SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 397 સાથે પાઠાંતરો આપ્યાં છે. શ્રી રતનલાલ કટારિયાએ પણ સ્તોત્રમાં દિગમ્બર પ્રાંતોમાં મળેલાં પાઠાંતરોની સૂચિ તૈયાર કરી છે. પાઠાંતરનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે. શ્લોક પાંચમાના ત્રીજા ચરણમાં આ પાઠ છે : 'પ્રીત્યાત્મવીર્ય વિચાર્ય મૃગો મૃગેન્દ્ર – આના સ્થાને પ્રયાત્મવીર્ય વિચાર્ય મૃગી મુગેન્દ્ર આ પાઠ પણ પ્રચલિત થયો છે. શ્રી ભક્તામર સ્તોત્રના પ્રસિદ્ધ ટીકાકાર પૂ. ગુણાકરસૂરિજી મ. સા., પૂ. કનકકુશલગણિ, પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય, પૂ. સિદ્ધિચંદ્રગણિ – એમ કોઈની પણ સમક્ષ આ પાઠની ચર્ચા ચાલી નથી. આ પાઠ પણ મોટે ભાગે દિગમ્બર પરંપરામાં આવ્યો છે. અહીં આ મૃગી' એવો પાઠ આપનારનો આશય હોઈ શકે છે કે પોતાનાં બચ્ચાં મૃગલાંને જેટલાં વહાલાં હોય તેના કરતાં મૃગલીને વધારે વહાલાં હોય છે અને તેથી જ મૃગલી પોતાના બચાવ માટે સિંહની સામે છલાંગ મારે તો વધારે આશ્ચર્ય ન કહેવાય. પણ આવા જ અર્થનો આગ્રહ રાખનારને કોઈ પૂછે કે મૃગલી હાજર હોય તો મૃગ હાજર ન હોય અને મૃગ હાજર હોય ત્યાં મૃગલી છલાંગ મારે તો મૃગ શું જોયા કરે ? આવું બને નહીં. મૃગ પુરુષ છે, વધારે શક્તિશાળી છે માટે પહેલાં એ જ છલાંગ મારે એ સ્વાભાવિક છે. માટે મૃગ' શબ્દથી મૃગ પણ સમજવો અને મૃગલી પણ સમજવી હોય તો સમજી શકાય. “મૃગ' શબ્દ પુંલિંગ હોવાની સાથે સામાન્યથી સમસ્ત મૃગજાતિનો વાચક છે. મૃગ' પાઠ જ પ્રાચીન અને શુદ્ધ પાઠ છે. માટે મૃગી' પાઠ ન ભણતાં મૃગ પાઠ જ બોલવો જોઈએ. કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું આવશ્યક કે યોગ્ય નથી. શ્રી રતનલાલ કટારિયાએ શ્લોક ૬ના અંતિમ ચરણમાં તન્વી ચૂત નિવI ને “તવ્યારુ રામ તિ'માં બદલાયેલા પાઠ તરફ ધ્યાન દોર્યું છે. તેઓ જણાવે છે કે, “શ્લોક ૬માં તન્ચાર વામિ નિા પાઠ પ્રચલિત છે. આ પાઠ મૂળ ગ્રંથકાર કૃત નથી. પ્રાચીન પ્રતોમાં તથ્વી ચૂત ત્નિા પાઠ જ મળી આવે છે. પ્રાણપ્રિય કાવ્ય જેમાં ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના અંતિમ ચરણને સમસ્યાપૂર્તિના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. એમાં પણ તવાઇ ચૂત ના પાઠ જ ઉપલબ્ધ થાય છે. તેથી આ જ પાઠ મૂળ ગ્રંથકારકત જ જોવા મળે છે. પરંતુ આમાં “ચૂત' શબ્દને અશ્લીલ સમજીને તેની જગ્યાએ “વાગ્ય' પાઠનું પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. આ પરિવર્તન પણ ૩૦૦-૪૦૦ વર્ષ પ્રાચીન પ્રતોમાં પણ જોવા મળે છે. પરંતુ વાઝ જે “ર' છે તે સમાસાદિની દૃષ્ટિએ સદોષ છે. અતઃ આજના યુગમાં એને પણ સંશોધન કરી બતાવ્યાગ્ર વાર નિકા' પાઠ બનાવી દેવામાં આવ્યો છે. આમાં “વામ' જે પહેલાં રાખી દીધું છે અને વારુને પછીથી. આમાં સમાસ સંબંધી દોષ તો દૂર થઈ ગયો છે. કિંતુ એમાં પણ શબ્દ વ્યર્થ રહી ગયો છે. મૂળ સ્તોત્રકારે ચૂત શબ્દનો પ્રયોગ “ગાશ્રીના અર્થમાં કર્યો છે, કોઈ અશ્લીલ અર્થમાં નહીં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy