________________
174 છે ભક્તામર તુલ્ય નમઃ ||
અર્થાતુ મોક્ષમાર્ગના પ્રણેતા કર્મરૂપી પર્વતના ચૂરેચૂરા કરી નાખનારા વિશ્વના તમામ પદાર્થોના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવને જાણનાર હે પ્રભુ ! આપના જેવા ગુણોની પ્રાપ્તિ અર્થે આપને પ્રણામ કરું છું.
પ્રભુની ભરતે કરેલી સ્તુતિ બાદ પ્રભુને ધર્મોપદેશના આપવા વિનંતી કરી. પ્રભુએ તેમની વિનંતી થતાં ધર્મોપદેશના શરૂ કરી જેમાં જગતમાં રહેલાં છ દ્રવ્યો જીવ - પુદ્ગલ - ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય – આકાશ અને કાળ અને તેના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવગર્ભિત મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તેમાં જીવ-અજીવ, પાપ-પુણ્ય, આશ્રવ-સંવર-નિર્જરા બંધ અને મોક્ષનું સ્વરૂપ વિસ્તારપૂર્વક હતું. જે જીવ આ જાણે અને તદનુસાર પ્રવર્તન કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન-જ્ઞાન-ચરિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રણે સહપૂર્ણતાએ મોક્ષ છે. પ્રભુની પ્રથમ દેશના પુરિમતાલ નગરમાં થઈ. આ નગરીના રાજા પ્રભુના જ પુત્ર વૃષભસેન હતાં, તેઓ મતિ-શ્રુતિ અવધિ અને મનપર્યવજ્ઞાનનાં જ્ઞાતા હતાં. તેઓ પ્રભુની ધર્મસભામાં ગણધર થયા. પ્રભુને પ્રથમ આહારદાન દેનાર શ્રેયાંસકુમાર દીક્ષા અંગીકાર કરી પ્રભુના ગણધર થયાં. પ્રભુની પુત્રી બ્રાહ્મી પણ દીક્ષા ગ્રહણ કરી સાધ્વી સમુદાયના વડા બન્યા. પ્રભુની બીજી પુત્રી સુંદરી પણ દીક્ષા લઈ સાધ્વી બન્યાં. શ્રુતકીર્તિ નામના પુરુષે શ્રાવકવૃત્ત ગ્રહણ કરી શ્રાવકોમાં શ્રેષ્ઠ થયા. સતી પ્રિયવ્રતાએ શ્રાવિકાનાં વ્રત ધારણ કર્યા અને શ્રાવિકાઓમાં શ્રેષ્ઠ થઈ. આ રીતે ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ.
પ્રભુના ધર્મ પરિવારમાં ૮૪ ગણધરો; ૨૦,000 કેવળજ્ઞાની; ૪,૭૫૦ શ્રુતકેવળી; ૪,૧૫૦ અધ્યાપક મુનિવરો; ૯,૦૦૦ અવધિજ્ઞાની મુનિવરો; ૨૦,૬૦૦ વૈક્રિય ઋદ્ધિધારક મુનિવરો; ૧૨,૭૫૦ મન:પર્યવજ્ઞાની મુનિવરો; ૮,૪૦૦ નિગ્રંથ મુનિ, બ્રાહ્મી સહિત ૩,૦૦,૦૦૦ સાધ્વીઓ; દઢવ્રતાદિ શ્રાવકો ૩,૫૦,૦૦૦; સુવ્રતાદિ શ્રાવિકો ૫,૫૪,૦OO; બીજા કેટલાય સમ્યગુદષ્ટિ મનુષ્યો અને તિર્યંચોનો પાર જ ન હતો.
યોગ્ય સમયે સૂક્ષ્મક્રિયા કરી અને છેવટે સુપરત ક્રિયા નિવૃત્તિ ધ્યાનપૂર્વક કરી. આ અંતિમ શરીરનો ત્યાગ કરી ભગવાન પરમાત્માસ્વરૂપે પ્રાપ્ત કરી મોક્ષસુખને પામ્યા. પ્રભુનું નિર્વાણકલ્યાણક-મોક્ષકલ્યાણક પોષ વદિ ૧૩ના દિવસે થયું. તે દિવસે પણ દેવોએ ધામધૂમપૂર્વક મોક્ષકલ્યાણકની ઉજવણી કરી.
જૈન આગમો અને ગ્રંથો સિવાય હિંદુ ધર્મગ્રંથોમાં પણ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વદમાં કરવામાં આવેલી સ્તુતિ આ પ્રમાણે છે :
ॐ त्रैलोक्यप्रतिष्ठितन् चतुर्विंशति तीर्थंकरान् ।
ऋषभाद्यावर्धमानान्तान् सिद्धानां शरणं प्रपद्ये ।। યજુર્વેદ અધ્યાય - ૨૫માં મંત્ર - ૧૯મો આ પ્રમાણે છે :
___ॐ नमोऽहन्तो ऋषभो वा ॐ ऋषभं पवित्रम् । બ્રહ્મપુરાણમાં ઋષભદેવના જન્મ સંબંધી એક શ્લોક છે :