SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 314 - |ભક્તામર તુલ્ય નમઃ | મોક્ષમાર્ગમાં ગતિ કરતાં અનેક કષ્ટો અને રુકાવટ ઉત્પન્ન કરે છે. તે દ્વારા ભવભ્રમણની ભ્રમણારૂપ વડવાગ્નિ ઉત્પન્ન થાય છે. આ વડવાગ્નિ સર્વનાશ લાવવા માટે ભયજનક અંગ બની રહે છે. એટલે કે જીવાત્માએ અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે પ્રગતિનો સર્વનાશ થઈ જાય છે. જીવાત્મા અધોગતિના પંથે ચાલ્યો જાય છે. પરંતુ જો આવા સમયે શ્રી જિનેશ્વરદેવનું નામ-સ્મરણ કરવામાં આવે તો તેનો અધોગતિના પંથે જવાનો ભય અટકી જાય છે અને પ્રગતિના પંથે પ્રયાણ કરે છે. પ્રભુનું નામ-સ્મરણ જ મોક્ષપંથે જવાનો એક માત્ર સહારો છે. તેનું સ્મરણ અને શરણ જે સ્વીકારે છે તેને તે સર્વભયોથી અવશ્ય બચાવે છે. તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું નામ-સ્મરણ ગજભય, સિંહભય, અગ્નિભય, સર્વભય, યુદ્ધભયની જેમ જ સમુદ્રમયમાં પણ રક્ષણ આપનારું છે. શ્લોક ૪૧મો उद्भूतभीषणजलोदरभारभुग्नाः शोच्यां दशामुपगताश्युतजीविताशाः । त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहा मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ।।४१।। અંગો જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી. જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જો ધરે છે, તેઓ નિશે જગતભરમાં દેવ રૂપે ફરે છે. (૪૧) શબ્દાર્થ મૂત મીષણ – ભયંકર ઉત્પન્ન થયેલો, ઝનોર – જલોદરનો રોગ, માર મુના: – ભારથી વાંકા વળી ગયેલ, શોધ્યામ રામ – શોચનીય દશાને, દયનીય દશાને, ૩૫તા: – પામેલા, શ્રુતનીવિતા: – જેણે જીવવાની આશા છોડી દીધી છે એવા, પગરખો – આપના ચરણરૂપી કમળની ધૂળ રૂપ, અમૃત – અમૃત, વિશ્વ વેરા: – લેપાએલા શરીરવાળા, મત્સ્ય મવત્તિ - મનુષ્યો થાય છે. મકરધ્વનરુપા – કામદેવ સમાન રૂપવાળા. ભાવાર્થ : હે પરમ તારક ! જે ભયંકર જલોદરનો રોગ ઉત્પન્ન થયેલા પેટના ભારથી વાંકા વળી ગયા છે કે જે દયા ઊપજે એવી દશાને પામ્યા છે અને જેમણે જીવવાની આશા છોડી દીધેલી છે એવા મનુષ્યો આપના ચરણકમળની રજરૂપી અમૃતનું પોતાના શરીર ઉપર લેપન કરે તો કામદેવ સમાન રૂપવાળા થાય છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy