SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર - તંત્ર અને અષ્ટકો 493 છાંટવાથી મરકી વગેરેનો ઉપદ્રવ દૂર થાય છે. (૧૩) દોષનિર્નાશિની વિદ્યા : ૧૮મા શ્લોકની પૂર્તિ રૂપે આ દોષનિર્નાશિની વિદ્યા અપાયેલી છે. તેથી સૌપ્રથમ ૧૦૮ વાર તેનો જાપ કરીને આ વિદ્યામંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. રવિવારના દિવસે આ મંત્રાલરોને યક્ષકદમથી ભોજપત્ર પર લખીને માદળિયામાં મૂકી પોતાની પાસે રાખે તો કોઈ કામણટ્રમણની અસર થાય નહિ તેમજ દિવસે દિવસે કીર્તિ અને પ્રભાવમાં વધારો થાય. "ॐ हीं जंघाचरणाणं ॐ हीं विज्जाचरणाणं ॐ ही वेउव्वियइढिपत्ताणं ॐ ह्रीं आगासगामीणं નમ: વીણા'' (૧૪) અશિવોપશમની વિદ્યા : ૧૯મા શ્લોકની પૂર્તિ રૂપે આ અશિવોપશમની વિદ્યા અપાયેલી છે તેથી સૌપ્રથમ ૧૦૮ વાર જાપ કરવો. તેના પ્રભાવથી બધી જાતના ઉપદ્રવોનું નિવારણ થાય છે. ___ "ॐ हीं मणपज्जवनाणीणं ॐ ह्रीं सीयलेसाणं ॐ हीं तेउलेसाणं ॐ ही आसीविसभावणाणं ॐ ह्रीं दिट्ठीविसभावणाणं ॐ हीं चारणभावणाणं ॐ हीं महासुमिण भावणाणं ॐ ह्रीं तेयग्गि निसग्गाणं સ્વEી |" (૧૫) સૂરિમંત્રઃ ૨૦માથી ૨૫મા શ્લોક સુધીની પૂર્તિ સૂરિમંત્ર વડે થાય છે. કેટલાકના અભિપ્રાયથી આ છ શ્લોકની પૂર્તિ ચિંતામણિ મંત્ર વડે થાય છે તે મંત્ર આ પ્રમાણે છે. “ॐ ह्रीं श्रीं नमिउण पासविसहर वसह जिमफुलिंग ॐ ह्रीं श्रीं अहँ नमः ।" આ મંત્ર ભયહર વિદ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે. (૧૬) મહાલક્ષ્મીનો મંત્રઃ ર૬મા શ્લોકની પૂર્તિ રૂપે આ મહાલક્ષ્મીનો મંત્ર અપાયેલો છે તેથી સૌપ્રથમ તેનો ૧૦૮ વાર જાપ કરીને પછી આ મંત્રનો જાપ કરવો. 8 £ વ7 મહીના નમ: " જે દિવસે મૃગશીર્ષ નક્ષત્ર અને ગુરુવાર હોય તે દિવસે આ મંત્રનો જાપ શરૂ કરવો. પરંતુ તે પહેલાં જે ઘર કે જે જગ્યામાં જાપ કરવો હોય તેને ધોળાવીને જાપસ્થાનની જમણી બાજુએ લક્ષ્મીદેવીની મૂર્તિ પધરાવવી પછી તેની સામે બેસી રોજ ૧૦૦૮ મંત્રનો જાપ કરવો અને તેટલાં જ સોનચંપાનાં ફૂલ ચડાવવાં. આ રીતે એક લાખ જાપ કરતાં મહાલક્ષ્મી પ્રસન્ન થઈને સાક્ષાત્ દર્શન આપે છે અને સાધકના સર્વ મનોરથ પૂરા કરે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy