________________
180
। ભક્તામર તુર્થ્ય નમઃ II
વાક્યો વડે તેમની સ્તુતિ ક૨વાનો સંકલ્પ કરે છે. પંચાગ પ્રણિપાતથી નમસ્કાર થાય છે ખરો પરંતુ તેમાં શ્રદ્ધા, બહુમાનની લાગણી કે ભાવના ન ભળે તો એ દ્રવ્ય-નમસ્કાર બને છે, ભાવનમસ્કાર નહિ. કોઈ પણ કાર્યની સિદ્ધિ અર્થે ભાવમંગલની પ્રાપ્તિ આવશ્યક છે. તેથી જ જૈન સાહિત્ય-રચનાકારો કોઈ પણ સૂત્ર, સિદ્ધાંત કે કાવ્યની રચના કરતી વખતે પંચપરમેષ્ઠીનું કે શ્રી અરિહંતદેવનું સ્મરણ કરે છે અને તેમને મન-વચન-કાયાના પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરે છે.
જિન આગમોમાં કહ્યું છે કે અરિહંતો મંગલરૂપ છે, સિદ્ધો મંગલરૂપ છે. સાધુઓ મંગલરૂપ છે, અને કેવલી ભગવંતોએ કહેલો ધર્મ મંગલરૂપ છે અને તેમને ભાવપૂર્વક કરવામાં આવતો નમસ્કાર પણ મંગલરૂપ છે. તેથી જ પંચપરમેષ્ઠીને ભાવપૂર્વક કરાયેલા નમસ્કારની ગણના સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે થાય છે.
?
ભક્તામરના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી આદિનાથના ચરણયુગલમાં પ્રણિપાત છે અને બીજા શ્લોકમાં સૂરિજી શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રથમ શ્લોકમાં ચરણમાં પ્રણિપાત શા માટે કરવામાં આવે છે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે શરીરમાં ઉત્તમ અંગ છે મસ્તિષ્ક. જે મસ્તિષ્ક ઉત્તમ અંગ છે એને પ્રણામ નથી કરવામાં આવ્યા. પગ નિમ્ન છે, નીચે રહે છે, જમીન ઉપર ચાલનાર છે, જમીનને અડનાર છે એને પ્રણામ કરવામાં આવ્યાં એવું કેમ ? ખરેખર તો થવા જોઈએ મસ્તિષ્કને પ્રણામ અને ક૨વામાં આવ્યા છે પગને. આ ભારતીય ચિંતનની મોટી વિશેષતા છે. પ્રણામ તો એને છે કે જે જમીનની સાથે ચાલે છે અને જમીનને અડે છે. નમસ્કાર એને ક૨વામાં આવે છે જે મૂળ છે. પગ આપણા જીવનનો આધાર છે તેથી એને પ્રણામ કરવામાં આવ્યા છે, જે મૂળને છોડીને પાંદડાં, ફૂલ કે ફળને પ્રણામ કરે છે. પગને છોડી ઉત્તમ અંગને પ્રણામ કરે છે. ધ્વજ દંડને છોડીને ફક્ત ધ્વજને પ્રણામ કરે છે, તે કદાચ સત્યને વિસારી દે છે. આધાર છે પગ, આધાર છે ધ્વજદંડ, આધાર છે મૂળ. તે દરેક વૃક્ષનું સિંચન કરે છે...પગ આપણો આધાર છે. સમગ્ર શરીરનું મૂળ છે.. આપણા પગ.’'
એટલે કે નમસ્કાર એને ક૨વામાં આવ્યા છે જે મૂળ છે. જમીનને અડે છે અને જમીનની સાથે જ ચાલે છે. આપણા જીવનનો આધાર છે ચરણ. એ ગતિનું માધ્યમ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પૂર્વજો અને મહાપુરુષોના પચિહ્નોનું અનુસરણ પગ દ્વારા જ કરે છે.
શ્રી માનતુંગસૂરિજી શ્રી આદિનાથ ભગવાનના જે ચરણયુગલમાં નમસ્કાર કરે છે તેનું વર્ણન તેમણે ત્રણ વિશેષણો દ્વા૨ા કર્યું છે.
(૧) શ્રી આદિનાથ પ્રભુના ચરણયુગલમાં ભક્તદેવોએ પોતાનું મસ્તક અત્યંત ભાવપૂર્વક નમાવીને પ્રણામ કરેલાં છે.
(૨) એ ચરણયુગલ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે.
(૩) એ ચરણયુગલ સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલાં મનુષ્યોને મહાન આલંબનરૂપ છે.