિત જેમ હોય તેમ કહી સંભળાવો. પછી તે શ્રાવક બોલ્યો કે, જે રસોઇને તમે તાજી જાણી જમો છો, તે રસોઇ ઘણી ટાઢી છે. કેમ કે તે પૂર્વ જન્મના પુણ્યરૂપ છે. માટે આજે તે અતિશય ટાઢી થઇ ગઇ એમ માનું છું. આ પ્રકારનો ગુરુમહારાજનો સંદેશો હતો તે મેં તો કહી સંભળાવ્યો ને એનું તત્ત્વ તો તે જાણે છે. માટે ત્યાં આપ સાહેબને પધારવું ઘટે છે. આ પ્રકારે તે શ્રાવકની વાત સાંભળી તેજપાળ પોતાના કુળ પરંપરાથી ચાલતા આવેલા શ્રી વિજયસેન નામે ગુરુ પાસે જઇ ગૃહસ્થ સંબંધી ધર્મ પૂછ્યો ત્યારે તે ગુરુએ જિનેશ્વરનો કહેલો ઉપાસકદશાંગ નામે સાતમા અંગમાંથી દેવપૂજા, આવશ્યક, સુપાત્રદાન આદિ ગૃહસ્થનો ધર્મ કહી સંભળાવ્યો. પછી તે દિવસથી આરંભી તેજપાળે જિનપૂજા, મુનિદાન, પ્રમુખ ધર્મ સંબંધી કામ વિશેષપણે કરવા માંડ્યાં. ત્રણ વર્ષથી એકઠુ કરવા માંડેલ દેવ ખાતા સંબંધી છત્રીસ હજાર ધનવડે, બાઉલા નામે ગામમાં શ્રી નેમિનાથ દેવનો પ્રાસાદ કરાવ્યો. સરસ્વતી કંઠાભરણ, લઘુ ભોજરાજ, મહાકવિ ઇત્યાદિ સારી નામના પેદા કરનાર શ્રી વસ્તુપાલ મંત્રીએ સંવત્ ૧૨૭૭ના વર્ષમાં મોટી યાત્રા આરંભી. ગુરુએ દેખાડેલા શુભલગ્ન વખતે સંઘાધિપતિપણાનો અભિષેક થયા પછી શ્રી દેવાલયનું પ્રસ્થાન, આરંભ કરતાં દક્ષિણ માર્ગે વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ ૧૮૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy