SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ ભક્તિનો બીજો પર્યાયવાચી શબ્દ શ્રદ્ધા પણ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં ભક્તિને શ્રદ્ધા જ કહી છે. આચાર્ય સમન્તભદ્રજીએ સમીચીન ધર્મશાસ્ત્ર'માં શ્રદ્ધા અને ભક્તિ વિશે એક જ અભિપ્રાય માન્યો છે. અમરાપ્સરમાં પરિષદિ ચિર રમત્તે જિનેન્દ્રભક્તાઃ સ્વર્ગ ।।૬૭ના લખ્વા શિવં ચ જિન ભક્તિરુપતિ ભવ્યઃ ॥૪૧’ 55 શ્રી ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થધિગમ્'માં શ્રદ્ધાને જ સમ્યગ્ દર્શન કહ્યું છે. જ્યાં સુધી શ્રદ્ધા-ભક્તિનો જન્મ ભક્તના મનમાં ન થાય ત્યાં સુધી આત્મા સ્વરૂપનાં દર્શન પણ થવાં અશક્ય છે તેથી જ ભક્તને ભગવાન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે જ તેના સ્વરૂપનું દર્શન થાય છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો પ્રયાસ જ આત્મદર્શન કરાવવામાં સમર્થ હોય છે. વસ્તુતઃ ભક્તિમાં દૃઢ શ્રદ્ધા જ રહેલી હોય છે અને તે જ ભક્તને સામર્થ્યવાન બનાવે છે. ભક્તિ અને અનુરાગ, આ બંને શબ્દો પણ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. આચાર્ય પૂજ્યપાદે ભક્તિની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે : ‘अर्हदाचार्येषु बहुश्रुतेषु प्रवचने च भावविशुद्धियुक्तोऽनुरागो भक्ति:' અર્થાત્ અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિયુક્ત અનુરાગ જ ભક્તિ છે. ‘હરિભક્તિરસામૃતસિન્ધુ'માં પણ લખ્યું છે કે, ઇષ્ટમાં ઉત્પન્ન થયેલા સ્વાભાવિક અનુરાગને જ ભક્તિ કહેવાય છે. તુલસીદાસે કહ્યું છે કે, જેવી રીતે કામી માણસને નારી પ્યારી હોય છે તેવી જ રીતે જો ભગવાન પ્યારો થઈ જાય તો તે ઉત્તમ ભક્તિ છે. અર્થાત્ સ્ત્રી પ્રત્યે જેટલી તલ્લીનતા હોય છે તેટલી તલ્લીનતા-એકાગ્રતા ભક્ત પ્રભુ પ્રત્યેની ભક્તિમાં કરે તો તે અનુરાગ જ ભક્તિ છે. ભક્તનું મન સંસારનાં કામો કરતાં કરતાં પણ પ્રભુચરણોમાં તલ્લીન રહે તો તે ભક્તની ભક્તિ જ અનુરાગ છે, અને આવો અનુરાગ જ ભક્તિ છે. તાત્પર્ય કે અનુરાગમાં જેવી તલ્લીનતા અને એકનિષ્ઠતા સંભવ છે તેવી અન્યત્ર ક્યાંય નથી. ભક્ત કવિ આનંદઘનજી ભક્તિ વિશે જણાવે છે કે, એસે જિન ચરણ ચિતપદ લાઉં રે મના, એસે અરિહંત કે ગુણ ગાઉં રે મના; ઉદર ભરણ કે કારણે ગાઉવાં બન મેં જાય, ચારો ચરે ચહુર્દિસિ ફિરે, બાકી સુરત બછરુઆ માઁય. ॥૧॥
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy