SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર- તંત્ર અને અષ્ટકો 489 સ્તોત્ર ત્રયમ્' નામના પુસ્તકમાં ગુણાકરસૂરિની વૃત્તિનો તથા શ્રી સારાભાઈ નવાબના પોતાના સંગ્રહની એક હસ્તપ્રતો ઉપયોગ તેઓએ કર્યો છે અને સાથે આપવામાં આવેલી વિધિ માટે આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજીના સંગ્રહની નવ પાનાંની “ભક્તામર વિધિ નામની હસ્તપ્રતનો ઉપયોગ કરવામાં આવેલ છે. વૃદ્ધ સંપ્રદાય અનુસાર જાણ મંત્રો. વૃદ્ધ સંપ્રદાય અનુસાર જે મંત્રોનો જાપ કરવા અર્થે યોગ્ય છે તે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પુસ્તક “ભક્તામર રહસ્યમાં જણાવેલ છે. તેમાં વિપત્તિ દૂર કરનારો મંત્ર, જય મેળવવાનો મંત્ર, સર્વરક્ષાકારી વિદ્યા, સર્વસિદ્ધકાર મંત્ર, સારસ્વત વિદ્યા, રોગાપહારિણી વિદ્યા, વિષાપહારિણી વિદ્યા, ત્રિભુવન સ્વામીની વિદ્યા, સ્વપ્ન દ્વારા શુભાશુભ જાણવાનો મંત્ર, બંધમોક્ષિણી વિદ્યા, શ્રી સમ્માદિની વિદ્યા, પરવિદ્યોચ્છેદિની વિદ્યા, દોષનિર્નાનિશાની વિદ્યા, અશિવોપશમની વિદ્યા, સૂરિ મંત્ર, મહાલક્ષ્મીનો મંત્ર સુદ્રોપદ્રવનાશક મંત્રો, સર્વસિદ્ધિકર વિદ્યા, શ્રી કલિકુંડ સ્વામીનો મંત્ર અને અષ્ટભય અર્થે શ્લોકને જ મંત્ર રૂપે જણાવેલ છે. આ મંત્રો શ્રી ગુણાકરસૂરિએ વૃદ્ધ સંપ્રદાય તરીકે આ સ્તોત્રની ટીકામાં ઉદ્ધાર્યા છે. આ મંત્રો આ પ્રમાણે છે : (૧) વિપત્તિ દૂર કરનારો મંત્ર : આ મંત્ર પહેલા અને બીજા શ્લોકનો પૂરક મંત્ર છે. એટલે સૌ પ્રથમ આ બે શ્લોક બોલીને પછી નીચે જણાવેલ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. મંત્ર : __ “ॐ नमो वृषभनाथाय, मृत्युञ्चयाय, सर्वजीवशरणाय परमपुरुषाय, चतुर्वेदाननाय, अष्टाशदोषरहिताय, अजारामराय, सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय, अष्टमहाप्रतिहार्यचतुत्रिंशदतिशयसहिताय, श्रीसमवसरणे द्वादसपर्षदेष्टिताय, दानसमर्थाय, ग्रह - ના ભૂત – યક્ષ – રાક્ષસ – શ રાય, સર્વશાંતિ રાય, નમશ4 5 વાણી ” ત્રીજા અને ચોથા શ્લોક પણ આ જ પૂરક મંત્ર છે. એટલે સૌ પ્રથમ ૩–૪ શ્લોક બોલી પછી ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરવો. શાંતિ–તુષ્ટિ–પુષ્ટિમાં શ્વેત વસ્ત્ર અને સ્ફટિકની માળા ઇષ્ટ છે. આસન પણ શ્વેત જ રાખવું. (૨) જય મેળવવાનો મંત્ર: આ મંત્ર સાતમા શ્લોકની પૂર્તિ રૂપે અપાયેલો છે. તેથી તેમાં સૌપ્રથમ સાતમા શ્લોકની માળા ગણી, પછી આ મંત્રની માળા ગણવી. રાજ્યસભામાં જવાનો પ્રસંગ હોય કે લશ્કર ચડી આવ્યું હોય ત્યારે આ મંત્રનો જાપ કરવાથી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy