SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ 396 ।। ભક્તામર તુલ્યું નમઃ ।। (૧૦) મિન્નેમ - છુ - ગલવુખ્વન શોખિતાવત્ત મુલ્તાન - પ્રર્ . મૂષિત - ભૂમિ . મા (૧૧) છુન્તામ્ર - મિન્ન - રાખ - શોભિત - વરિવાદ વેળાવતાર - તરબાતુર - યોષ - ભીમે । આવી રીતે સમાસ દ્વારા બબ્બે પંક્તિઓના પદના એક એક પદ બનાવી દીધાં છે. છતાં એની વિશિષ્ટતામાં કોઈ સ્થળે અંતરાય આવ્યો નથી. વાંચતાં કે સાંભળતાં જ વસ્તુ સમજમાં આવી જાય તેવી સરળ છે. તેથી જ શબ્દો પર સૂરિજીનું અસાધારણ પ્રભુત્વ સિદ્ધ થાય છે. ભક્તામર સ્તોત્ર ભક્તિનું કાવ્ય છે, જેના સ્તોત્રકારનો મૂળ ભાવ તો ભક્તિઆરાધના કે સેવા-અર્ચનાનો જ છે. એ દૃષ્ટિથી પણ આ શાંતરસનું કાવ્ય છે. શ્રી માનતુંગસૂરિએ વિવિધ ભાવનાઓની અભિવ્યક્તિમાં વિવિધ રસોનો ઉપયોગ પણ કર્યો છે. પદ્ય ૩૬માં કલ્પાન્તકાલવાળા સમુદ્ર અને ભયાનક જલચરનું વર્ણન કરે છે તેમાં ભયાનક રસનું વર્ણન છે. ૩૭મા પદ્યમાં ભયાનક, વીર, રૌદ્ર અને કરુણ ૨સ બધાને સમ્મિલિત કરતું ઉત્તમ ઉદાહરણ છે. ૪૧મા પદ્યમાં જલોદર નામના રોગ દ્વારા કરુણ રસ દૃષ્ટિગોચર થાય છે. આ બધા ભિન્ન ભિન્ન રસોને શાંત કરવા પ્રભુના મહિમાના શીતળ જળરૂપી છંટકાવથી શાંતિમાં પરિવર્તિત થઈ જાય છે. તેથી સંપૂર્ણ કાવ્યમાં જુદા જુદા નાના-મોટા સમાસો સમાવિષ્ટ કરીને ભક્તિરસથી સભર સ્તોત્રરચના કરી છે. વિવાદાસ્પદ પાઠો ભક્તામર સ્તોત્રનો હાલ પ્રકાશિત પાઠ ઘણો વિશુદ્ધ જણાય છે. તેમ છતાં ભિન્ન ભિન્ન સ્થાન પર છપાયેલ પાઠમાં થોડું અંતર જોવા મળે છે. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે કે પ્રસિદ્ધકર્તાને મળેલો પાઠ એ જ પ્રકારનો રહ્યો હોય. હાલમાં શ્વેતામ્બર સંપ્રદાયમાં ઉપલબ્ધ પાઠ વિશેષ કરીને શ્રી ગુણાકરસૂરિએ તેમની વૃત્તિમાં આપેલા પાઠ પર આધારિત છે. પાઠાંતરના સંદર્ભમાં શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે નદી વહેતી જાય છે અને એનાં રૂપો બદલાતાં જાય છે. તેમ સ્તુતિ, સ્તોત્ર કે આગમો બોલાતાં જાય છે તેમ પાઠના પાઠાંતરો થતાં જાય છે. આવાં પાઠાંતરો જ્યાં સુધી એક જ સરખો ભાવ જાળવી રાખે છે ત્યાં સુધી તો વાંધો નથી આવતો. પણ ક્યારેક ભાવાંતર સર્જે છે તો ક્યારેક મૂળગ્રંથ કર્તાના આશયને દૂર કરી દે છે. માટે આવાં પાઠાંતરો વધવા ન જ દેવાં જોઈએ. ઘણી વાર આવાં પાઠાંતરો પર કાબૂ રાખવો જોઈએ.' આવાં પાઠાંતરોને દૂર કરવાના પ્રયત્નો બહુ ઓછા પ્રમાણમાં થયા છે. મોટા મોટા જ્ઞાનભંડારો કે જેમાંથી પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જેવા કે ખંભાત, પાટણ, જેસલમે૨ના ભંડારોમાંથી પ્રાપ્ત કરીને તેને આદર્શ રૂપ ગણીને તેમાં આપેલ પાઠ પ્રમાણે પાઠ તૈયાર થવો જોઈએ. સર્વપ્રથમ શ્રી હીરાલાલ કાપડિયાએ પાદટીપો અને ક્યાંક ક્યાંક ટિપ્પણીઓની
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy