________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 43 ઉગ્ર ચારિત્રશીલ અને ઘોર તપસ્વીઓના ગુણોની યશગાથાનું ગાન અને તેની સ્તુતિ છે. શ્રી જિનેશ્વરદેવો વિશ્વમાં સર્વોત્કૃષ્ટ કોટિના ચારિત્રવાન - સંયમી અને ઉગ્ર તપસ્વી થઈ ગયા. આ બંને દ્વારા કર્મની નિર્જરા કરીને આ મહાપુરુષો કેવળજ્ઞાનને પામ્યા. આ સાથે શ્રી જિનેશ્વ૨દેવોના જીવનમાં એક બીજી પણ વિશેષતા હતી અને તે જગતના જીવમાત્ર પ્રત્યે અગાધ કરુણાભાવ. જગતના સર્વે જીવો પ્રત્યેની અગાધ કરુણાથી તીર્થંકર નામકર્મનો બંધ કરી, તીર્થંકર બની શાસનની સ્થાપના કરે છે. વિશ્વ ઉપર મહાન ઉપકાર કરનાર દેવાધિદેવ તીર્થંકર ભગવંતો પ્રત્યે પ્રભુભક્તિ ક૨વાને યોગ્ય આત્માઓનાં હૈયામાં ભક્તિ અને બહુમાનના ભાવ જાગ્રત થયા વિના રહેતા નથી અને સાધકના મનમાં જ્યારે આવા ભાવો ઉત્પન્ન થાય છે ત્યારે તેના કંઠમાંથી સ્વયં સ્ફુરે છે શ્રી જિનેશ્વર ભગવંતનું સ્તુતિ-સ્તોત્ર.
સ્તોત્રમાં ભક્ત કવિ ઇષ્ટદેવનાં નામ, ધામ, રૂપ, ગુણ અને અદ્ભુત ચરિતકાર્યોનો મહિમા ગાઈને રોમાંચિત થાય છે, નૃત્યકૃત્ય બની જાય છે.
ઉપર્યુક્ત કથન પ્રમાણેના વિષયોને આવરી લઈને અનેક વિદ્વાનોએ સ્તોત્રોની રચના કરી છે. ઉદાહરણ રૂપે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી આદિ પ્રાચીન અનેક મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા ભાવોથી સર્જાયેલાં સ્તુતિ-સ્તવના—સ્તોત્રોનો પાઠ આજે પણ આપણને ભાવવિભોર બનાવી દે છે.
શ્રી સિદ્ધસેન દિવાકર ‘કલ્યાણમંદિર સ્તોત્ર’માં જિનેશ્વર પ્રભુના નામનો મહિમા વર્ણવતાં જણાવે છે કે :
આસ્તામચિન્તયમહિમા જિન સંસ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતો ભવતો જન્ત; તીવ્રાતપોપહત પાન્થજનાનિંદાધે, પ્રીણાતિ પદ્મસરસઃ સરસોનલોપ || (કલ્યાણમંદિર સ્તોત્ર : શ્લોક ૭)
અર્થાત્ - “હે જિનેશ્વર, તમારા સ્તોત્રનો મહિમા અચિંત્ય છે તે તો દૂર રહો, પરંતુ માત્ર તમારું નામ જ ત્રણ જગતનાં પ્રાણીઓને ભવભ્રમણથી રક્ષણ આપે છે. જેમ કે ઉનાળાના સખ્ત તાપથી વ્યાકુળ થયેલા પથિકજનોને કમળના સરોવરનો આર્દ્ર−ઠંડો વાયુ જ પ્રસન્ન કરે છે, તો પછી સરોવ૨નું જળ અને તેમાં ઊગેલાં કમળો પ્રસન્ન કરે તેમાં શું આશ્ચર્ય ? તે જ રીતે તમારું નામ માત્ર ગ્રહણ કરવાથી જ પ્રાણીઓનું ભવભ્રમણ દૂર થાય છે તો પછી તમા૨ી સ્તુતિ કરવાથી ભવભ્રમણ દૂર થાય તેમાં શું આશ્ચર્ય ?”’
શ્રી જિનેશ્વ૨દેવના નામસ્મરણમાત્રથી સર્વ આપત્તિઓમાંથી મુક્તિ મળે છે. આઠ પ્રકારના ભયોનું નિવારણ થાય છે એમ શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર'ના ૩૪થી ૪૨ મા શ્લોકમાં