SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ 345 પદ્યસંખ્યાની સમસ્યા પાઠમાં નથી. આ બધા જ શ્લોકો વસંતતિલકા છંદમાં રચાયેલા છે. દિગમ્બર સંપ્રદાયમાં પ્રચલિત ચાર શ્લોકના ગુચ્છક સિવાય અન્ય જે ગુચ્છકો પ્રાપ્ત થાય છે તેમાં સૌપ્રથમ પંડિત અજિતકુમાર જૈન શાસ્ત્રીને મળેલાં ચાર પઘનું ગુચ્છક આ પ્રમાણે છે : नातः परः परमवचोभिधेयो, लोकत्रयेऽपि सकलार्थविदस्ति सार्वः । उच्चैरितीव भवतः परिघोषयन्तस्ते दुर्गभीरसुरदुन्दुभयः सभायाम् ।।१।। वृष्टिर्दिवः सुमनसां परितः पषात, प्रीतिप्रदा सुमनसां च मधुव्रतानाम् I राजीवसा सुमनसा सुकुमारसारा, सामोदसम्पदमदाज्जिन ते सुदृश्यः ।।२।। पूष्मामनुष्य सहसामपि कोटिसंख्याभाजां प्रभाः प्रसरमन्वहया वहन्ति । अन्तस्तमः पटलभेदमशक्ति हीनं, जैनी तनुद्युतिरशेषतमोऽपि हन्ति || ३ || देव त्वदीय सकलामलकेवलाय, बोधातिगाधनिरूपप्लवरत्नराशेः, घोषः स एव इति सज्जनतानुमेते, गम्भीरभारभरितं तव दिव्यघोषः || ४ || આ શ્લોકના વિષયમાં જો ક્ષણભર વિચાર કરવામાં આવે તો ચારેય શ્લોક ભક્તામર માટે વ્યર્થ સાબિત થાય છે. કારણ કે આ શ્લોકમાં ક્રમસર દુંદુભિ, પુષ્પવર્ષા, ભામંડળ અને દિવ્યધ્વનિ આ ચાર પ્રતિહાર્યને રાખવામાં આવ્યા છે અને આ ચારેય પ્રતિહાર્ય આ શ્લોક વગર ૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રમાં ઠીક એ જ ૩૨, ૩૩, ૩૪, ૩૫માં સંખ્યાનાં પદ્યોમાં યથાક્રમ વિદ્યમાન છે. તેથી આ ચારેય શ્લોક ભક્તામર સ્તોત્રને માટે પુનરુક્તિના રૂપમાં વ્યર્થ સાબિત થાય છે. એના કાવ્યત્વનો પણ ભક્તામર સ્તોત્રના કાવ્યત્વ સાથે મેળ નથી ખાતો. તેથી પર (બાવન) શ્લોકવાળા ભક્તામર સ્તોત્રની કલ્પના નિરર્થક છે અને હજી સુધી કોઈ વિદ્વાને આનું સમર્થન કર્યું નથી. શ્રી રતનલાલ કટારિયા અને મિલાપચંદ કટારિયાએ પોતાના લેખમાં શ્રી અજિતકુમાર જેન શાસ્ત્રીજીના ઉપર્યુક્ત આપેલા ચાર શ્લોકના ગુચ્છકને પ્રસ્તુત કરીને એના પર પોતાની ટિપ્પણી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy