SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 179. : - જે, જેઓ સંરતુત: – સારી રીતે સ્તવાયેલા છે. તમ્ – તે પ્રથમ– પહેલા. અહીં પ્રથમ શબ્દથી ચોવીસ તીર્થકરોમાં પહેલા સમજવાના છે. ચોવીશ તીર્થકરોમાં પહેલા શ્રી ઋષભદેવ થયા કે જેઓ નાભિ કુલકર તથા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ કે યુગાદિદેવ પણ કહેવામાં આવે છે. જિનેન્દ્ર– જિનેન્દ્રને તીર્થકરને. બિન – એટલે સામાન્ય જિન. તે ચતુર્દશ પૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, તથા સામાન્ય કેવલી જાણવા. તેમાં રૂદ્ર સમાન, તે નરેન્દ્ર. તાત્પર્ય કે જેઓ ચતુર્દશ પૂર્વધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની તથા સામાન્ય કેવલી રૂપી જિનો કરતાં અષ્ટમહાપ્રતિહાર્ય આદિ લક્ષણો વડે ઘણી ઉત્તમ કોટિના છે, તે જિનેન્દ્ર. વિ7 – નિશ્ચયથી. મë – હું–માનતુંગસૂરિ. માં – પણ સ્તોથે – સ્તુતિ કરીશ. ભાવાર્થ : “ભક્તિવંત દેવતાઓના અતિ નમેલા મુગટોના મણિઓની કાંતિનો ઉદ્યોત કરનાર, પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર અને યુગની આદિમાં સંસારરૂપી સાગરના અથાગ પાણીમાં ડૂબી રહેલા મનુષ્યોને આધારરૂપ એવા શ્રી જિનેન્દ્રદેવના ચરણયુગલને મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને, સમસ્ત શાસ્ત્રોના તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ, ત્રણ જગતના ચિત્તનું હરણ કરનારા અને મહાન અર્થવાળાં એવાં સ્તોત્રો વડે, જેમની સારી રીતે સ્તુતિ-સ્તવના કરેલી છે એવા પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ-સ્તવના કરીશ. ૧-૨/" વિવેચન : ગાથા ૧.૨ અંધારા ઓરડાના એક આસન પર બિરાજેલા અને સમગ્ર શરીર લોખંડની જંજીરો વડે જકડાયેલું છે એવા શ્રી માનતુંગસૂરિ પોતાના ઇષ્ટદેવ જેની ઇન્દ્રોએ પણ પાંચકલ્યાણક વખતે ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરી છે, એવા શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તોત્ર રચવા માટે તત્પર બને છે. પ્રથમ તેઓ મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક ભક્તિથી ભરેલા હૃદયે ભાવ મંગલની પ્રાપ્તિ અર્થે શ્રી આદિનાથ ભગવાનના ચરણ યુગલમાં નમસ્કાર કરે છે. શ્રી માનતુંગસૂરિજી સ્તોત્રની શરૂઆતમાં જ કોની સ્તુતિ કરવા જઈ રહ્યા છે તે તેઓને ખબર છે. તેઓ જણાવે છે કે, “હું જેમની સ્તુતિ કરું છું તે જિનેન્દ્રદેવની સ્તુતિ મોટા મોટા મહાપુરુષોએ પણ કરી છે. સકલ શાસ્ત્રના જ્ઞાન વડે જેમની બુદ્ધિ પારંગત છે એવા કુશળ ઇન્દ્રોએ ત્રણ લોકનું ચિત્ત પ્રસન્ન કરે એવા સુંદર-ઉત્તમ સ્તોત્ર વડે જેમની સ્તુતિ કરી છે એવા આદિ જિનેન્દ્રને હું પણ ઉત્તમ સ્તોત્ર વડે સ્તવીશ.” સ્તોષ્ય વિનીમ તે પ્રથમ નિનેન્દ્ર” – એ શબ્દો દ્વારા તેઓ ગંભીર પદ અને અર્થપૂર્ણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy