SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આવી. એકદમ રાત્રિએ તે કન્યાઓના ઉતારામાં છાનોમાનો એકાંત જગ્યામાં ઘુસી બેઠો. બધી રાત જતી રહી તો પણ તે ચારે થાકેલી માટે ઉંઘી ગઈ તેથી કંઈપણ વાતચીત તેમને થઈ નહીં. છેવટે સુર્યોદય સમય થયો. કાલીદાસે વિચાર્યું કે આજે નક્કી લાજ જવાની. છેવટે તે ઘણો ગભરાયો. એટલામાં એક કન્યા ઉઠી ગવાક્ષમાં જોઇ નીચેનું પદ બોલી – अभूत्प्राची पिङ्गा रसपतिरिव प्राप्य कनकं અર્થ : સૂર્યોદય થવાથી પૂર્વદિશા પીળી થઈ. જેમ સોનાના મેળાપથી પારો પીળો થાય છે તેમ, આવું પદ સાંભળી નીચે સાંભળવાને બેસી રહેલા કાળીદાસે નક્કી કર્યું કે એ સોનારણ છે. શ્લોકનું પહેલું ચરણ બીજીને કાને પડવાથી તે ઉઠી અને બીજું ચરણ બોલી. गतच्छायश्चन्द्रो बुधजन इव ग्राम्यसदसि ચન્દ્રની કાન્તિ ઝાંખી થઈ, જેમ પંડિત પુરુષ મૂર્ખની સભામાં જઈને ગ્લાનિ પામે તેમ. બીજુ પદ સાંભળી કાલીદાસે જાણ્યું કે તે બ્રાહ્મણની પુત્રી છે. ત્રીજી કન્યા ઉઠીને ત્રીજું ચરણ બોલી - क्षणाक्षीणास्तारा नृपतय इवानुद्यमपरा જોત જોતામાં આકાશમાં તારાઓ અસ્ત થયા જેમ નિરુદ્યમી રાજાઓ ક્ષય પામે તેમ. આ વચન સાંભળી કાલીદાસે નક્કી કર્યું કે તે ક્ષત્રિયની પુત્રી છે. ચોથી ઉઠીને ચોથું પદ બોલી - न राजन्ते दीपा द्रविणरहितानामिव गृहाः ॥१॥ દીવા શોભતા નથી જેમ દ્રવ્ય રહિતનાં ઘર ન શોભે તેમ. કાલીદાસે જાણ્યું, તે વાણિયાની પુત્રી છે. આ શ્લોક ગ્રહણ કરી કાલીદાસ છાનોમાનો પોતાને ઘેર આવ્યો. કન્યાઓ પોતાનો નિત્ય વિધિ કરી દરબારમાં ગઈ. રાજાએ સઘળા પંડિતોને બોલાવ્યા. તેમનાં મોઢાં ઉતરી ગયાં હતાં. ચહેરા ઉપરથી કન્યાએ જાણ્યું કે બધા લાચાર થયા છે તેવામાં કાલીદાસ સભામાં આવ્યા. રાજાએ પંડિતોને પૂછ્યું કહો આ કન્યાઓની શી જાત છે. પ્રશ્ન સાંભળી કાલીદાસે ઉપલો શ્લોક સભાને બોલી બતાવ્યો અને દરેકની જાત ઉપર પ્રમાણે કહી બતાવી. સઘળી સભા પ્રસન્ન થઈ અને ચારે કન્યાઓ કાલીદાસને મનથી વરી ચુકી. ચારતં તુ તુનાપિ એ ન્યાયથી કાળીદાસે તેમને અંગીકાર કરી, અને દેશાંતરથી આણેલું ધન કાળીદાસને આપ્યું. પછી તેમાંથી એક બ્રાહ્મણની કન્યા કાલીદાસનો સંગ કરવાની ઈચ્છા બંધ કરી રીસાઈ બેઠી હતી. તેને મનાવતાં ઘણો શ્રમ થયો ત્યારે એ સ્ત્રીના મુખથી એવા અક્ષરો નીકળ્યા કે જ્યારે ગ્રહયોગ અનુકુલ આવશે ત્યારે એ વાત પણ બનશે. આ વાત સાંભળી કાલીદાસ એક શ્લોક બોલ્યા. वक्त्रेन्दुः कबरीभरस्तव तमः सीमन्त सूर्योगुरू वक्षोजावधरः स चावनिजनिः केतुर्भुवौ सुन्दरि ભોજ તથ ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy