SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ 17 ધર્મશાસ્ત્રોના આધારે આચાર્યની પરિભાષા આ પ્રમાણે છે. પંચપરમેષ્ઠીઓની ગણનામાં અરિહંત અને સિદ્ધ પછી આચાર્યનું ત્રીજું સ્થાન છે. આચાર્ય કુંદકુંદાચાર્ય ‘અષ્ટપાહુડીમાં આચાર્યની વ્યાખ્યા કરતાં જણાવે છે કે, “જે જ્ઞાનમય છે. સંયમમાં શુદ્ધ છે. સુવીતરાગી છે, અને સાધારણ મુનિઓને કર્મોનો ક્ષય કરાવવાવાળી શુદ્ધ શિક્ષા-દીક્ષા આપે છે, તે આચાર્ય પરમેષ્ઠી જિનેશ્વરદેવના સાક્ષાનું પ્રતિબિંબ જેવા હોય છે.” આચાર્ય પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે કે, "तत्र आचरन्ति तस्माद् व्रतानि इति आचार्यः' અર્થાત્ જે સ્વયં વ્રતોનું આચરણ કરે છે અને બીજાને કરાવે છે તે જ આચાર્ય કહેવાય છે.' એ તો સિદ્ધ છે કે આચાર્ય સ્વયે ઉચ્ચ કોટિનું ચારિત્રનું પાલન કરે છે, મહાવ્રતોને ધારણ કરે છે અને બીજાને પણ કરાવે છે. તેઓ મુનિ-સંઘના અગ્રણી હોય છે. મુનિ-સાધુ જીવનના સંચાલનમાં તેમની આજ્ઞા અંતિમ અને સર્વમાન્ય હોય છે. આચાર્ય ભક્તિ : શુદ્ધ ભાવથી આચાર્યનો અનુરાગ કરવો એને આચાર્ય ભક્તિ કહેવાય છે. આચાર્યમાં અનુરાગનો અર્થ છે આચાર્યના ગુણોમાં અનુરાગ કરવો. આચાર્ય શ્રુતસાગરસૂરિ આચાર્ય-ભક્તિ વિશે જણાવે છે કે, “અનુરાગથી અનુસરીને જ ભક્ત, ક્યારેક તો આચાર્યોને નવાનવાં ઉપકરણોનું દાન આપે છે, ક્યારેક વિનયપૂર્વક તેમની સામે જાય છે, ક્યારેક તેમના પ્રત્યે આદરભાવ દેખાડે છે અને ક્યારેક શુદ્ધ મનથી તેમના પગનું પૂજન કરે છે.” આચાર્ય કુંદકુંદે આચાર્યોને પ્રણામ કર્યા છે પરંતુ તેઓને જ કે, "જે ઉત્તમ ક્ષમા, પ્રસન્નભાવ, વિતરાગતા અને તેજસ્વિતાથી યુક્ત છે તથા જે આકાશની જેમ નિર્લિપ્ત અને સાગરની જેમ ગંભીર છે." આચાર્ય પૂજ્યપાદે આચાર્ય ભક્તિમાં આચાર્યના વિવિધ ગુણોનું વિશદ વર્ણન કર્યું છે. અનેક ગુણોથી યુક્ત આચાર્યની ભક્તિ કરવાથી જે ફળ મળે છે, તે વિશે તેઓ જણાવે છે કે, “યોગમાં સ્થિર, તપની વિવિધ વિધિઓના સંપાદનમાં અગ્રણી, પાપકર્મના ઉદયથી થવાવાળા જન્મ-મરણનાં બંધનોમાંથી મુક્ત આચાર્યોને નમસ્કાર કરવાથી, શાશ્વત, નિર્દોષ અને અનંત મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે.” શાસ્ત્રકારોએ ભગવતી આરાધનામાં વિશુદ્ધ ભાવથી આચાર્યોની તીવ્ર ભક્તિ કરવાની વાત કરી છે. અને તેનું ફળ પણ મોક્ષસુખની પ્રાપ્તિનું જ છે. આવા આચાર્યોનું સ્મરણ, જિનેશ્વરદેવની જેમ જ મંગલમય છે. અનેક આચાર્યોએ પોતાનાથી પૂર્વે થયેલા આચાર્યોનું સ્મરણ માત્ર એટલા માટે જ કર્યું છે કે, જેનાથી પોતે આરંભેલું શાસ્ત્ર
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy