SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર ફ 303 કરવાનું કામ સરળ નથી. તો પછી તેની નજીક જઈને સ્પર્શ કરવાની શક્યતા ક્યાંથી હોય ? તેમાં પણ પગ વડે સ્પર્શ કરવામાં તો મોટું જોખમ રહેલું છે. કારણ કે પગના સ્પર્શથી સર્પને આધાત થાય છે અને તેથી તે કોપાયમાન થઈને અવશ્ય દંશ દે છે. પરંતુ શ્રી આદિનાથ પ્રભુનું નામસ્મરણ નાગદમની નામની જડીબુટ્ટી જેવું કામ કરે છે. એટલે કે આવો અતિ ભયંકર, મહાવિષધર નાગ ક્રોધથી ફૂંફાડા મારતો સામેથી આવી રહ્યો હોય તો પણ તેને પ્રભુનું નામસ્મરણ શાંત પાડી દે છે. શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કરી રહેલો જીવાત્મા તેની સામે જઈને તેને બે પગ વડે સ્પર્શ કરે છતાં પણ તે કંઈ કરી શકતો નથી. અર્થાત્ જેની પાસે પ્રભુના નામસ્મરણની નાગદમની હોય છે તે આવા સર્પને નિઃશંકપણે ઓળંગી જાય છે. અર્થાત્ શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે તે પ્રમાણે, “પ્રભુ ! જેના હૃદયમાં આપના નામની નાગદમની હોય તેનું આકૃષ્ટ વિષધર પણ કશું બગાડી શકતો નથી.'’ ,,e નાગદમનીના બે અર્થ થાય છે : (૧) પ્રભુનું નામસ્મરણ (૨) જાંગુલી વિદ્યા. જે જાંગુલી વિઘા જાણે છે તેને સાપ કશું કરી શકતો નથી. પરમાર્થ દૃષ્ટિએ આ શ્લોકને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “કુપિત થયેલો રાજા નાગ જેવો ભયંકર બને છે. વળી અત્યંત કર્માશ્રવને કારણે તે મિથ્યાત્વ વધવાથી કાળો બન્યો છે. વળી તે લાલ આંખવાળો છે, અર્થાત્ સંસારમાં ખૂબ પરિભ્રમણ કરનાર છે. (લાલ રંગ સંસારનું પરિભ્રમણ સૂચવે છે) અને ક્રોધથી ફૂંફાડા મારે છે, એટલે કે જેણે સારાસારનો વિવેક ગુમાવ્યો છે તે સર્પ જેવો રાજા ઉપસર્ગ કરવા આવે તો તે પણ પ્રભુ સ્મરણરૂપી નાગદમનીથી શાંત બની જાય છે. વિઘાતક ઉપસર્ગ તે કરી શકતો નથી. આ પરથી રાજા કેટલા અંશે અશાંત થયો હશે અને પ્રભુના નામના બળથી કેટલો શાંત બનવાનો છે તેનો કેટલોક ખ્યાલ અહીં આવે છે. વળી એ પણ સમજાય છે કે મુનિને ઉપસર્ગ ક૨વા તૈયાર થયેલો રાજા મુનિના આત્માને કોઈ પણ પ્રકારે નુકસાન કરી શકનાર નથી. કારણ કે મુનિ પાસે પ્રભુસ્મરણની નાગદમની તૈયાર જ છે.’૫૦ જંજીરોથી જકડાયેલા સૂરિજીને સંપૂર્ણ શ્રદ્ધા છે કે પ્રભુના નામસ્મરણ રૂપી નાગદમની ક્રોધાયમાન રાજાના ક્રોધને જરૂરથી શાંત ક૨શે અને તેમના ઉપર કીધેલા ઉપસર્ગ પણ તત્ક્ષણ દૂર કરશે. તત્ત્વાર્થ દૃષ્ટિએ સર્પદંશના ઝેરની વાતમાં વિષયસેવનના ઝેરની વાત છે. વિષયોના મૂળમાં પાંચ ઇન્દ્રિયો છે. આ પાંચ ઇન્દ્રિયોના વિષયસેવન અર્થે જ પરિગ્રહનું નિર્માણ થાય છે. પરિગ્રહના ત્યાગથી કષાયો મંદ થાય છે અને કષાયો મંદ થતાં આત્માના ભાવોમાં વિશુદ્ધતા આવે છે. કષાયો ચાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. આ ચાર કષાયો ઘાતી કર્મો સાથે જોડાયેલા છે. નાગદમની જે સાપને વશમાં રાખે છે, તેનું દમન કરે છે એ એક વિશેષ જડીબુટી છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy