SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ 422 . || ભક્તામર તુલ્યું નમઃ | શ્રી હેમચંદ્રાચાર્ય હતું. ગુર મહારાજે બંનેને આત્મહિતકરબોધ આપ્યો અને ભક્તામર સ્તોત્રનું મહાભ્ય બતાવ્યું. તે દિવસથી ડાહી અશુદ્ધિ ટાળીને સ્તોત્રનો નિયમિત પાઠ કરવા લાગી. ડાહી યૌવન વયને પ્રાપ્ત થઈ ત્યારે તેનાં લગ્ન થયાં. ડાહી ભરૂચ સાસરે જવા નીકળી. રસ્તામાં બધાએ ભોજન કર્યું. પણ ડાહીબહેને ન કર્યું. કારણ કે તેને જિનેશ્વરદેવ અને ગુરુને વંદન તથા ભક્તામર સ્તોત્રનું પઠન કર્યા પછી જ ભોજન કરવાનો નિત્ય નિયમ હતો. રસ્તામાં રાત્રિના સમયે બધાં સૂઈ ગયાં ત્યારે તેણીએ ૧૩મા અને ૧૪મા શ્લોકનો એકચિત્તે પાઠ શરૂ કર્યો. તુરત જ ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને બોલ્યાં કે, “ભદ્ર ! ભોજન કર. તને શું ન્યૂનતા છે ?” ડાહી બોલી કે મારા વ્રતને પૂરણ કર.' પછી દેવીએ ચંદ્રથી પણ ઉ લ અને ઝેરનું હરણ કરનાર એવો હાર તથા બીજો દિવ્ય પુષ્પોથી બનેલો હાર આપ્યા. તથા ગુરુની પાદુકા આપી. આચાર્ય પ્રવર ગુણાકરસૂરિજી મહારાજ સાહેબ આ શ્લોકોનો બે વિદ્યાઓ સાથે સંબંધ જોડે છે. એક વિષાયહારિણી વિદ્યા અને બીજી ત્રિભુવન સ્વામીની વિદ્યા. આમ તો આ શ્લોકમાં વિદ્યાની સૂચના શોધવી મુશ્કેલ છે પણ ત્રિભુવન” શબ્દ ૧૪મા શ્લોકના બીજા પદમાં છે. આ બંને શ્લોકોનો એક જ સાથે મેળ કરવો જોઈએ. શ્રી ગુણાકરસૂરિજી કહે છે કે “જિનાઃ તુલ્યગુણાઃ, તુલ્ય ફલદાઃ સર્વે” – બધા જ જિનેશ્વર ભગવંતો તુલ્ય ગુણવાળા અને તુલ્ય જ ફળ આપવાવાળા હોય છે. ડાહીબહેનની ભક્તિથી પ્રસન્ન થઈ ચક્રેશ્વરી દેવીએ જે હાર આપ્યો તેના મધ્ય મણિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રતિબિંબ હતું. આ દિવ્ય હાર ડાહીબહેને ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના કંઠમાં આરોપિત કર્યો અને હાર ન કરમાતાં એવો ને એવો જ રહ્યો. ગુરુપાદુકાને તે હંમેશાં વંદન કરતી. હારથી તેણે અનેકનાં ઝેર ઉતાર્યા. તેના શ્વસુર પક્ષના બધા માણસો પણ દઢ જૈનધર્મી બન્યા અને ભક્તામર સ્તોત્રના આરાધક બન્યા. પ્રભાવક કથા-૮ (શ્લોક ૧૫) ભરતક્ષેત્રમાં આવેલ કોશલ દેશની રાજધાની અયોધ્યા નામની નગરીમાં પોતાના નામ પ્રમાણે ગુણવાળો સજ્જન નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખત રાજાને દુષ્ટ યોગિની વળગી અને તેથી રાજા ઘણોખરો સમય બેભાન અવસ્થામાં રહેવા લાગ્યો. રાજાના મંત્રી સામતો જૈન ધર્મી હતા તેથી ત્યાં બિરાજમાન શ્રી ગુણસેનસૂરિ નામના જૈનાચાર્ય પાસે તેઓ ગયા અને વિનંતીપૂર્વક કહેવા લાગ્યા કે “મહાત્મન ! અમારા રાજાને સ્વસ્થ કરી દોષમુક્ત કરવાનો ઉપાય બતાવો.” તેમની વિનંતીને માન આપીને શ્રી ગુણસેનસૂરિજીએ ભક્તામર સ્તોત્રના ૧૫મા શ્લોકનું તથા તેના મંત્રનું એકચિત્તે ધ્યાન ધર્યું જેના પ્રભાવથી શ્રી ચકેશ્વરી દેવી પ્રગટ થયાં તેમણે કહ્યું કે ગુર્જરદેશમાં હંમેશાં કાયોત્સર્ગમાં રહેતા મોટી લબ્ધિવાળા એવા મલ્લમુનિના ચરણોદકથી રાજા યોગિનીના દોષથી મુક્ત થશે. મલ્લર્ષિ મુનિના ચરણોદકનું જળ છાંટવાથી રાજા યોગિનીના વળગાડમાંથી મુક્ત થયો.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy