SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ 494 // ભક્તામર તુ નમઃ | મહાલક્ષ્મીનો વર્ણ પીળો છે. તેના બે હાથમાં પાણીનો ભરેલો કળશ છે અને ચોથા હાથમાં અંકુશ છે. વળી બંને બાજુ હાથી સૂંઢમાં ચામર લઈને ઢાળી રહેલ છે. મૂર્તિ બનાવવાના જાણકાર પાસે આવી મૂર્તિ બનાવવી જોઈએ અથવા આવા પ્રકારની મૂર્તિ મળી જાય તો તેજ ગ્રહણ કરવી જોઈએ. (૧૭) શુદ્રોપદ્રવનાશક મંત્ર : ૨૭મા શ્લોકની પૂર્તિ રૂપે આ મુદ્રોપદ્રવનાશક મંત્ર અપાયેલો છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો ૨૧ વાર જાપ કરવો. તેથી શુદ્ધ ઉપદ્રવોનો નાશ થાય છે તથા મનોવાંછિતની પ્રાપ્તિ થાય છે. ___ “ॐ नमो ऋषभाय मृत्युजयाय सर्वजीवशरणाय परमब्रह्मणेऽष्टप्रातिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।" (૧૮) સર્વસિદ્ધિકર વિદ્યા : ૩૧મા શ્લોકની પૂર્તિ રૂપે આ સર્વસિદ્ધિકર વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને પછી આ વિદ્યા મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો તેથી વાદમાં વ્યાખ્યાનમાં અન્ય કાર્યમાં સર્વસિદ્ધિ થાય છે તથા સંગ્રામમાં જય મળે છે. વિશેષમાં સર્પ અને ચોરનો ભય દૂર થાય છે. "अरिहंतसिद्धआयरियउवज्झायसव्वसाहुसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईए सुयदेवयाए संतिदेवयाणं सव्वपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाणं ॐ हीं अरिहंतदेवं નમ: I'” શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મંત્રમાં શબ્દફેર હોવા વિશે જણાવે છે કે “અહીં નમ:ના યોગમાં વેવાય' પદ હોવું ઘટે છે. પણ મંત્રમાં સંપ્રદાય બળવાન છે. (૧૯) શ્રી કલિકુંડ સ્વામીનો મંત્ર : ૩૩મા શ્લોકની પૂર્તિ રૂપે આ શ્રી કલિકંઠ સ્વામીનો મંત્ર અપાયેલો છે. તેથી પ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો જાપ કરવો. ૧૨,૦૦૦ શ્વેત કે રક્ત વર્ણવાળા પુષ્પથી જાપ કરતાં સર્વ સિદ્ધિ મળે છે. "ॐ ह्रीं श्रीं कलिकुण्डस्वामिन् ! आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा ।" આ મંત્રનો વિશેષ વિધિ એવો છે કે પોષ વદિ ૧૦ ગુજરાતી માગસર વદિ ૧૦ના દિવસે રવિવારે હોય ત્યારે પ્રારંભ કરવો. આ મંત્રનો જાપ કરતી વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનની તથા શ્રી ચકેશ્વરી દેવીની મૂર્તિ પોતાની સમક્ષ રાખવી. આ પ્રમાણે કરવાથી છ મહિનામાં ચકેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય છે કે સ્વપ્નમાં વરદાન આપે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy