SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ ♦ 27 To every tribe and state: From thee the social virtues flow That stamp our land "The great". ૨૮ ચીનના મહારાજાધિરાજે જ્યારે તેના વડવાઓની ભક્તિનું આયોજન કર્યું તે સમયે તેની સમક્ષ એક સ્તુતિગાન તેના વડવાઓના બહુમાનમાં ગવાયું હતું. તે મહારાજા જ્યારે વડવાઓની પ્રતિકૃતિ યજ્ઞવેદી જેવા ઊંચા સ્થાન પર રાખી તેમની સમક્ષ ઊભા રહેલ ત્યારે પ્રથમ ભાગ ગવાયો હતો. આ કાવ્ય ત્રણ ભાગમાં ગવાયું હતું. બીજો ભાગ જ્યારે તેમણે ‘Kow Tow’ની વિધિ કરી ત્યારે ગવાયું અને જ્યારે પવિત્ર વસ્તુઓ ભેટ અપાઈ ત્યારે ત્રીજો ભાગ ગવાયો હતો. તે દરમિયાન તેમના વડવાઓના આત્માઓ સ્વર્ગમાં પાછા ગયા એમ મનાતું હતું. આ સ્તુતિઓ ગવાતી ત્યારે મંદમંદ ધીમા મધુર સ્વરે સંગીત જુદી જુદી જાતનાં વાઘો ઉપર લહેરાવાતું હતું. તે પ્રસંગનું વાતાવરણ અને ધાર્મિક પ્રસંગની ગંભીરતા એવી રીતે વધતાં કે ત્યાં હાજર રહેલા સંગીતકારો, રાજ્યના હોદ્દેદારો, ગાયકો વગેરે એવી ગંભીરતાથી સ્તુતિઓ ગાતા કે બધા રાજાની જેમજ ભાવવિભોર થઈ જતા જણાતા હતા. કયૂશ્યસની ભક્તિમાં રાજ્યપ્રેરિત ભક્તિ ઠરાવેલા સમયે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા ગાવા-બજાવાતા સ્તુતિપાઠો ને બુદ્ધિમાન પ્રજ્ઞાના ગુણગાન સમૂહમાં આ પ્રમાણે ગવાતા : Confucius ! Confucius ! Great indeed art thou, O Confucius. Before thee None like un to thee After thee None Equal to thee Confucius ! Confucius ! Great indeed art thou, O Confucius. ૨૯ સ્વર્ગ અને ધરતીની પ્રાર્થના કરવામાં પણ સ્તુતિઓ વપરાતી હતી. 'Toist Canon'માં સ્તુતિઓનાં કેટલાંક પુસ્તકોમાં ઉત્કટ ઇચ્છા અને પશ્ચાત્તાપ દર્શાવતાં કાવ્યો-સ્તુતિઓ છે. અને There pure ones' તથા બીજી ‘Deithes', ‘Dopper' કે ‘Charles wain' અને બીજા ગ્રહો અને તારાગણોની કરાતી સ્તુતિઓ આવેલી છે. બૌદ્ધ ધર્મનાં પુસ્તકોમાં આવતી કાવ્યની કડીઓની જેવી જ કડીઓ આવા ધાર્મિક પ્રસંગોમાં ગવાતી હોય છે. બૌદ્ધ અને Taoist સંપ્રદાયોમાં દેવદેવીઓનાં ગુણગાન કરવા ગવાતી લઘુ કાવ્યસ્તુતિઓ પણ લખાયેલી જણાય છે. ગ્રીસ અને રોમમાં રાજકીય સરઘસો જે ધાર્મિક વિચારણામાં સમ્મિલિત હતાં તેને મળતાં જ ચીનના ‘Confucius’ના વખતમાં પણ હતાં, અને સંત તેને સંમતિ આપતા હતા. તેમની સંમતિપૂર્વક ગવાતાં હતાં. આવી ધાર્મિક ક્રિયાઓ ‘No’ એવા નામથી કહેવાતી. આ ‘No’ એવા નામથી કહેવાતી ધાર્મિક
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy