SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 313 છે. આ ભવભ્રમણના ફેરામાંથી મુક્ત થવાનો કોઈ જ માર્ગ દેખાતો નથી. આ સંસારસમુદ્રનો મોક્ષરૂપી કિનારો જણાતો નથી. આ સંસારસમુદ્રમાં ભટકી રહેલા જીવાત્માને વિષયસુખ ઘાતી કર્મ અને અઘાતી કર્મરૂપી મગરમચ્છોનાં બંધનોએ પોતાના પાશમાં બરાબર જકડી રાખ્યો છે. આ કર્મો પ્રવાસીરૂપી ભવ્ય જીવાત્માને મોક્ષ માત્ર તરફ પ્રયાણ કરતાં અટકાવે છે. સમુદ્રમાં જેમ મોટાં મોટાં મોજાં, તરંગો ઊછળી રહ્યાં છે તેમ સંસારસમુદ્રમાં આશા અને એષણારૂપ મનના તરંગો ઊછળે છે જે મોક્ષ તરફ જવા માટેના માર્ગને અવરોધે છે. ડૉ. સરયૂ મહેતા આ ગૂઢાર્થ સમજાવતાં જણાવે છે કે, “વિષયસુખરૂપી મગરમચ્છો આદિ શિકારને ફસાવવા જ્યાંત્યાં કૂદાકૂદ કરીને ફરી રહ્યા છે. જ્યાં આશા અને તૃષ્ણારૂપી મહાકાય મોજાંઓ અનેક પ્રકારે ઊછળી રહ્યાં છે એવા સંસારસમુદ્રમાં જો ભવ્ય જીવરૂપી યાત્રિક ફસાયો હોય અને એ વખતે જો પ્રભુને સાચા હૃદયથી સ્મરે તો તેની સર્વ પ્રકારની ભીતિ દૂર થાય છે.” પ્રભુનું નામસ્મરણ આવી પડેલી ભયંકર પરિસ્થિતિનું નિવારણ કરવાનું અદ્ભુત કાર્ય કરે છે. સંસારસમુદ્રમાં ડૂબકીઓ ખાતા જીવાત્માઓ વિશુદ્ધ રૂપે નાવનું જ શરણ સ્વીકારે તો સંસારસમુદ્ર સુખપૂર્વક તરીને સામે કિનારે પહોંચી શકાય છે. સમુદ્રભય-નિવારણ જેવા શક્તિશાળી શ્લોકની રચના સ્તોત્રકાર સૂરિજીએ કરી છે. પ્રભુના નામનું સ્મરણ-સ્તવન કરવાથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિ એ પરમાણુઓની શક્તિ છે. પુલોની શક્તિ છે. પ્રભુના શક્તિશાળી પુલ-પરમાણુઓ બીજાં વિઘ્નોરૂપી, ભયરૂપી કે કર્મરૂપી કમજોર પુદ્ગલોનો નાશ કરે છે અને પ્રભુના નામ-સ્મરણના પ્રભાવથી અહીં ભયાનક સમુદ્રયાત્રા પણ કુશળતાપૂર્વક પાર પડી જાય છે. તેમ સંસારરૂપી સાગરમાં સંકલ્પવિકલ્પરૂપ ડામાડોળ મનરૂપી તરતી નાવને પ્રભુના ચરણયુગલનું શરણ સ્વીકારવાથી સામે કિનારે મોક્ષરૂપી લક્ષને પહોંચવાનો એક માત્ર ઉપાય સૂરિજીએ બતાવ્યો છે. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા આ શ્લોકને ગોત્રકર્મના પ્રતીક રૂપે સમજાવતાં જણાવે છે કે, “સંસારરૂપી સમુદ્રમાં જીવનરૂપી જહાજ તેના ગન્તવ્યસ્થાન પર જવા માટે ઘણી તીવ્રતાથી ગતિ સાધીને પ્રગતિ કરે છે. પરંતુ આ મહાયાત્રાના મધ્યમાં ગોત્ર કર્મના ઊંચા-નીચા તરંગો જાગીને ક્યારેક માન-અપમાન અથવા આકર્ષણ ધૃણાની ભાવનાઓથી ઉત્પન્ન વિષય વાસનારૂપ મત્સ્ય સાથે અથડાય છે. આ અથડામણથી ભયજન્ય દુર્ઘટનાનો વડવાગ્નિ ઉત્પન્ન થાય છે.”૫૫ સંસારસમુદ્રના પરિભ્રમણમાં ફસાયેલો જીવ પોતાને જ્યાં મૂળ સ્વરૂપે પહોંચવાનું છે, ત્યાં પહોંચવા માટે વેગપૂર્વક ગતિ કરતો હોય છે. એ ગતિ દ્વારા તેના પાપકર્મનો ક્ષય થાય છે અને પુણ્ય-કર્મનો ઉદય થાય છે. પરંતુ આ મહાભિનિષ્ક્રમણરૂપ યાત્રામાં જીવાત્માના કર્મને અનુરૂપ ગોત્ર મળે છે અને એ ગોત્રના આધારરૂપ માન-સન્માન કે અપમાન થતાં હોય છે. કર્મગતિને આધીન કોઈના પ્રત્યે ધૃણાની ભાવનાઓથી વિષયવાસનારૂપ મહાકાય મગરમચ્છો જીવાત્માને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy