SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ 288 N ભક્તામર તુલ્ય નમઃ || જ્યારે જ્યારે વિહાર કરે છે ત્યારે દેવો પ્રભુના પ્રત્યેક પગલે પગલે સુવર્ણ કમળની રચના કરતા આવે છે. પ્રભુના ચરણ જ્યાં પડે છે ત્યાં કમળ રચાય છે. અને જ્યાંથી પગ ઊપડે ત્યાંનું કમળ વિલીન થઈ જાય છે. અર્થાત્ પ્રભુ જ્યાં પણ પોતાના ચરણ માંડે છે ત્યાં ત્યાં દેવો દ્વારા નિર્મિત સુવર્ણ કમળો વિકૃતિ થઈ જાય છે. માનતંગસૂરિજી કહે છે કે જિનેશ્વરદેવના બંને ચરણો દશ નખો વડે અત્યંત શોભે છે. આ નખો કેવા છે? તો જાણે સુવર્ણનાં નવીન કમળો ખીલ્યાં હોય તેના જેવા કાંતિને ધારણ કરનારા છે. એટલે કે સુવર્ણ જેવી ઉત્કૃષ્ટ આભાથી યુક્ત છે. શ્રી જિનેશ્વરદેવ ! વિહાર કરવા માટે આ બે ચરણો વડે જ્યાં જ્યાં પગલાં માંડે છે, ત્યાં ત્યાં દેવો સુવર્ણ કમળો રચે છે અને ભગવાન તેનાં પર પગલા માંડતા ચાલ્યા જાય છે. આવી ક્રિયા પરમાત્મા ગંતવ્ય સ્થાને પહોંચે ત્યાં સુધી ચાલે છે. શ્લોકની પ્રથમ બે પંક્તિમાં સૂરિજીએ સુવર્ણ કમળ પર પ્રભુના ચરણો કેવા છે તે જણાવ્યું છે. પ્રભુના ચરણ નવીન ખીલેલા સુવર્ણકમળ જેવી કાંતિવાળા છે. તેના ચરણના નખમાંથી પ્રસરતાં તેજસ્વી કિરણો અગ્રભાગથી ઝળહળતા અત્યંત મનોહર પ્રભુના ચરણયુગલ દેવોને એટલા પૂજ્ય લાગે છે કે તેઓ પોતાની ભક્તિ દર્શાવવા પ્રભુના ચરણયુગલ વિહારમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પ્રત્યેક પગલે સુવર્ણ કમળની રચના કરે છે. શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “તીર્થકરનો એક અતિશય એ છે કે તેઓ જ્યારે ચાલે છે ત્યારે તેમના પગ નીચે કમળ રચાઈ જાય છે. એમ માનવામાં આવે છે કે દેવતાઓ તીર્થકરના પગ નીચે કમળ રચી દે છે. માનતુંગ આ અતિશયનો ઉલ્લેખ કરતાં કહે છે કે જ્યારે આપ ચાલો છો ત્યારે નવ સુવર્ણ કમળ ઉન્નિદ્ર વિકસ્વર બની જાય છે."" અર્થાત્ પ્રભુના ચરણ સુવર્ણકમળના વિકસ્વર પુંજ જેવા છે. સુવર્ણ કમળ એક જ હોય તો પેજ ન બને. પરંતુ સુવર્ણ કમળ નવ હોય તો વિકસ્વર કાંતિનો પંજ બને. એક તરફ તે વિકસ્વર કાંતિપુંજને લીધે સુવર્ણ જેવી આભા પ્રકાશિત થઈ રહે છે. બીજી તરફ પ્રભુના નખમાંથી નીકળેલાં તેજસ્વી કિરણોની શિખા બની રહે છે. આ જ કારણે પ્રભુના ચરણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે ત્યારે દેવતાઓ સુવર્ણ કમળો પ્રભુના ચરણોમાં વિકુર્વિત કરે છે. અહીં નવપંકજનો ઉલ્લેખ છે. આ નવના બે અર્થ થાય છે એક નવું અને બીજું નવ. પ્રસ્તુત શ્લોકના સંદર્ભમાં બંને અર્થ ઘટિત થાય છે. નવપંકજ નવ સુવર્ણકમળ છે અને બીજો અર્થ નવ પંકજનો ઉલ્લેખ અનેક જગ્યાએ મળે છે. નવપંકજ એટલે તે કમળ ન તો કરમાય છે, ન ચીમળાય છે; હંમેશાં ઉન્નિદ્ર, વિકસ્વર બની રહે છે. તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવ વિહાર કરતી વખતે દેવો દ્વારા વિકર્વિત સુવર્ણકમળ પર પગલાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy