SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 250 | ભક્તામર તુલ્યુ નમઃ | હે ભગવાન ! તમારા દર્શનમાં તમારી શાંત-સૌમ્ય વિરાગી મુખમંડળની પાછળ રહેલી આપની સર્વજ્ઞતા તેમજ વીતરાગતાનાં દર્શન થતાં, હું મારા હૃદયમાં એવો પરમ સંતોષ અનુભવું છું કે જ્યાં સુધી મારા સંસારની ભવભ્રમણા બાકી છે ત્યાં સુધી આપે દર્શાવેલા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયી માર્ગનું મને આલંબન રહો. આ સૂરિજીએ ‘ત્વયિ તોપમેતિ' અને “ભવાંતરે પિ' આ બે શબ્દોનાં બે ટૂંકાં વાક્યોમાં બોધિ અને સમાધિની વાત અલ્કત તેમજ અનુપમ ભક્તિભાવપૂર્વક કરેલ છે. અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિનું નામ બોધિ અને પરભવભવોભવમાં તેને સાથે લઈ જવાનું તેનું નામ સમાધિ. આ માર્ગ જ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા માટે આપે પ્રરૂપેલો છે અને તે ભવાંતરમાં પણ મને પ્રભાવિત કરતો રહેશે. અત્યાર સુધીમાં સૂરિજીએ હરિહરના થયેલા અનુભવને કારણે હવે તેમને મળેલા ઉત્કૃષ્ટમાં મનમાં સ્થિર થયું છે. જેમાંથી હવે ચલિત થવું અસંભવિત છે. આવા ઉત્કૃષ્ટ શ્રી જિનેશ્વરદેવમાં હૃદયને સ્થિર થવાનો લાભ થયો છે. આથી હવે આનાથી વધારે ઉત્કૃષ્ટ કે નવીન મેળવવાની ઝંખનામાં કે ક્યાંય મૃગજળમાં જવાનું નથી. ડૉ. સરયૂ મહેતા અહીં જણાવે છે કે, "ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવ સરે, મસ્યભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.” હે પ્રભો ! જો મને તું ભટક્યા વગર જ પ્રાપ્ત થયો હોત તો અધિકાર વિના મળેલી ઉત્તમ વસ્તુની જેમ હું તને સાચવી શકત નહિ, અને તે તારાથી છૂટી જવા જેવું થાત. પણ ખૂબ પ્રયત્ન મળેલી ઉત્તમ વસ્તુની સાચી કિંમત સમજાઈ હોવાને કારણે હું તારું ખૂબ જતન કરીશ, અને એમ જ પાત્રતા પછી મળેલી વસ્તુનું ઉત્તમ ફળ હું પામીશ. વળી મારામાં એક જ ભાવના રમી રહી છે કે હવે તો તારા સિવાય મને કોઈ પણ આકર્ષ શકે તેમ નથી. બધાનો અનુભવ લીધા પછી (સંસાર અને પરમાર્થ) મારામાં સારાસારનો વિવેક પ્રગટ્યો છે અને તેના બળથી સ્પષ્ટ જણાય છે કે ઉત્તમ એવા તારા સિવાય મારા ચિત્ત પર પ્રભાવ પાડવા કોઈ સમર્થ નથી. કારણ કે બધા તો ત્રુટિઓથી ભરપૂર છે ત્યારે તું ત્રુટિઓથી પર છે. ૨૬ મૃગજળમાં ભટક્યા વગર જો જળની પ્રાપ્તિ થઈ જાય તો જળની કિંમત પ્રાપ્ત કરનારને મન એટલી નથી હોતી જેટલી મૃગજળ પાછળ ભટકનારને હોય છે તેમ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ જો સહેલાઈથી થાય તો તેની કિંમત મેળવનારને મન કોડીની હોય છે, અધિકાર, મહેનત વિના પ્રાપ્ત કરેલી વસ્તુ ગમે તેટલી ઉત્કૃષ્ટ કક્ષાની હોય પરંતુ તેને મન તે કોડીની છે. તેથી જ સૂરિજી કહે છે કે મેં હરિહરને ઓળખવાનો અભ્યાસ કરી લીધો પરંતુ તેમાં કોઈ જ્ઞાતા ન હતા એટલે કે સર્વજ્ઞ ન હતા. શ્રી જિનેશ્વરદેવને જોતાં જ સત્ય સમજાયું. પહેલાં પ્રભુ સિવાય બધાને જોયા પણ એમાં ક્યાંય પણ મોક્ષમાર્ગ ન મળ્યો, એટલે તેમાં ચિત્ત સ્થિર થયું નહિ. પરંતુ હવે સર્વજ્ઞવીતરાગ એવા પ્રભુ મળ્યા અને મોક્ષમાર્ગ મળ્યો. તેથી સૂરિજી કહે છે કે મારું મન-ચિત્ત સ્થિર
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy