________________
222 ભક્તામર તુલ્યુ નમઃ | આથી ઉચ્ચ અવસ્થા, મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. કારણ મોક્ષ આપવા માટે પ્રભુ સિવાય કોઈ પણ સમર્થ હોતું નથી. ન્યાયની દૃષ્ટિએ જોઈએ તો પણ જેની પાસે જે હોય તે આપે. આ દૃષ્ટિએ પણ પ્રભુ પાસે સર્વસ્વ છે. મોક્ષ સિવાયની કોઈ વસ્તુ અન્ય કોઈ પણ આપી શકે એમ હોય છે. પરંતુ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચરિત્ર, અનંતસુખ અને અનંતવીર્ય. એ પ્રભુ સિવાય કોઈ પણ આપવા સમર્થ હોતું નથી. જેમ ગુણો પ્રભુના આશ્રયે રહીને ત્રણે જગતમાં પ્રસાર પામે છે, તેને ફેલાતા કોઈ રોકી શકતું નથી, તેને કોઈ પ્રકારના કર્મબંધનનાં વિદ્ગો રોકી શકતાં નથી. જ્યાં સુધી પ્રભુનું શરણું સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી જીવાત્મા કર્મબંધનને આધીન થઈને ભવભ્રમણની ભ્રમણામાં અટવાતો રહે છે. પરંતુ પ્રભુના શરણે જતાં કર્મબંધનની બેડીઓ આપોઆપ તૂટી જાય છે. તેને ભવભ્રમણની ભ્રમણામાંથી મુક્તિ મળે છે અને શાશ્વત સુખ, મોક્ષગતિને પામે છે.
સર્વ જીવાત્મામાં અનંત ગુણો રહેલા હોય છે. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સમવસરણમાં દેશના આપે છે. ત્યારે તેઓ જગતના જીવોને જણાવે છે કે, “ત્રણ જગતના સર્વે જીવો ! તમારો આત્મા મારી જેમ જગતનો એક પદાર્થ છે. તેમાં અનંત ગુણો રહેલા છે. ઘવ્ય યુક્ત છે. એટલે કે આત્માના દરેક ગુણ, દ્રવ્યમાં ધ્રુવપણે રહીને પર્યાયમાં એટલે કે અવસ્થામાં પલટાયા કરે છે. દરેક ગુણ તેના જે તે સમયના પર્યાયમાં રહેલો છે અને તે પર્યાયનો જ ભોગવટો કહેતાં અનુભવ જીવને હોય છે. દરેક આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય શક્તિ રૂપે રહેલાં હોવા છતાં વર્તમાન અવસ્થામાં જે હીનપણું છે તે કર્મોદયના નિમિત્તથી થયેલ છે. અને જીવને વર્તમાનની આ હીન અવસ્થાનો જ અનુભવ હોય છે અને તે કર્મોનો ક્ષય કરવાનો ઉપાય છે અને તેનું નામ મોક્ષમાર્ગ છે.'
આત્મામાં જ અનંત શક્તિ રહેલી છે પણ તેને કર્મનાં બંધનો નડે છે. પણ પ્રભુના શરણે આવેલા ક્ષમા, વૈરાગ્ય વગેરે ગુણોનો આત્મા જો આશ્રય લે તો તે અવશ્ય મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકે છે. જો સમર્થનું શરણું સ્વીકારવામાં આવે તો સામર્થ્ય આપોઆપ આવી જાય છે. શ્રી આદિનાથ પ્રભુ એવા નાથ છે જે સમર્થ છે. આવા સમર્થ પ્રભુનું શરણું જે ગુણોએ સ્વીકારી લીધું છે તે ગુણોને રોકવાની શક્તિ કોનામાં હોય ? તેવા ગુણોને સમગ્ર જગતમાં “પ્રસ્તાનિવારણ્યતિ સંરતો યથેષ્ટમ" એટલે કે પ્રસાર પામતાં કોણ રોકી શકે ? તેવા શબ્દો આ અર્થમાં સૂરિજીએ વાપર્યા છે.
અહીં સૂરિજીએ પ્રભુનું શરણ અર્થાત્ પ્રભુના આશ્રયે રહેલા ગુણોનું શરણ સ્વીકારી લીધું છે. તેથી તેઓ પોતે પણ પોતાનું ઇચ્છિત વિના વિખે પ્રાપ્ત કરશે એવો દઢ સંકલ્પ જણાય છે. જેમ પ્રભુના આશ્રયે રહેલા ગુણો પોતાને યોગ્ય લાગે તે રીતે કરી શકે છે. તેમ સૂરિજી પણ પ્રભુના આશ્રયે રહેલા છે, તેથી રાજાએ બાંધેલા બેડીનાં બંધનોમાંથી છૂટીને પોતાને યોગ્ય લાગે તે રીતે ફરી શકશે એવી અકળ શ્રદ્ધા તેમને છે. કારણ કે પ્રભુના ગુણો અને તેઓ પોતે બંને