SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ 421 કપર્દીએ રાજા અને આચાર્યજીને બોલાવી ૩૧ સુવર્ણ ઘડા બતાવ્યા. આ મહા આશ્ચર્ય જોઈને સર્વ લોકો ભક્તામર સ્તોત્ર ગણવા લાગ્યા અને જૈન ધર્મનો મહાઉદ્યોત થયો. આ કથા પરથી ફલિત થાય છે કે પ્રભુનું નામસ્મરણ શ્રદ્ધાભક્તિથી લેવામાં આવે તો દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. પ્રભાવક કથા-૬ (શ્લોક ૧૨) અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં કર્ણ નામનો પ્રજાપાલક રાજા હતો. તે રાજાને બુદ્ધિશાળી અને જૈન ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળો સુબુદ્ધિ નામનો પ્રધાન હતો. એક વખત રાજસભામાં કોઈ બહુરૂપી જાદુગર આવ્યો. તેણે જાદુઈ વિદ્યાથી લક્ષ્મી સાથે વિષ્ણુ, શિવ અને બ્રહ્માનું સ્વરૂપ બનાવ્યાં. જે જોઈ આખી સભા આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ. આ પ્રમાણે દેવ-દેવીઓના કૃત્રિમ વેશ કાઢી તેમની મશ્કરી કરતો જોઈ સુબુદ્ધિએ તેને દેવદેવીની મશ્કરી ન કરવા જણાવ્યું; પરંતુ જાદુગર બીજાને ખુશ કરવા આવ્યો હોવાથી મંત્રીનું કહેવું નહિ ગણકારતાં છેવટે તીર્થંકરનું રૂપ બનાવવા પણ તૈયાર થયો. સુબુદ્ધિ પ્રધાન આ સહન ન કરી શક્યો. તેને બીજો ઉપાય નહીં મળતાં ભક્તામર સ્તોત્રના ૧૨મા શ્લોકનું સ્મરણ કરવા માંડ્યું. ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને તીર્થંકરનું રૂપ બનાવનાર જાદુગરને ત્યાં જ તમાચો માર્યો. તેની સર્વ કલા નષ્ટ થઈ ગઈ અને તેનું મોઢું વાંકું થઈ ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં સીધું થયું નહિ. આખી સભા હસવા લાગી. જાદુગર ગભરાઈ ગયો. દેવીએ કહ્યું, જીવવાની આશા રાખતો હોય તો તું સુબુદ્ધિની ક્ષમા માંગ. જાદુગરે સુબુદ્ધિની ક્ષમા માંગી. પ્રધાને પણ દેવીને પ્રાર્થના કરવાથી તેનું મોઢું સીધું કરી દીધું અને રાજા તથા સભાજનોને જૈન ધર્મ અને સ્તોત્રનો પ્રભાવ કહી સંભળાવ્યો. આ વૃત્તાંત નજરે જોઈને રાજા તથા સભાજનો જૈન ધર્મ તથા ભક્તામર સ્તોત્ર તરફ પૂજ્યભાવ ધારણ કરવા લાગ્યા. આ કથાની સમાપ્તિમાં લખ્યું છે કે, સર્વે પરમ વેવતામેય સ્તોત્ર પેવું:' આવા ચમત્કાર બાદ બધા લોકો પ૨મ દેવતા હોય તેમ આ સ્તોત્ર ભણવા માંડ્યા. અહીં સ્તોત્રની સરખામણી મંત્ર સાથે થઈ છે. ક્યાંક કહ્યું છે કે, “યાવૃશી ભાવના યસ્ય સિદ્ધિ: મવત્તિ તસ્ય તાવૃશી’. જેવી જેની ભાવના હોય છે તેવી જ તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કથા દ્વારા પ્રભુના અદ્ભુત સ્વરૂપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. પ્રભુના જેવી અનુપમ, શાંતરસવાળી મુખમુદ્રા અન્ય કોઈની હોઈ જ ન શકે. આથી રમતમાં પણ તેમના જેવું રૂપ ધારણ કરવું તદ્દન અશક્ય છે. પ્રભાવક કથા-૭ (શ્લોક ૧૩-૧૪) શ્રી અણહિલપુર પાટણમાં સત્યક નામનો એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેને બધી કલાઓમાં નિષ્ણાત અને ગુણિયલ ડાહી નામની એક ચતુર પુત્રી હતી. સત્યકના ગુરુનું નામ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy