SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ 470 | ભક્તામર સુભ્ય નમઃ દ્વારા કરે છે. જેને પરિપાટીની એક મહાન ભેટ છે કે તેમાં મનને, વચનને અને તેનાથી આગળ વધીને આત્માને લાગેલાં કર્મને સંપૂર્ણ ભૌતિક માને છે. વચન દ્વારા મંત્રોનું ઉચ્ચારણ થાય છે. યંત્ર દ્વારા તેમાં પ્રતિષ્ઠિત થયેલાં દેવ-દેવીઓને નમસ્કાર-પૂજા-અર્ચના થાય છે અને શરીર દ્વારા મંત્ર અને યંત્રની જે વિધિ થાય છે તે તંત્ર છે. મંત્ર-યંત્ર અને તંત્ર ત્રણે એકબીજા સાથે સંલગ્નિત થયેલા છે. મંત્ર-યંત્ર અને તંત્ર વિદ્યાનું જ્ઞાન ગુપ્તજ્ઞાન તરીકે, રહસ્યમય વિદ્યા તરીકે ભારતના સંસ્કૃત સાહિત્યના રોમરોમમાં ફેલાયેલું જોવા મળે છે. જૈન શાસ્ત્રના સાહિત્યમાં તેનો અખૂટ ભંડાર છે. જૈન ધર્મના પાયાનું મૂળભૂત સ્તોત્ર “નવકાર મંત્ર' એ મહામંત્ર છે, પ્રાણમંત્ર છે. તેને ચોદ પર્વનો સાર ગણવામાં આવ્યો છે અને તેનો સીધો સંબંધ પંચપરમેષ્ઠિના ગુણોની ઉપાસના સાથે છે. આ નમસ્કાર મહામંત્રના વિસ્તાર રૂપે અનેક બીજા મંત્રો રચાયા છે જેને “નવસ્મરણ" ગણવામાં આવ્યા છે. તે નવકાર મંત્ર સિવાયનાં બીજાં આઠ સ્મરણ ઉવસગ્ગહર સ્તોત્ર, સંતિકર, સ્તોત્ર, નમિઊણ સ્તોત્ર, તિજ્યપહુક્ત સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર અને બૃહદ્ શાંતિ સ્તોત્ર. આ સર્વે નવકાર મંત્રના વિસ્તારરૂપ સ્તોત્ર છે. જેમાં પંચ પરમેષ્ઠિમાંથી કોઈ પણ એકને લઈને તેના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત બધા જ સ્તોત્રમાં મંત્ર – યંત્ર – તંત્રનો સમાવેશ થયેલો છે અને તેની આરાધના કરવાથી કર્મની નિર્જરા થાય છે. આત્મા પર લાગેલાં કર્મનાં આવરણોને દૂર કરવામાં આ ત્રણે મદદરૂપ થાય છે. તેમજ મંત્રોની ઉપાસના દ્વારા સર્વ કાર્ય સિદ્ધ થાય છે અને તેમાં યંત્ર અને તંત્ર મદદરૂપ થાય છે. મંત્ર મંત્ર શબ્દ સંસ્કૃત ભાષાનો છે. મંત્ર શબ્દ “મનું ધાતુમાં ખૂન (ત્ર) તથા ધમ્ પ્રત્યય લાગીને બને છે. આ વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ થાય છે. જેના દ્વારા આત્માના આદેશનો સાક્ષાત્કાર કરવામાં આવે તે મંત્ર છે. બીજી વ્યુત્પત્તિમાં મનું ધાતુનો વિચાર પરક એવો અર્થ કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે, જેના દ્વારા આત્માની વિશુદ્ધતા પર વિચાર થઈ શકે છે, તે મંત્ર છે. ત્રીજી વ્યુત્પત્તિમાં મનુ ધાતુને સત્કારાર્થમાં લેતાં તેનો અર્થ થાય છે, જેના દ્વારા મહાન આત્માઓનો સત્કાર કરવામાં આવે છે, તે મંત્ર છે. ચોથા અર્થમાં જ્યારે મનુને શબ્દ માનીને ‘ત્ર' પ્રત્યય લગાવીને મંત્ર' શબ્દ બનાવવાથી એ અર્થ પ્રગટે છે કે મંત્ર એ શબ્દશક્તિ છે જેનાથી માનવીને લૌકિક-પરલૌકિક રક્ષણ મળે છે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી મંત્રની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “અતીન્દ્રિય-શક્તિની પ્રેરકશક્તિ અને સૂક્ષ્મશક્તિ ઉપર સ્વામિત્વ ધરાવવાની પ્રક્રિયા મંત્ર કહેવાય છે. માત્ર – ગુપ્ત પરિમાણો ધાતુ વડે મંત્ર શબ્દની નિષ્પત્તિ મનાય છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ પોતાની ઇષ્ટ સિદ્ધિ માટે જે શબ્દ કે શબ્દરાશિનું ફરી ફરીને ગુહ્ય રીતે આવર્તન કરાય છે તે મંત્ર છે. વર્ણનસમૂહ અથવા તો
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy