SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ 346 ॥ भताभर तुभ्यं नमः ॥ કરતાં આ પ્રમાણે જણાવ્યું છે કે ‘કિંતુ આ શ્લોકમાં પણ પ્રતિહાર્યોનું વર્ણન હોવાથી આ પુનરુક્ત છે અને અસંગત છે. ‘જૈનમિત્ર' ફાગણ સુદ ૬ વીર સંવત ૨૪૮૬ના અંકમાં પણ આનાથી વિભિન્ન ચાર શ્લોક છપાયા છે. અમારી પાસેના ૧-૨ જૂથોમાં પણ આ ચાર શ્લોકો છે : यः संस्तुवे गुणभृतां सुमनो विभाति, यः तस्करा विलयतां विबुधाः स्तुवन्ति । आनंदकन्द हृदयाम्बुजकोशदेशे, भव्या व्रजन्ति किल याऽमरदेवताभिः ।।१।। इत्थं जिनेश्वर सुकीतयतां जिनोति, न्यायेन राजसुखवस्तुगुणा स्तुवन्ति । प्रारम्भभार भवतो अपरापरां या, सा साक्षणी शुभवशो प्रणमामि भक्त्या ।।२।। नानाविधं प्रभुगुणं गुणरत्न गुण्या, रामा रमंति सुरसुन्दर सौम्यमूर्तिः । धर्मार्थकाम मनुयो गिरिहेमरत्नाः, उध्यापदो प्रभुगुणं विभवं भवन्तु || ३ || कर्णो स्तुवेन नभवानभवत्यधीश; यस्य स्वयं सुरगुरु प्रणतोसि भक्त्या । शर्मार्धनोक यशसा मुनिपद्मरंगा, मायागतो जिनपतिः प्रथमो जिनेशः ||४|| શ્રી કટારિયાજીએ આની સંક્ષિપ્ત સમીક્ષા કરતાં કહ્યું છે કે, “પણ આપણા મૂળ ગ્રંથકારકૃત નથી જ. કારણ કે ભક્તામર સ્તોત્રના જાપનું ફળ બતાવીને સ્તોત્રને ત્યાં જ પૂર્ણ કરી દીધું છે. એટલે કે આ અતિરિક્ત શ્લોક કોઈએ પાછળથી બનાવ્યો છે એની રચના પણ યોગ્ય નથી અને અર્થ પણ સુસંગત નથી.' આના સિવાયના પણ અમારી પાસેના જૂથમાં ચાર શ્લોક બીજા મળી આવે છે. જેને બીજ કાવ્ય લખ્યું છે તેની સ્થિતિ પણ ઉપરોક્ત પ્રમાણે જ છે તે પણ મૂલ સ્તોત્રકાર કૃત નથી જ એ ચાર પદ્ય આ પ્રકારે છેઃ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy