SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 194 || ભક્તામર તુલ્યું નમઃ | શબ્દાર્થ : ગન્ધશ્રુતમ્ – અલ્પ શાસ્ત્રજ્ઞાનવાળો મુતવતામ્ – વિદ્વાનોના પરિણાધામ – હસીને પાત્ર મામ્ – મને ત્વમવિત્ત: 4 – આપની ભક્તિ જ વના – બલપૂર્વક મુરઉરી તે – વાચાળ બનાવે છે. 7િ – ખરેખર યત – જે વોહિત. - કોયલ મઘી – વસંતઋતુમાં મધુરમ્ – મધુર સ્વરથી વિરતિ – કૂજન કરે છે, ટહુકી ઊઠે છે. તત્ – તે – અને વી ચૂત ત્રિા - આંબાના રસદાર માંજરનાં ઝૂમખાં નિરુર – તે જ, એક માત્ર જેનું 95 હેતુ – કારણ છે. ભાવાર્થ : હે ભગવંત ! હું શાસ્ત્રના અલ્પજ્ઞાનવાળો છું અને તેથી શાસ્ત્રનો મર્મ જાણનારા એવા વિદ્વાનોની આગળ હાંસીનું પાત્ર છું, પરંતુ હે પ્રભો ! આપની ભક્તિ મને વાચાળ બનાવી રહી છે, એટલે જ હું આ સ્તોત્રરચનાની પ્રવૃત્તિ કરી રહ્યો છું – જેમ આંબાની ડાળ ઉપર રસદાર માંજરનાં ઝૂમખાં જોઈને વસંતઋતુના આગમનની જાણ થતાં કોયલ ટહુકી ઊઠે છે તે રીતે. વિવેચન : ગાથા . ૬ સ્તોત્રકાર સૂરિજી શ્રદ્ધા અને ભક્તિના સહારે પ્રભુની સ્તુતિ કરવા ઇચ્છે છે. બુદ્ધિની અલ્પતાને કારણે સ્તુતિ ન કરું? પરંતુ કોયલના દૃષ્ટાંત દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્તુતિ કરવાનો દઢ સંકલ્પ કર્યો. આ શ્લોકમાં સૂરિજીએ પોતાને અલ્પજ્ઞાનવાળો કહ્યો છે. તેમનામાં કેવા પ્રકારની જ્ઞાનની અલ્પતા છે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આપણો વ્યવહાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે વડે ચાલે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસાર તેમાં તફાવત સંભવે છે. અર્થાત્ જેનો મતિજ્ઞાનાવરણીય કર્મનો યોપશમ્ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય તેની મતિ બુદ્ધિ અતિતીવ્ર હોય છે. જેનો શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો લયોપશમ ઉત્કૃષ્ટ પ્રકારનો હોય તેનું શ્રુતજ્ઞાન ઘણું વિશદ અને વિશાલ હોય છે. પરંતુ સ્તુતિકાર સૂરિજી નમ્રતાપૂર્વક કહે છે કે મહાન મૃતધર ગણધર અને દેવેન્દ્રો પણ આપની સ્તુતિ કરે છે તેમની પાસે હું તો કોણ ? મારામાં તો મતિજ્ઞાન પણ ઘણું અલ્પ છે અને શ્રુતજ્ઞાન પણ ઘણું અલ્પ છે. બુધ્યા વિનાડપિ' એ પદમાં મતિજ્ઞાનની અલ્પતાનો ભાવ રહેલો છે અને અલ્પ શ્રત' પદમાં શ્રુતજ્ઞાનની અલ્પતા સૂચવી છે. સૂરિજી મુતવતાં પરિદાસઘામ' - એ પદ વડે એવું સૂચવે છે કે હે પ્રભુ ! ક્યાં પૂર્વધર, શાસ્ત્રના મર્મના અઠંગ અભ્યાસી એવા શ્રતધર મહર્ષિઓ અને ક્યાં હું ? આવા કૃતધરોની વિસાતમાં હું કંઈ જ નથી. તેઓ પોતાની નજરમાં સાવ અલ્પજ્ઞાની લાગે છે. સ્વશક્તિ કરતાં મોટું કાર્ય હાથમાં લેવામાં આવે તો તે કાર્ય પંડિતજનોનું નહિ પરંતુ મૂર્ખજનોનું છે. કારણ કે વિદ્વાનો અને પંડિતોનું લક્ષણ છે કે તેઓ પોતાની શક્તિ અને મર્યાદાનો ખ્યાલ કરીને જ કાર્યનો આરંભ કરે છે. શાસ્ત્રોનો અર્થ જાણનારા એવા વિદ્વાનો પણ કાર્ય પાર પાડી શક્યા નથી તે પ્રભુની સ્તુતિ કરવાનું કાર્ય આ ભક્ત પૂરું પાડવા માટે પ્રવૃત્ત થયા છે. એવા વિદ્વાનો હસીને પાત્ર છે. હું
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy