SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 42 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II પાદપૂર્તિરૂપ રચવામાં આવેલાં સ્તોત્રોની સંખ્યા પણ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રી માનતુંગાચાર્ય વિરચિત ‘ભક્તામર સ્તોત્ર’ જે સંસ્કૃત ભાષામાં, વસંતતિલકા છંદમાં રચાયેલું છે. જેમાં અલંકારોનો ભંડાર છે, તેની પાદપૂર્તિરૂપ લગભગ ત્રેવીશ જેટલાં કાવ્યો રચાયેલાં મળી આવે છે. જેમાં કોઈક કર્તાએ દરેક પદ્યના અંતિમ ચરણને લઈને, તો કોઈકે વળી દરેક ચરણ પર પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. જેના વિષયો અલગ અલગ છે. ઉદાહ૨ણ તરીકે જોઈએ તો, સમયસુંદરકૃત ‘ઋષભ ભક્તામર' જે મૂળ કૃતિના દરેક પદ્યના ચોથા ચરણને લઈને પાદપૂર્તિ કરવામાં આવી છે. લક્ષ્મીવિમલકૃત ‘શાંતિભક્તામર', ધર્મવર્ધનગણિકૃત ‘વીર-ભક્તામર' જેમાં મહાવીર સ્વામીના જીવનને આવરી લેતા પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. રત્નસિંહસૂરિત ‘નેમિ-ભક્તામર’ જેમાં રાજિમતી અને નેમનાથ પ્રભુના જીવનના પ્રસંગોનું ગુંથન કરવામાં આવ્યું છે. શ્રી ખેમકર્ણમુનિના અંતેવાસી શ્રી ધર્મસિંહસૂરિએ ‘શ્રી સરસ્વતી-ભક્તામર’ રચ્યું છે જેમાં સરસ્વતીદેવીની સ્તુતિ ક૨વામાં આવી છે. શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રનાં પઘોના ૧૯૨ ચરણો પર પાદપૂર્તિ કરેલી છે. તે ‘શ્રી ભક્તામર સ્તોત્રમ્ - પાદપૂર્તાત્મકમ્' નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત આત્મ-ભક્તામર, શ્રી હરિ-ભક્તામર, શ્રી કાલુ-ભક્તામર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્ર પર રચાયેલાં છે. તેવી જ રીતે કલ્યાણમંદિર સ્તોત્રની પાદપૂર્તિમાં ભાવપ્રભસૂરિ વિરચિત જૈન ધર્મવર સ્તોત્ર, અજ્ઞાત કર્તારચિત પાર્શ્વનાથ સ્તોત્ર’, ‘વીર સ્તુતિ’ આદિ ઉપલબ્ધ છે. એ સિવાય પણ અન્ય સ્તોત્રોની ઘણી પાદપૂર્તિઓની રચના થયેલી છે. સંસ્કૃત ભાષાના અન્ય સ્તોત્રમાં પાત્ર કેશરીનું પાત્ર કેશરી સ્તોત્ર', દેવનંદિ પૂજ્યપાદનું ‘સિદ્ધભક્તિ અને સિદ્ધપ્રિય સ્તોત્ર', બપ્પભટ્ટિનું ‘શાંતિ સ્તોત્ર’, ‘ચતુર્વિશતિજિન સ્તુતિ’, ‘વીર સ્તવ’, ધનંજયનું ‘વિષાપહાર સ્તોત્ર', કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યકૃત ‘વીતરાગ સ્તોત્ર’, ‘મહાવીર સ્તોત્ર’ અને ‘મહાદેવ સ્તોત્ર’, જિનવલ્લભસૂરિ વિરચિત ‘ભવાદિવારણ’ આદિ અનેક સ્તોત્ર, જિનપ્રભસૂરિકૃત ‘સિદ્ધાંતગમ સ્તવ’, વસ્તુપાલ રચિત ‘અમ્બિકા સ્તવન’, મુનિસુંદર વિરચિત ‘સ્તોત્રરત્નકોષ’ આદિ અનેક વૈવિધ્યપૂર્ણ કૃતિઓનો સમાવેશ થાય છે. આ સિવાયની ઘણી રચનાઓ છે. ઘણી અપ્રકાશિત હસ્તલિખિત પ્રતોના રૂપમાં જ્ઞાનભંડારોમાં ભંડારાયેલી છે. તાત્પર્ય કે આવી અનેક રચનાઓ – હજારોની સંખ્યામાં ઉપલબ્ધ અને અપ્રકાશિત સ્તોત્ર આ સિવાયનાં પણ છે. ભાષા, વિષય, ગદ્યાત્મકતા, પદ્યાત્મકતા, નામાભિધાન, પ્રભુના ગુણગાનની ગાથાના અનેક સ્વરૂપે વર્ણવાતાં સ્તોત્રો જૈન સાહિત્યમાં બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે અહીં પ્રતિપાદિત થાય છે. મ્નેિશ્વર પ્રભુના સ્વરૂપનો મહિમા : ઘોર તપ અને ઉગ્ર ચારિત્ર વિના મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. ઉગ્ર ચારિત્ર અને ઘોર તપની આરાધનાનું સત્ત્વ પ્રાપ્ત કરવું કેવી રીતે ? તે એક પ્રશ્ન છે. એ પ્રાપ્ત કરવાનો ઉપાય
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy