SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 54 |ભક્તામર તુલ્યું નમઃ | ભક્તકવિની અનુભૂતિનું વાણીસ્વરૂપ તે સ્તોત્ર દેવ પ્રત્યેની ભક્તિ જ કવિને મુખરિત કરે છે. આમ્રમંજરીના દર્શનથી કોકિલા સ્વતઃ ટહુકી ઊઠે તેમ (માનતુંગાચાર્ય ભક્તામર સ્તોત્ર ૫) આચાર્ય માનતુંગ પોતાને અલ્પબુદ્ધિ અને સ્તુતિ રચવામાં અસમર્થ માની ભક્તિના કારણે જ ઇષ્ટ સ્તવન માટે પોતે પ્રવૃત્ત થયા છે એવું જણાવે છે. સોડાં તથાપિ તવ ભક્તિ વશાનુનીશ, કતું સ્તવં વિગતશક્તિ રપિ પ્રવૃત્તઃ ” મહાન વિદ્વાન આચાર્યો અને નિગ્રંથકારોએ ભક્તિને પોતાના સ્તોત્રમાં જુદા જુદા સ્વરૂપે વર્ણવી છે. આચાર્ય પૂજ્યપાદે અનુરાગને જ ભક્તિ કહી. આ જ અનુરાગ નારદના “ભક્તિસૂત્રમાં પણ જોવા મળે છે. આચાર્ય સમન્તભદ્ર એ પણ “સ્વયંભૂ-સ્તોત્ર' અને “સ્તુતિ-વિદ્યા' બંનેમાં ભક્તિરસની ગંગા વહેવડાવી છે. પ્રસિદ્ધ દાર્શનિક ભટ્ટ અકલંકે “અકલંક-સ્તોત્રમાં વિશુદ્ધ ભક્તિરસ વર્ણવ્યો છે. કલિકાલસર્વજ્ઞ સહૃદયી ભક્ત શ્રી હેમચંદ્રાચાર્યે અન્ત-સ્તોત્ર, મહાવીર સ્તોત્ર અને મહાદેવ-સ્તોત્રમાં ભક્તિના રસથાળ પૂર્યા છે. તાત્પર્ય કે જૈન સ્તોત્રકારો-આચાર્યો, નિગ્રંથકારોમાં કદાચ કોઈક જ એવા હશે કે જેણે સૈદ્ધાંતિક વિદ્વત્તાની સાથે સાથે ભક્તિરસથી ભરપૂર કાવ્યોની સ્તોત્રોની રચના ન કરી હોય. સંસ્કૃત-પ્રાકૃતઅપભ્રંશમાં રચાયેલાં સ્તોત્ર-સ્તુતિઓમાં જૈન ભક્તિનું સવિશેષ સ્થાન છે. જિન-ભક્તિનું સ્વરૂપ ભક્તિ શબ્દની વ્યુત્પત્તિ વિશે અભિધાન-રાજેન્દ્રકોશમાં જણાવ્યું છે કે, “મન ધાતુમાં ‘વિરતન' સ્ત્રીલિંગ પ્રત્યય લાગવાથી ભક્તિ શબ્દ નિષ્પન્ન થાય છે.” ‘મન’ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે ભક્તિનો અર્થ છે સેવા, સાચી સેવા ત્યારે જ થાય કે જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય. ‘અર્થ કલ્પલતાવૃત્તિમાં જણાવ્યા અનુસાર, મત્તે ગાન્તર પ્રીતે | એટલે કે અહીં ભક્તિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે. ‘ પ દ્ર મwવે'માં પણ ભક્તિને સેવા કહી છે. અભિધાન-રાજેન્દ્રકોશ'માં ‘સેવાયાં વિવિનય સેવા' કહીને ભક્તિને સેવા તો માની જ છે. સેવાનો અર્થ પણ વિનય કર્યો છે. અર્થાત્ ભક્તિનો અર્થ સેવા પણ થાય છે. સાચી સેવા તેની જ થાય છે કે જેના માટે હૃદયમાં અંતરનો પ્રેમ પ્રગટ્યો હોય અને આ પ્રેમ દ્વારા જે સેવા કરવામાં આવે છે તે જ ભક્તિ છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy