SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યસંખ્યાની સમસ્યા છે 375 શ્લોકોની સંખ્યાના સંદર્ભમાં શ્રી રૂદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૮ પડ્યો અને શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૪ પદોની મીમાંસા “ભક્તામર રહસ્ય' ગ્રંથમાં શ્રી ધીરજલાલભાઈએ તથા “ભક્તામર કલ્યાણમંદિર નમિmણ સ્તોત્રત્રયમ્ પ્રથમની ભૂમિકામાં શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાએ પર્યાપ્ત રીતે કરી છે. તત્સંબંધિત એક નાનો લેખ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પણ લખ્યો છે અને એમા તેઓ ૪૪ પદ્યો જ હોવાની પુષ્ટિ કરે છે. આ વિષયમાં મને પણ થોડી માહિતી પ્રાપ્ત કરવાની રુચિ થઈ. આ માટે પ્રાચીન હસ્તપ્રતો જોતી વખતે એક પ્રતિમાં ભવત્તામરરથ વત્વારિ ગુપ્તા : મળી અને એની પ્રયોગવિધિ પણ મળી ગઈ પરંતુ તે લગભગ અશુદ્ધ છે. “વત્વારિ"ના સ્થાન પર ત્યાં “તત્ર" હોવું જોઈએ. આ ચાર પદ્ય આ પ્રમાણે છે. | (૨) છે. સંતુવે મુળમૃતાં સુમનો વિમાતિ ! (૨) રૂલ્ય વિનેશ્વર: સુકીર્તયતા બની તે ! (३) नानाविधं प्रभुगुणं गुणरत्नगुण्या, (४) कर्णोऽस्तु तेन न भवानभवत्यधीराः આ પઘો દિગમ્બરાનુસારી ૪૮ પદ્યમાં આવેલાં અમીરતારારિ પદ્યોની અપેક્ષાથી જુદાં છે. એટલા માટે કદાચિત્ આ ચાર પદ્ય ગુપ્ત હોઈ શકે છે. પરંતુ આ શ્લોકોના સાધનાર્થે જે વિધાન એની સાથે લખેલું છે એમાં સફેદ યજ્ઞોપવીત કંઠમાં ધારણ કરવાની અને રાત્રિમાં હવન કરવાને માટે લખાયેલું છે, જે શ્વેતામ્બર પરંપરાથી વિરુદ્ધ છે. છતાં પણ પાલિતાણાના શ્રી જિનકૃપાચંદ્રસૂરિ ભંડાર દ્વારા છાપવામાં આવેલી ભક્તામર સ્તોત્રની ભૂમિકામાં શ્રી જિનવિજયસાગરજીએ લખ્યું છે કે “જિનેશ્વર શો ..... તિ વૃદ્ધસમૃદય” અર્થાત્ જિનેશ્વરના અષ્ટ પ્રતિહાર્યોમાંથી જ પ્રતિહાર્યોનાં પધોને આની મહાપ્રભાવશાલિતાના કારણે લાભાલાભ પર વિચાર કરીને દીર્ઘદર્શ પૂર્વાચાર્યોએ ભંડારોમાં ગુપ્ત કરી દીધા છે. કેટલીક પ્રતો દુર્લભ છે અને જે પ્રયાસ કરવાથી મળી પણ જાય તો પણ આનો પ્રયોગ કરવો નહીં અને આની પુષ્ટિમાં જણાવ્યું છે કે ભક્તામર સ્તોત્રનાં આ ચાર પદ્યોની જેમ જ ઉવસગ્ગહર સ્તોત્રની એક ગાથા, જયતિહુયણ સ્તોત્રની બે ગાથાઓ, અજિતશાન્તિ સ્તોત્રની બે ગાથાઓ અને નઊિણ સ્તોત્રની સ્ફલિંગ સંબંધી બે ગાથાઓ પણ પૂર્વાચાર્યોએ કારણવશ ભંડારગત કરી છે એટલા માટે આ વિષય સંશયાસ્પદ જ છે.” ડિૉ. રુદ્રદેવ ત્રિપાઠીજીએ જે વધારાના ચાર શ્લોકો ઉલ્લેખ કરીને જણાવ્યા છે તે શ્લોકો શ્રી મિલાપચંદ કટારિયાએ જણાવેલા જ ચાર શ્લોકો છે. આમાં કોઈ શંકા નથી કે આ અતિરિક્ત ચાર શ્લોકોના રચયિતા પાશ્ચાત્યકાલીન દિગમ્બર વિદ્વાન જ હશે. ચાર શેષ રહેતા પ્રતિહાર્યોથી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy