SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 332 ।। ભક્તામર તુલ્યું નમઃ ।। જણાવે છે કે, “ઉદ્ધાનો અર્થ છે ઊર્ધ્વમુખી. ઊર્ધ્વમુખી એટલે સમવસરણમાં જે ફૂલ વરસે છે તેની દાંડી નીચે (અધોમુખી) રહે છે. અત્યંત પરમાર્થથી ભરેલો આ ઉદ્ધા શબ્દ ભવ્ય જીવોનું પ્રતીક છે. સમવસરણમાં આવનાર ભક્ત આત્મા-ફૂલ જેવો છે. જે પણ આવે છે ઊર્ધ્વગામી સ્થિતિને પ્રાપ્ત કરે છે. પતિત પણ પાવન બને છે. આ પ્રમાણે પ્રત્યેક ચેતન આત્માના વિકાસનું અભિયાન આ ‘ઉદ્ધા’ શબ્દ છે.’’૬૫ દિવ્ય પુષ્પોની વૃષ્ટિનાં પુષ્પો જેમ ઊર્ધ્વગામી હોય છે તેમ સમવસરણમાં આવનાર ભક્ત આત્મામાં પણ ઊર્ધ્વગામી હોય છે. અર્થાત્ પુષ્પોની વૃષ્ટિ જોઈને ભક્તનું હૃદય પણ પુષ્પ જેવું થઈને પ્રભુ ચરણમાં નમી જાય છે ને ભક્તિભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરે છે. પુષ્પો જેમ ઊર્ધ્વગામી હોય છે તેમ ત્યાં હાજર ભક્ત આત્મા પણ ઊર્ધ્વગામી પરિણામી હોય છે. એટલે કે આ ભક્ત આત્મા પણ પ્રભુની સ્તુતિ કરી, પ્રભુના વચનામૃતનું પાન કરી, તેમણે જણાવેલ મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર બને છે. તેથી કરીને આવા ભક્તાત્મા શાશ્વત સુખને પામે છે. શ્લોક ૩જો શબ્દાર્થ शुम्भप्रभावलय भूरि विभा विभोस्ते, लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ती । प्रोद्य द्दिवाकर निरंतर भूरि संख्या, दीप्त्या जगत्यपि निशामपि सोमसौम्याम् ||३|| (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૪મો છે.) કાંતિ તારી અતિ સુખભરી, તેજવાળી વિશેષે, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે; જોકે ભાસે રવિસમૂહની ઉગ્રતાથીય ઉગ્ર તોયે લાગે શીતળ બહુએ, ચંદ્રની ઠંડીથીય. (૩) પ્રોઘદિવા×નિરંતરમૂરિસંધ્યા - પ્રકૃષ્ટ રૂપે એકસાથે જ પાસે ઉદય પામનાર અનેક સૂર્ય સમાન, તે વિમો – હે પ્રભુ ! તારા, શુમ્મપ્રમાવનય મૂરિ વિમા – નિતાન્ત શોભનીય પ્રભામંડળ (ભા-કાંતિ, તેનું મંડળ ગોળાકાર તે ભામંડળ)ની અતિશય ઝગમગાટ કરતી જ્યોત, તોયે વ્રુતિમતામ્ – ત્રણે લોકના તમામ દિપ્તીમાન પદાર્થોની, દ્યુતિમ્ – દ્યુતિને, અક્ષિપત્તી – પરાજિત/ નિરસ્ત કરતી, સોમસૌમ્યા અપિ – ચંદ્રમા જેવી સૌમ્ય-શીતળ હોવા છતાં, વીત્યા – પોતાની કાંતિ વડે, નિશામ્ અપિ – રાત્રિને પણ, નયતિ – જીતે છે. -
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy