SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 348 ।। ભક્તામર તુભ્યે નમઃ ।। द्वेधापि दुस्तरतमः श्रमविप्रणाशात्साक्षात्सहस्रकरमण्डलसम्भ्रमेण । वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाभं प्रोद्द्बोधनं भवति कस्य न मानसाब्जम् ।।२।। भाषा विशेषपरिणामविधौ पटिष्ठो । जीवादितवविशदीकरणे समर्थः । दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्हनाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ||३|| विश्वैकजैत्रभटमोहमहामहेन्द्रं सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् । सन्तर्जयन् युपगदेव भयानि पुंसां मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ||४|| શ્રી હીરાલાલ કાપડિયાને ખંડિત સ્વરૂપમાં મળેલા ગુચ્છકમાં ત્રીજો શ્લોક જુદો મળી આવે છે. આ ખંડિત કાવ્ય તેમને જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્યરત્ન મુનિશ્રી વિચક્ષણવિજયજીના પુસ્તકમાંથી મળી આવ્યાનું તેમના પુસ્તકની સંસ્કૃત ભૂમિકામાં જણાવ્યું છે. આ ત્રીજો શ્લોક આ પ્રમાણે છે : दिव्यो ध्वनिर्ध्वनितदिग्वलययस्तवार्हन् ! व्याख्यातुरुत्सुकयतेऽत्र शिवाध्वनीयाम् । तत्त्वार्थदेशनविधौ ननु सर्वजन्तुं, भाषाविशेषमधुरः सुरसार्थपेयः ।।३।। પૂનાના ભંડા૨ક૨ પ્રાચ્ય વિદ્યામંદિર શોધ સંશોધનમાં સંરક્ષિત એક પ્રતમાં ‘માનતુંગીય કાવ્ય ચતુષ્ટયી'ના નામથી શ્રી સારાભાઈ નવાબે જણાવેલ ચાર શ્લોકો જ છે. પરંતુ આમાં પણ ત્રીજો શ્લોક શ્રી હીરાલાલ કાપડિયાએ આપેલો શ્લોક જ છે. શ્વેતામ્બર વિદ્વાન શ્રી સારાભાઈ નવાબ તેમને મળી આવેલા ચાર શ્લોકવાળા ગુચ્છકને રજૂ કરતાં પહેલાં જણાવે છે કે “૪૮ પઘોની માન્યતા શ્વેતામ્બરોમાં પણ પહેલાં હતી. અને જો તેમ જ હોત તો પ્રસ્તુત ગ્રંથ (પૂર્વાચાર્ય વિરચિત મહાપ્રભાવિક નવસ્મરણ)માં આપેલાં શ્રી હરિભદ્રસૂરિકૃત યંત્રોની સંખ્યા ૪૮ની નહીં પણ ૪૪ની જ હોવી જોઈતી હતી એટલે આપણને એમ માનવાને કા૨ણ મળે છે કે ભક્તામરના ૪૮ શ્લોકો ઉપર જુદાં જુદાં ૪૮ યંત્રો તથા તંત્રોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિના સમયમાં તો ભક્તામરના શ્લોકોની સંખ્યા ૪૮ શ્વેતામ્બર સંપ્રદાયમાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy