SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ સિદ્ધરાજે સંસાર સમુદ્ર તરવાની ઇચ્છાએ સર્વ પંડિતોને એકઠા કરી દેવતત્ત્વ, ધર્મતત્ત્વ તથા પાત્રતત્ત્વ શું છે તેનો નિશ્ચય કરી કહો એમ પૂછયું, ત્યારે સર્વે પંડિતોએ પોત પોતાના દર્શનને શ્રેષ્ઠ બતાવી અન્ય દર્શનની નિંદા કરી, તેથી રાજાનું ચિત્ત ચકડોળે ચડ્યું. ત્યારે હેમચંદ્રાચાર્યને બોલાવી આ સંદેહ કહ્યો, તે સાંભળી હેમચંદ્રાચાર્યે ચૌદ વિદ્યાનું રહસ્ય વિચારી પુરાણ સંબંધી નિર્ણય કહ્યો. પૂર્વે કોઈ મોટા વેપારીએ પોતાની પ્રથમ પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી પોતાના ઘરની સર્વ સમૃદ્ધિ કોઈ રાખેલી સ્ત્રીને અર્પણ કરી, તેને સ્વાધીન રહ્યો. પછી પ્રથમ પરણેલી સ્ત્રીએ પતિવશ કરવાના ઔષધની તજવીજ કરવા માંડી. તે વખત કોઈ ગૌડ દેશના બ્રાહ્મણે કહ્યું કે, હું તને તારો પતિ એવો વશ કરી આપું કે જેમ કોઈ જડ પદાર્થને દોરીએ બાંધી જેમ નચાવીએ તેમ નાચે. એવું પતિને વશ કરનાર કામણ ઔષધ આપું. આ વાત સાંભળી તે સ્ત્રીએ તે પુરુષનું મનરંજન કરી તે ઔષધ લાવી અન્નમાં પતિને ભક્ષણ કરાવ્યું, પણ તે દિવસ ક્ષયતિથિવાળો હતો એટલી ચૂક પડવાથી, તે દિવ્ય ઔષધના પ્રતાપથી તે ધણી પુરુષ મટી તત્કાળ બળદ થયો. ફરી તે બ્રાહ્મણ ન મળવાથી તથા તે બળદપણું મટાડવાનો ઉપાય પણ ન પૂછેલો હોવાથી, એ સ્ત્રીને ઘણો પશ્ચાત્તાપ થયો. આ વાત પ્રસિદ્ધ થવાથી લોકોના તિરસ્કારને સહન કરતી તથા રુદન કરતી સમૃદ્ધિનો નાશ થવાથી એ સ્ત્રી ઘણું કષ્ટ ભોગવતી હતી. એક દિવસ વનમાં મધ્યાહ્ન સમયે ઉનાળાના તાપથી તપેલી કોઈ લીલા તરણાવાળી જમીનમાં બળદરૂપી પતિને ચરાવતી થાકીને કોઈ વૃક્ષ તળે બેઠી બેઠી પોતાના કર્મની નિંદા કરી અતિશય વિલાપ કરતી હતી. એ સમયમાં આકાશમાર્ગે વિમાનમાં બેસી ઈશ્વર પાર્વતી જતાં હતાં, ત્યારે પાર્વતીએ તે સ્ત્રીનો વિલાપ સાંભળી તેનું કારણ ઈશ્વરને પુછુયું. પછી પાર્વતીએ ઇશ્વરથી સઘળી વાત જાણી એ સ્ત્રીના દુઃખને મટાડવાનો આગ્રહ કરી ઈશ્વર પાસે આકાશવાણી કરાવી તે સ્ત્રીને સંભળાવ્યું કે, આ વિમાનની છાયા નીચે રહેલું ઔષધ ભક્ષણ કરાવવાથી એ પુરુષ થશે, એમ કહી ઇશ્વર પાર્વતી અંતરધ્યાન થયા પછી તે સ્ત્રીએ વિમાનની છાયાની નિશાની રાખી હતી તે છાયા તળેની ઔષધિના અંકુરા લાવી લાવી ખવરાવવા માંડ્યા. તેમાં એક ઔષધિનો અંકુરો એવો આવી ગયો કે, તેનું ભક્ષણ થવાથી તત્કાળ બળદ મટી પુરુષ થયો. તેમજ હે રાજન ! કલિકાલના પ્રતાપથી મહા મોહ વડે પાત્રનું જ્ઞાન ઢંકાઈ ગયું છે. માટે સર્વ દર્શનનું આરાધન કરવાથી અજાણપણે પણ પાત્ર મળવાથી મોક્ષ થાય છે. એ પ્રકારનો હેમચંદ્રાચાર્યનો નિર્ણય સર્વને માનવા યોગ્ય થયો ને સિદ્ધરાજે સર્વ દર્શનનું ઘણું સન્માન કરવા માંડ્યું. આ પ્રકારે સર્વ દર્શન માન્યતાનો પ્રબન્ધ પૂરો થયો. એક દિવસ સિદ્ધરાજ કર્ણમેરુ નામે પ્રાસાદમાં બેઠા બેઠા નાટક જુવે છે. તે વખત કોઈ ચણાના વેચનારા વાણિયાએ, તે નાટકમાં એવો ચમત્કાર દેખાડ્યો કે, પોતાના ખભા ઉપર કેટલાકને ઉપરા ઉપરી બેસાડી તથા હાથ મૂકાવી, અતલભાર ઉંચકી બતાવી અપૂર્વ નાટક લીલા કરી રંજન કરી ઘણા ઉંચે બેઠેલા રાજા પાસેથી કપૂર સહિત પાનબીડાની મોજ વારંવાર લીધી. પછી નાટકની સમાપ્તિ ૧૪૦ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy