SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ભક્તામર તુલ્યું નમઃ II 224 વિવેચન : ગાથા ૧૫ સ્તોત્રકાર સૂરિજી પ્રભુના ગુણોનું વર્ણન કર્યા પછી આ શ્લોકમાં તેમના વિશિષ્ટ એવા ‘અવિચળતાના’ ગુણનું ઉદાહરણ સહિત વર્ણન કરે છે. હૃદયના પરિવર્તન અને સૃષ્ટિના ક્રમમાં આવતા પરિવર્તન વચ્ચે ઘણું સરખાપણું છે. બંનેમાં સતત પરિવર્તન આવતું જોવા મળે છે. બંનેમાં આવતા પરિવર્તનમાં સંગતિ કે વિસંગતિ સમાન રૂપે જ હોય છે. સૃષ્ટિમાં પરિવર્તન પ્રાકૃતિકકુદરતી પરિબળોને કારણે આવે છે. જ્યારે હૃદયમાં પરિવર્તન ભક્તિની વૃત્તિ દ્વારા આવે છે. સૂરિજીએ ભક્તામર સ્તોત્ર દ્વારા ભક્તિનો માર્ગ બતાવ્યો છે. પ્રભુભક્તિમાં તદાકાર બનીને તેમના નિર્વિકાર, સૌમ્ય સહજ સ્વાભાવિક સ્વરૂપનાં દર્શન તેઓ કરી રહ્યા છે અને ભક્તિભાવની ગંગામાં તરબોળ બનીને તેઓ શ્રી આદિનાથ ભગવાનને અનન્ય કહે છે અને તે અનન્યપણાને સમર્થન આપવા માટે તેઓ મેરુ પર્વતનું ઉદાહરણ આપે છે. સૃષ્ટિમાં રહેલા સર્વસામાન્ય જીવોનું નિરીક્ષણ કરતાં સમજાય છે કે દરેકમાં રાગી-વિરાગી, વિકારીભાવ અને ચળવિચળપણું, વિચલન અને અવિચલન મોટા પ્રમાણમાં હોય છે. રાગી વિરાગીને વિચલિત કરવા માટે હંમેશાં પ્રયત્ન કરે છે. પણ જેને આત્માની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કરી લીધો હોય તેને રાગી ચલિત કરી શકતો નથી. જ્યારે કોઈ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે રાગી આત્મા હર્ષ અનુભવે છે. વિકારીભાવ જાગ્રત થતાં તેને ભોગવવાની વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે કોઈ અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે રાગી આત્મા ખેદ અનુભવે છે. વિકારી ભાવના પરિણામે તેનાથી નિવૃત્તિ મેળવવાના ભાવો પ્રગટ કર્યા સિવાય તે રહી શકતો નથી. તાત્પર્ય કે સામાન્ય જીવ તેમનું જીવન નિમિત્તાધીન થઈને તે પ્રમાણે વર્તે છે. આત્મા કરતાં નિમિત્તનું મહત્ત્વ સવિશેષ જણાય છે, જેમાં સામાન્ય માણસ વિચલિત થઈ જાય છે. વિચલન અને અવિચલનના સંદર્ભમાં અનેક સ્થિતિઓ હોય છે તે સમજાવતાં શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “એક સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળતાં જ વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત ન મળ્યું તો વિચલન ન થાય. ત્રીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળવા છતાં વ્યક્તિ વિચલિત ન બને.૧૬ સર્વસામાન્ય બાબત છે કે વિકારનું નિમિત્ત મળતાં વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી પરિસ્થિતિમાં નિમિત્ત ન મળવાથી વ્યક્તિ વિકૃત ન બને, એ પારિપાર્થિક બાબત છે. આ બંને પરિસ્થિતિ કોઈ આશ્ચર્યજનક ઘટના નથી. એ સર્વસામાન્ય ઘટના છે. પરંતુ જો નિમિત્ત મળવા છતાં વિચલિત ના થાય એ આશ્ચર્યની વાત છે. આ શ્લોકમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને આ ત્રીજી ભૂમિકામાં વર્ણવ્યા છે. અર્થાત્ પ્રભુનો નિમિત્ત પરનો વિજય વર્ણવ્યો છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, ‘હે ભગવાન ! આપ ખરેખર નિર્વિકારી છો. પ્રભુ, આપના દરેક કલ્યાણક વખતે ઉત્સવ ક૨વાને માટે અનેક દેવ-દેવી-દેવાંગનાઓ તમારી સમક્ષ આવે છે અને વિવિધ પ્રકારના અંગમરોડ દ્વારા નૃત્ય પ્રદર્શિત કરે છે. હે પ્રભુ ! છતાં પણ આપનું મન
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy