SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ वाक्यं काव्यमयं शनैश्चरगर्तिमध्यस्तु सौम्योऽपरः सा त्वं चेत्कुरुसे कृपां मयि तदा सर्वेऽनुकूला ग्रहाः ॥१ ॥ અર્થ : હે સુંદરી તારા મુખ રૂપ ચંદ્રગ્રહ છે ને કાલો કેશપાશ, એ તો રાહુ નામે ગ્રહ છે સેંથો પાડી વાળેલા ચોટલામાં વચ્ચે કરેલું હિંગલોકનું ટપકું એ સૂર્ય નામે ગ્રહને ઠેકાણે છે. છાતીમાં ઉભરતા મોટા સ્તન, એ તો ગુરુ નામે ગ્રહ છે તથા લાલ હોઠ તો મંગલ નામે ગ્રહ છે ને તારી ભ્રકુટી કેતુ નામે ગ્રહ છે. કાવ્ય એટલે શુક્ર નામે ગ્રહ તો તારા વાક્યમાં જ રહ્યો છે. શનૈશ્ચર નામે ગ્રહ તારી ચાલમાં સહજ સ્વભાવે રહ્યો છે. તારે મધ્ય ભાગ એટલે કેડ અતિશય સૌમ્ય (સુંદર) છે. બીજો અર્થ સૌમ્ય એટલે સોમનો (ચંદ્રનો) પુત્ર બુધ નામે ગ્રહ છે. આ પ્રકારે સર્વે ગ્રહ તારા શરીરમાં નિવાસ કરી રહ્યા છે માટે જો તું મારે અનુકુળ થાય તો મારા સર્વે ગ્રહ સુધરી ગયાં અને જો તું પ્રતિકૂળ થઇ તો મારા સર્વે ગ્રહ વાંકા થયા. એટલે આકાશમાં ટમટમતા ગ્રહનું મારે કાંઇ પણ પ્રયોજન નથી ફક્ત તારી કૃપા થવી જોઇએ. આ વચન સાંભળી અતિ પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ પોતાની મેળે જ કાલીદાસને આલિંગન કર્યું. વળી એ જ પલંગમાં નાના પ્રકારની યાત્રા ક૨વા વિષે રૂચિવાળી વાણિયાની કન્યાએ પોતાના શરીરને સ્પર્શ કરવા ઇચ્છતા કાલીદાસને કહ્યું કે તમો એક મોટી તીર્થ યાત્રા કરી આવી પવિત્ર થયા પછી મને હાથ અડાડો. ત્યારે તેનું મનોરંજન કરવા એક શ્લોક બોલ્યા. જે . मध्यं विष्णुपदं कुचौ शिवपदं वक्त्रं विधातुः पदं, धम्मिलः सुमनः पदं प्रविलसत्काञ्चो नितम्बस्थली । वाणी चेन्मधुराधरोऽरूणधरः श्रीरङ्गभूमिवपुः જિતે સ્ત્રિ ! થયામિ મુખ્યવૃતિ ત્યું નિર: સેવ્યસે રા અર્થ : હે સ્ત્રી તારી અતિશય પાતળી કેડ છે, તેની ઉપમા દેવા ઝીણામાં ઝીણી વસ્તુની તપાસ કરતાં વિષ્ણુપદ (આકાશ) આવે છે, તે સંબંધી તીર્થયાત્રાઓ તો તારા કટી ભાગમાં નિવાસ કરી રહી છે. શિવ સંબંધી જેટલી તીર્થયાત્રાઓ છે, તે શિવના સ્થાનમાં જ કહેવી સંભવે છે. માટે તે શિવના સ્થાનરૂપ કૈલાસપર્વતનાં ઉંચા બે શિખરની ઉપમા તારા સ્તનને અપાય છે. તેથી શિવજીની સઘળી તીર્થયાત્રાઓનો સમાવેશ તારા હૃદય ઉપર કહેવો એ અશક્ય નથી. તથા બ્રહ્મા સંબંધી સઘળી તીર્થયાત્રાઓ તેના સ્થાન રૂપ કમલમાં છે, એમ કહેવું અઘટિત નથી. માટે તારા મુખ કમલમાં બ્રહ્મતીર્થનો સમાવેશ સહેજે થાય છે. વળી તેત્રીશ કાટી દેવતાનો નિવાસ તારા કેશપાશમાં છે. કેમ કે ચોટલામાં ગુંથેલા પુષ્પના સમૂહથી જાણે સત્પુરુષોએ ભક્તિભાવથી પૂજન કરી પુષ્પોથી ગરકાવ કરેલા દેવના સમૂહ જેવો તે કેશપાશ દેખાય છે, માટે તે સુમનસ્ (પુષ્પ તથા સત્પુરુષો)નું સ્થાન છે એમ કહેવું યોગ્ય છે. વળી નિતંબભાગ ઉ૫૨ ૨હેલી સુંદર કટીમેખલા એ જ શિવકાંચી, વિષ્ણુકાંચી નામની બે પુરીઓ મોક્ષ આપનારી તીર્થયાત્રા છે. તે પુરાણમાં કહ્યું છે કે GK ૧૦૪ きゅ Sit પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy