SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ 454 ।। ભક્તામર તુર્થ્ય નમઃ ।। હો ધ્યાન મગ્ન ભક્તામર દિયા બનાઈ I સબ સંકટ જાયે. ॥ સબ બંધન ટૂટ ગયે મુનિકે, તાલે સબ સ્વયં ખૂલે ઉનકે | રાજાનત હોકર આયા થા, અપરાધ ક્ષમા કરવાયા થા || મુનિ કે ચરણો મેં અનુપમ ભક્તિ દિખાઈ I સબ સંકટ જાયે. I જો પાઠ ભક્તિ સે કરતા હૈ, નિત ઋષભ ચરણ ચિત ધરતા હૈ । જો ઋદ્ધિ-મંત્ર કા વિધિવત્ જાપ કરાઈ ॥ સબ સંકટ જાયે. I ભય વિઘ્ન ઉપદ્રવ ટલતે હૈ, વિપદા કે દિવસ બદલતે હૈ | સબ મન વાંછિત હો પૂર્ણ શાન્તિ છા જાઈ I સબ સંકટ જાયે. II જો વીતરાગ આરાધન છે, આતમ ઉન્નતિકા સાધન હૈ । ઉસસે પ્રાણી કા ભવ બંધન કટ જાઈ | સબ સંકટ જાયે. II ‘કોશલ’ સુ-ભક્તિ કો પહિચાનો, સંસાર દૃષ્ટિ બંધન જાનો । લો ભક્તામર સે આત્મ જ્યોતિ પ્રકટાઈ || સબ સંકટ જાયે. I શ્રી પંડિત હીરાલાલ કોશલની ભક્તામર સ્તોત્રના મહિમાને વર્ણવતી સુંદર કાવ્યકૃતિ છે. સૌપ્રથમ જ તેમણે જણાવી દીધું છે કે જો ભક્તામર સ્તોત્રનો નિત્ય સવારે, ભક્તિભાવપૂર્વક પાઠ કરવામાં આવે તો સર્વ સંકટો દૂર નાસી જાય છે. ત્યાર પછીના શ્લોકોમાં માનતુંગસૂરિએ કેવી રીતે ભક્તામર સ્તોત્રની રચના કરી તેનું વર્ણન છે. છેલ્લાં ચાર પદ્યોમાં સ્તોત્રનું મહાત્મ્ય સમજાવ્યું છે. જે ઋષભનું શરણ ચિત્તમાં ધરે, ભક્તિપૂર્વક પાઠ કરે અને જો ઋદ્ધિમંત્રનો વિધિવત્ જાપ કરવામાં આવે તો સર્વ સંકટ દૂર થાય છે. ભય, વિઘ્ન, ઉપદ્રવ ટળે છે અને મુશ્કેલીઓના દિવસો બદલાય છે, બધી આશાઓ પૂર્ણ થાય છે અને શાંતિ સ્થપાય છે. વીતરાગ પ્રભુની જે આરાધના છે તે આત્માની ઉન્નતિ અર્થેનું સાધન છે અને એનાથી પ્રાણીના ભવોભવના ફેરાનું બંધન ઓછું થાય છે. સુભક્તિને ઓળખી સંસારને બંધનરૂપ માનો અને ભક્તામરથી આત્મજ્યોતિ પ્રકટાવો કે જેથી બધાં જ પ્રકારનાં સંકટો દૂર નાસી જાય. કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ છે કવિને ભક્તામર સ્તોત્ર પર તે આ કાવ્ય દ્વારા વર્ણવવામાં આવેલા મહાત્મ્યથી પુરવાર થાય છે. પંડિત નથુરામ પ્રેમીએ ‘ભક્તામર સ્તોત્ર - આદિનાથ સ્તોત્ર’માં માનતુંગસૂરિની પ્રાર્થના કરી છે. તેમણે ‘ભાષાકાર કી પ્રાર્થના'માં ચાર પઘોમાં આ પ્રાર્થના કરી છે જે આ પ્રમાણે છે : ભાષાકાર કી પ્રાર્થના માનતુંગ અતિ તંગ કવિ, પુનિ તિન ભક્તિ ઉતંગ । સપ્તભંગિવાની ગહન ઉછરત વિવિધ તરંગ ||૧||
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy