SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામરસ્તોત્રની રચના સમય અને સર્જનકથા ક 149 "जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थ कृतोऽष्यनी हितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ।।" (સમાધિતત્ર | II) ઉપરોક્ત બંને શ્લોકનો અભિગમ અલગ છે. પરંતુ બંને વચ્ચે અર્થ અને શબ્દોની સમાનતા જોઈ શકાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે માનતુંગ દેવનંદિના સમયકાળ ઈ. સ. ૬૩૫થી પણ પહેલાં થયાં હશે અથવા તો ઈ. સ. ૧૭૫થી ૬૩૫ની વચ્ચે થયા હશે એવી શક્યતા છે. મહાન વ્યાકરણશાસ્ત્રી અને સુપ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય સ્વામી શ્રી સમન્તભદ્ર જેઓ લગભગ ઈ. સ. ૫૫૦થી ૬૨૫ની વચ્ચેના સમયકાળમાં થઈ ગયા. તેમની સ્તુત્યાત્મક રચનાઓ સાથે માનતુંગના ભક્તામર સ્તોત્ર'ની સરખામણી કરવાથી તે બંનેની વચ્ચે કોઈ ખાસ સંબંધ હોય એવું જાણી શકાતું નથી. સમન્તભદ્ર આલંકારિક સ્તોત્ર કરવાવાળા મહાન કવિ હતા. તેઓએ ક્લિષ્ટ અલંકારો અને જટિલ યમકો દ્વારા સ્તોત્રની રચના કરી હતી. આમ બંનેના પદ્યોમાં કોઈ પણ પ્રકારની સમાનતા દેખાતી નથી. બંને એકબીજાની રચનાઓથી અણજાણ જ રહ્યા હશે, એવી સંભાવના શક્ય છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવના વિહાર સમયે પગલે પગલે દેવસર્જિત કમળોના પ્રગટ થવાનો ઉલ્લેખ છે. "उन्निद्रानवपंकजपुंजकंति पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तवयत्र जिनेन्द्र ! धत्तः પAનિ તત્ર વિવુધા: પરિભક્ત //રૂર TI" આગમમાં બતાવવામાં આવેલા ૩૪ અતિશયોમાં આની ગણતરી નથી કરવામાં આવી પણ લગભગ ઈ. સ. ૪૭૩ના પઉમચરિયામાં આ જ માન્યતાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેમાં કહ્યું છે કે “નતો હવે વનને તત્તો નીયત્તિ સહસત્તારૂં |'' | ('પઉમચરિય', ૨.૩૧) તેવી જ રીતે દિગમ્બર પરંપરામાં પણ ૩૪ અતિશયોમાં શ્રી જિનેશ્વરદેવના વિહારના સમયના ધરતી પરના દેવસર્જિત માનવામાં આવતાં કમળવિહારની ગણતરી નથી કરી. તેઓ તીર્થકર વિહારને નમોવિહાર' માને છે. શ્રી સમન્તભદ્રએ પણ આત્મમીમાંસાની પ્રારંભિક કારિકામાં એનો નમોયાનના રૂપમાં ઉલ્લેખ કર્યો છે : "देवागम नभोयान चामरादि विभूतयः ।"
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy