________________
H
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ
ભગવાન
આ ભરતક્ષેત્રમાં ત્રીજા આરાના ઉત્તરાર્ધ ભાગમાં જ્યારે ભોગભૂમિનો કાળ પૂરો થયો અને કર્મભૂમિની શરૂઆત થઈ ત્યારે ચૌદ કુલકરોમાં છેલ્લા કુલકર નાભિરાજા થયા. તેમની પત્નીનું નામ મરુદેવી હતું.
આ સમય દરમ્યાન ભૂમિ પર કલ્પવૃક્ષોનો અભાવ થતાં ઇન્દ્રએ ‘અયોધ્યા’ નામની સુંદર નગરીની રચના કરી. તે નગરીની મધ્યમાં ‘સર્વતોભદ્ર’ નામનો મહેલ બનાવ્યો. નાભિરાજા તેમની રાણી મરુદેવી સાથે સર્વતોભદ્ર મહેલમાં નિવાસ અર્થે ગયા.
શ્રી આદિનાથ ભગવાન આ સમયે સર્વાર્થસિદ્ધ દેવલોકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી રહ્યા હતા. મરુદેવી માતાની કુક્ષિમાં અવતરણ કરવાના માત્ર છ માસ બાકી રહ્યા ત્યારથી દેવ-દેવેન્દ્રોએ આકાશમાંથી અયોધ્યા નગરીમાં રત્નોની વર્ષા શરૂ કરી જે ભગવાનના જન્મ સુધી નિરંતર ચાલુ રહી. ભગવાનના જન્મની વધામણીરૂપ દેવદેવેન્દ્રોએ ધનવર્ષા કરી અયોધ્યા નગરીના નગરજનોને ધનવાન કરી દીધા.
મરુદેવી માતાએ એક મંગલ દિવસે રાત્રીના પાછલા પહોરમાં ચૌદ મંગલ સ્વપ્નો જોયાં. તુરત જ શેયાનો ત્યાગ કરી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી રાત્રીનો બાકીનો સમય પ્રભુસ્મરણમાં વ્યતીત કર્યો. સૂર્યનો ઉદય થતાં નાભિરાજા પાસે જઈ પોતે જોયેલાં ચૌદ સ્વપ્નોની વાત કરી અને તેનું શું ફળ છે તે જાણવાની તત્પરતા દર્શાવી. નાભિરાજાએ સ્વપ્નનું ઉત્તમ ફળ જાણીને મરુદેવીમાતાને કહ્યું કે “હે દેવી ! તમો