SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (રાજ માર્ગ વિનાના રસ્તે) કાઢી મૂક્યો તેથી કુમુદચંદ્રને મહા ખેદ થવાથી મોટો રોગ ઉત્પન્ન થયો ને તે મરણ પામ્યો. હવે સિદ્ધરાજ ઘણો આનંદ પામી શ્રીદેવચંદ્રાચાર્યનો મોટો પ્રભાવ વિસ્તાર કરવા મોટી ધામધુમથી વાજતે ગાજતે તથા તેમના માથા ઉપર ધોળા ચામર છત્ર ધારણ કરાવી તેમજ ઘણા સેવકો ચામર કરે છે એ પ્રકારે શોભાનો ઠાઠ કરાવી, પગે ચાલતા રાજાએ દેવચંદ્રસૂરીનો હાથ ઝાલી, જાહડ શ્રાવકે કરાવેલા મહાવીરસ્વામીના મંદિરમાં દર્શન કરાવી, તેમના સ્થાનમાં મોટા ઉત્સવથી પ્રવેશ કરાવ્યો. તે જાહડે એ દિવસે ત્રણ લાખ રૂપીઆ વાપર્યા. યાચકોને દાન આપ્યાં. હે વાદિ ચક્રવર્તી ! આ જગ્યાએ પધારો ! ઇત્યાદિ શબ્દોને બોલતા બંદિજનોને એ માંગલિક મહોત્સવમાં ઘણો દ્રવ્ય લાભ થયો ને સઘળા નગરમાં એ આનંદ ઉત્સવ છવાઇ રહ્યો. જીત પામેલા એ આચાર્યોને ઇચ્છા ન હતી તો પણ બળાત્કારે સિદ્ધરાજે પ્રસન્ન થઇ બાર ગામનો લેખ કરી આપ્યો. હવે પાટણનો રહેનાર વંશ રહિત આભડ નામે વાણિયાનો પુત્ર એક કંસારાની દુકાને હાટે વાસણ ઘસવાનું કામ કરી નિત્ય રોજીંદી જરૂરીયાત પૂરતા પૈસા પેદા કરી શરીરનો નિર્વાહ કરતો હતો. તે બે વખત હેમચંદ્રાચાર્યના ચરણ કમળમાં પડિકમણું કરતો હતો. તે ઘણો ચતુર હોવાથી અગસ્તિ મતની તથા બૌદ્ધ મતની રત્ન પરીક્ષાના ગ્રંથોનો જાણ થઇ, રત્ન પરીક્ષક પુરુષોનો સમાગમ કરી તે કામમાં તેને ઘણું ડહાપણ મેળવ્યું પછી કોઇ સમયે પેલો વણિક, શ્રી હેમચંદ્રસૂરિ પાસે અલ્પ પરિગ્રહ પ્રમાણનો નિયમ લેવા તૈયાર થયો, તે વખતે સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી તેનું મોટું ભાગ્ય છે, એમ ધારી હેમચંદ્રાચાર્યે ત્રણ લાખ રૂપિઆનો પરિગ્રહ બળાત્કારે તેને રખાવ્યો. પછી કોઇક દિવસે કોઇક ગામ જતાં તે વિણકને મારગમાં બકરાનું ટોળું મળ્યું. તેમાં એક બકરીના ગળે તેના ધણીએ પથ્થરનો કકડો સારો જાણી બાંધેલો, તે દેખી આ વાણિયાને રત્નની પરીક્ષા હોવાથી તેણે તે બકરી તત્કાળ વેચાતી લીધી અને તેની કોટે બાંધેલા પથ્થરને ઘસાવી જોયો તો તે ઘણું ઉત્તમ જાતનું મોટું રત્ન નીકળ્યું. પછી સિદ્ધરાજના મુગટ ઘડાવવાના પ્રસંગમાં તે રત્ન લાખ રૂપીયામાં વેચ્યું. તે મૂળ ધનથી વેપાર કરતાં એક દિવસ મજીઠની ભરેલી ગુણો આવી તે સર્વને વેચાતી લીધી. તેમાં વહાણવટીઓએ ચોરના ભયથી સંતાડી ઘાલેલી સોનાની કાંબીઓ (લાંબી લાકડીઓ) નીકળી. તે ધનથી નગરનો મોટો મુખ્ય શાહુકાર થયો. રાજાનો માનીતો નગરશેઠ બન્યો. જિનશાસનને શોભાવનાર મહા દાનેશ્વરી થયો. તેણે ગુપ્તપણે પોતાના દેશમાં તથા પરદેશમાં ઘણા જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી તે એમ સમજતો હતો કે ગુપ્તદાનનું મોટું ફળ છે એમ ધારી ધર્મ સંબંધી કૃત્યો સર્વે ગુપ્ત કરતો. શાસ્ત્રમાં કહ્યું છે કે વેલીઓથી વીંટાયેલું વૃક્ષ તથા મૃત્તિકાથી ઢંકાયલાં બીજ જેમ ઘણી વૃધ્ધિ પામે છે તેમ ગુપ્ત કરેલું પુણ્ય સેંકડો ગણું થાય છે. આ પ્રકારે આભડશાનો પ્રબન્ધ પૂરો થયો. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૩૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy