________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 195 તો તમારી સ્તવના સ્તુતિ કરીશ જ. હું ઇચ્છું તો એમ છું કે મૌન રહીને તમારી આરાધના કરું. પરંતુ જબરદસ્તીથી મારી વાણી પ્રગટ થઈ રહી છે. હે પરમાત્મા ! હું નથી બોલતો, નથી ગાતો પરંતુ તમારા પ્રત્યે રહેલી ભક્તિ બળપૂર્વક મને વાચાળ કરી મૂકે છે. તમારી ભક્તિમાં એવી શક્તિ છે કે મને આ બધું બોલાવી રહી છે.
સૂરિજી પોતાના આ નિર્ધારને સમર્થન કરે એવું એક બહુ જ સુંદર દૃષ્ટાંત કુદરતા ખોળે ૨મતા પંખીઓ પાસેથી મેળવી લે છે. વસંતઋતુમાં આંબાના વૃક્ષ ઉપર જ્યારે મ્હોર આવે છે. ત્યારે વૃક્ષનો દેખાવ પણ સુંદર બન્યો હોય છે. એવા પ્રસન્નતાજનક વાતાવરણમાં સુંદર કંઠવાળી કોયલ મધુર સ્વરે ટહુકવા લાગે છે. કારણ કે તેની સામે રસધર આંબાની માંજરોનો સમૂહ હોય છે. તાત્પર્ય કે આપના અનંતગુણો, અદ્ભુત વીતરાગતા આત્મિક પ્રસન્નતાની મંજરી (માંજરો) જોઈને મારા આત્મારૂપી કોયલ કૂજન કરી ઊઠે છે. અને મારું આ કૂજન છે મુક્તિનું.
સૂરિજી આ દૃષ્ટાંતના સંદર્ભમાં સાધ્વીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે “સંસારના આ સમ્યક્ ઉપવનમાં મારા જીવનની ધર્મ વસંત પૂર બહારમાં ખીલી રહી છે. હું કેવો ભાગ્યશાળી છું ! તમે તો પંચમ કાળમાં મારી સમક્ષ સાક્ષાત્ થઈ રહ્યા છો અને ભક્તિ બળ દ્વારા હું પ્રત્યક્ષ સ્તુતિ કરી રહ્યો છું. પંચમકાળમાં આવી પરમાર્થ ભક્તિ આત્માનુભૂતિ અને ધર્મલબ્ધિની આ કેવી મધુર મોસમ છે.”પ
પાંચમા આરામાં પ્રભુના શાસનરૂપી કલ્પવૃક્ષ મળ્યું છે. હવે તે રત્નત્રયી રૂપ આંબા પાકશે તેથી ભક્તનું હૃદય ભક્તિથી ઊછળી જાય છે. શ્રી ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા, છતાં જાણે અત્યારે તેઓ સૂરિજીની સામે સાક્ષાત્ બિરાજતા હોય, એમ ભક્તિના બળે કવિ તેમને પ્રત્યક્ષ કરીને સ્તુતિ કરે છે. તેઓ પોતાને અલ્પજ્ઞ ગણે છે અને તેમને સર્વજ્ઞની ભક્તિનો રંગ લાગ્યો છે. લોકો ભલે હાંસી કરે. પંચમકાળમાં આવી ૫રમાર્થ ભક્તિ ! પ્રભુની ભક્તિના બળથી ભક્તને તો અત્યારે ધર્મલબ્ધિની મધુર મોસમ છે. આવા ઉત્તમ ભાવ ભક્તિપૂર્વક આ સ્તુતિ સ્તવનનો ટહુકાર છે.
આ સૂચિત રૂપક દ્વારા ભક્ત કવિ સૂરિજી ઘણું ઘણું સૂચવી જાય છે. સૂરિજી કોકિલ સ્વરૂપે છે. જેમ કે આંબાની માંજરોને જોઈને સુંદર, સુમધુર કંઠવાળી પણ વર્ણથી અશુભ રંગની કોયલ મધુર ટહુકા દ્વારા પોતાની પ્રસન્નતાને અભિવ્યક્ત કરીને વાતાવરણને ખૂબ જ સંગીતમય બનાવી દે છે. પોતાના ચિત્તની પ્રસન્નતાને ટહુકા દ્વારા વ્યક્ત કરતી વખતે પ્રકૃતિ કે અન્ય પ્રાણીનો વિચાર કરતી નથી. તે માત્ર પોતાની ખુશાલી મુક્ત કંઠે ગાઈને સર્વની પ્રસન્નતાનું કારણ બને છે. કોયલના મધુર ગાનમાં લીન બનીને આનંદ માણતા પ્રકૃતિ પ્રેમીઓ તેના રંગ-રૂપ વિશે બે ધ્યાન બને છે અને ફક્ત સાચા આનંદને માણે છે. તેવી જ રીતે અહીંયાં ભક્તનું રોમે રોમ પ્રભુના અનંત ગુણોની સ્મૃતિમાં રોમાંચિત થઈ ઊઠે છે અને ભક્ત કવિ અન્યની પ્રસન્નતાનો કે અપ્રસન્નતાનો વિચાર કરવાને બદલે પોતાની પ્રસન્નતાને જ વ્યક્ત કરવા માટે દૃઢસંકલ્પી બન્યા છે. ભક્તની ભક્તિ પણ એવી અદ્ભુત છે કે તેના સુમધુર રસમાં મગ્ન બનીને તેનો આસ્વાદ માણનારા અન્ય જન ભક્તની શક્તિહીન અવસ્થા, અલ્પજ્ઞતા આદિ ભૂલીને માત્ર ભક્તિરસનું
જ