SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 331 શબ્દાર્થ જ્યોતિન્દુ-શુભમન્ડમરુસ્ત્રાતા, – સુગંધિત જળના બુંદોથી યુક્ત તથા સુખદ મંદમંદ પવનથી લહેરો સાથે પડનારી, ઉદ્ધા – ઊર્ધ્વમુખી ઉપર તરફ મુખ છે જેનું એવી, વિવ્યાં – દેવલોકમાં ઉત્પન, પરમાર્થિની, મન્દીર-સુન્દરમે સુપરિનીત – મંદાર, સુંદર, નમેરુ, પારિજાત તથા, સત્તાનાવિ-સુમોર-વૃષ્ટિ- સન્તાનક વગેરે વૃક્ષોના ફૂલોની વર્ષા, વિવ- આકાશમાંથી, પતિ - પડે છે. તા – અથવા / જાણે, હૈ – આપના, વરસાં - વચનોની, તતિ: – પંક્તિ હોય, પતિ - ફેલાય છે. ભાવાર્થ : દેવલોકના દેવો ત્યાંનાં ઉત્તમ વૃક્ષો જેવાં કે મંદાર, સુંદર, નમેરુ, પારિજાત, સન્તાનક આદિનાં ઉત્તમ પુષ્પોની ધારા વરસાવે છે. વળી તે પુષ્પવૃષ્ટિ સુગંધિત પાણીનાં બિંદુઓ વડે શીતળ થયેલી હોય છે અને મંદ વાયુથી પ્રેરાયેલી અર્થાતુ અનુસરાયેલી હોય છે. આ દિવ્ય પુષ્પોની ધારા જિન પ્રભુની વચનમાળા જેવી રમ્ય લાગે છે. દેવો દ્વારા રચિત સમવસરણમાં બિરાજીને પ્રભુ ધર્મદેશના આપે છે. સૂરિજી દિવ્ય પુષ્પવૃષ્ટિને પ્રભુની દેશનાના પ્રતીક રૂપે સમજાવે છે. દિવ્ય ધ્વનિ દ્વારા મોક્ષમાર્ગની પ્રરૂપણા સંબંધી પ્રભુ દેશના આપવાના હોય છે. તે સમયે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ તેમજ આવા શુભ અવસરની અનુમોદના દર્શાવતી, દેવો આકાશમાંથી ક્રમબદ્ધપણે એકસરખી રીતે નીચે ઊતરતી વિવિધ પ્રકારનાં વૃક્ષો મંદાર, સુંદર, નમેરુ, પારિજાત, સત્તાન આદિનાં ફૂલોની વર્ષા કરે છે. | જિનવચનો પણ તીર્થપતિ જેવા સર્વોત્તમ પુરષના મુખથી વરસે છે, પુષ્પોની ઉત્તમત્તા, વચનની ઉત્તમતાને પ્રત્યક્ષ કરે છે. આ પુષ્પોમાં જેમ શીતળતા અને સુગંધ ભરેલી હોય છે તેમ પ્રભુવચનમાં પણ આત્માને શીતળતા અને સુગંધ પ્રાપ્ત કરાવે એવી શક્તિ ભરેલી હોય છે. એટલે કે પુષ્પોની શીતળતા, સુગંધ અને આફ્લાદ પ્રભુનાં વચનશ્રવણથી મળતાં સુખશાંતિ અને શીતળતાની આગાહી કરે છે. વળી તે પુષ્પવૃષ્ટિનું સંચાલન જેમ મંદવાયુ કરે છે, તેમ આ વચનસૃષ્ટિનું સંચાલન કેવળ નિષ્કારણ કરૂણાશીલતાથી થાય છે. આમ પ્રભુની વિશિષ્ટ વાણીનો પરિચય સમ્યફદૃષ્ટિ દેવો દિવ્ય પુષ્પવૃષ્ટિ દ્વારા સ્થૂળ સ્વરૂપે જગતના જીવોને આપે છે. તાત્પર્ય કે પ્રભુનાં વચનોની સાક્ષાત્ પંક્તિરૂપ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ નિરંતર થાય છે. આ પુષ્પવૃષ્ટિની શીતળ, મંદ, સુગંધ લહેરીની સાથે મહેક ફેલાય છે તેમ પ્રભુનાં વચનો પણ આત્માને આફ્લાદકતા, શીતળતા, સુખશાંતિ આપે છે. પ્રભુનાં આ વચનો સંસારની ભવભ્રમણામાંથી છૂટવાનો સુંદર, સુમધુર માર્ગ બતાવે છે અને પુષ્પોની સુગંધિત લહેરખી જેવા માર્ગ પર ચાલવા માટે આત્મા આકર્ષિત બને છે. અહીં 'ઉદ્ધા' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તેનો અર્થ સમજાવતાં સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy