SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 12 * ॥ ભક્તામર તુભ્ય નમઃ II રીતે ચિત્રબંધ, સમસ્યાપૂર્તિ શ્ર્લેષ, સરસ્વતી, કમળ વગેરે. મુખ્ય પદગર્ભ, મંત્ર-તંત્ર-યંત્ર યોગ, ભેષક વગેરેને ગર્ભિત રાખીને બનાવેલા સ્તોત્ર આ પ્રકારમાં આવે છે. (૮) ઉપદેશાશ્રિત સ્તોત્ર : જીવ, આત્મા, મન, માનવ વગેરેને લક્ષમાં રાખીને એનું કલ્યાણ કરવાની ભાવનાથી આપવામાં આવેલા ઉપદેશોનો સમાવેશ કરવાવાળા સ્તોત્ર વગેરે. આચાર્યો અને શાસ્ત્રકારોએ ગણાવેલ ઉપર્યુક્ત પ્રકારોમાંથી હાલમાં ઘણાં સ્તોત્ર વિદ્યમાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે ચમત્કારાશ્રિત સ્તોત્ર માટે મયૂર ભટ્ટનું 'સૂર્યશતક' અને બાણ ભટ્ટનું ‘ચંડીશતક’ ઉત્તમ ઉદાહરણો છે. તેવી જ રીતે કાવ્યકલાશ્રિત સ્તોત્ર તરીકે શ્રી માનતુંગસૂરિ વિરચિત ‘ભક્તામર સ્તોત્ર' ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સંખ્યાશ્રિત સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરની દ્વાત્રિશિંકાઓ, પંચાત્રિશિંકાઓ, એકાત્રિશિંકાઓને ઓળખાવી શકાય. મંત્રપદાશ્રિત સ્તોત્ર તરીકે શ્રી ભદ્રબાહુસ્વામી કૃત ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’ તથા માનતુંગસૂરિકૃત ‘ભક્તામર સ્તોત્ર'ને ગણાવી શકાય. આવાં અનેક ઉદાહરણો આપણને સ્તોત્રના પ્રકારને હિસાબે મળી આવે છે. સ્તોત્રના આવા અને આ સિવાયના અનેક પ્રકારો જોવા મળે છે. સ્તુતિની પદ્ધતિ : માનવીનાં સર્વ દુઃખોનું દુઃખ ઇષ્ટદેવની વિસ્મૃતિમાં રહેલું છે. જેમાંથી સ્તુતિ બચાવી લે છે. માનવીના મનમાં દ્વેષ, ધિક્કાર, હિંસા, ઇન્દ્રિયસુખો પાછળની આંધળી દોટ, મહત્ત્વાકાંક્ષાઓ અને અભિમાન છલોછલ ભરેલાં હોય છે. ત્યારે વિકાર-પ્રલોભનોને દૂર રાખવાં, મન અને આત્માની દૃઢતા કેળવવા ઇષ્ટદેવની સ્તુતિ એક અમોઘ શસ્ત્ર બની જાય છે. આવી સ્તુતિ-સ્તવના કઈ રીતે કરવામાં આવે ? આ એક પ્રશ્ન છે. પ્રાયઃ સ્તોત્રકાર સ્તુતિના આરંભમાં જેમ ‘સૌંદર્યલહરી'માં શ્રી શંકરાચાર્યે કહ્યું છે, “પ્રભુનું સ્તોતું વા થમતપુખ્ય: પ્રમાવિત: ?'' મહિમ્નસ્તોત્રમાં શ્રી પુષ્પદંતે કહ્યું છે, “મહિમ્ન પારં તે પરમવિદુષોયઘસવશી... મમાગ્યેષ સ્તોત્ર હર નિરપવાવ પરિર્ ।'' સર્વ જિન સાધારણ સ્તવમાં શ્રી નરચંદ્રસૂરિના કહેવા પ્રમાણે, ‘સરતિ સરતિ શ્વેત: સ્તોતુનેતન્ત્રવીર્ય ।'' સાધારણ જિન સ્તવમાં શ્રી બપ્પભટ્ટસૂરિ કહે છે કે ન તા શિરો યા ન વન્તિ તે મુળાન ।" જિનસ્તુતિપંચાશિકામાં મહીમેરુમુનિએ કહ્યું છે કે સ્તવનમિષાતે નિખાં બિહ્વામ્ ।'' સાધારણ જિન સ્તવનમાં શ્રી સોમપ્રભસૂરિએ કહ્યું છે કે “સ્તું નાથસ્ત્વાં સ્તુવે નાથ ।'' – વગેરેને સિદ્ધ કરતાં પ્રવૃત્તિને સિદ્ધ કરે છે. .. કોઈ પણ સ્તુતિકારની સ્તુતિ માટે થતી પ્રવૃત્તિ ઉપર્યુક્ત કથનો પ્રમાણેની હોય છે. સ્તુતિ કોઈ પણ પ્રકારે કરો પણ તે સ્તુતિ જીવશ્રદ્ધાપૂર્વકની હોવી અતિ આવશ્યક છે. શ્રદ્ધા વિનાની સ્તુતિ જીવ વગરના ખોળિયા જેવી હોય છે. અર્થાત્ આત્મા વિનાના શરીર જેવી, સુગંધ વિનાના અત્તર જેવી હોય છે. સ્તુતિ સંબંધી વિચારણામાં એટલું કહી શકાય છે કે કોઈ પણ સ્તુતિકારની સ્તુતિ માટે થતી પ્રવૃત્તિ અને તેનાથી થતા લાભો વિશે શ્રી સમન્તભદ્ર આચાર્યના 'સ્વયંભૂસ્તોત્ર'માં જણાવ્યા મુજબ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy